SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० तत्त्वन्यायविभाकरे ये पुनः केवलं सामान्यं वाञ्छन्ति तत्समूहजन्यस्सङ्ग्रहः, ये पुनरनपेक्षितशास्त्रीयसामान्यविशेषं लोकव्यवहारमवतरन्तं घटादिकं पदार्थमभिप्रयन्ति तन्निचयजन्यो व्यवहारः । ये सौगतास्तु क्षणक्षयिणः परमाणुलक्षणा विशेषास्सत्या इति मन्यन्ते तत्संघातघटित ऋजुसूत्रः । तथा ये मीमांसका रूढितश्शब्दानां प्रवृत्तिं वाञ्छन्ति नान्यथा तद्द्वारा जन्यः शब्दः । ये तु व्युत्पत्तितो ध्वनीनां प्रवृत्तिं वाञ्छन्ति तन्निवहसाध्यस्समभिरूढः । ये च वर्तमानकालभाविव्युत्पत्तिनिमित्तमधिकृत्य शब्दाः प्रवर्तन्ते नान्यथेति मन्यन्ते तत्संघटित एवम्भूतः । तदेवं न स कश्चन विकल्पोऽस्ति वस्तुगोचरो योऽत्र नयसप्तके नान्तर्यातीति सर्वाभिप्रायसङ्ग्राहका एत इति ध्येयम् ।। અહીં જો કે અનંતધર્માત્મક વસ્તુમાં એક અંશવિષયક પ્રતિપત્તાના અભિપ્રાયવિશેષનું નિરૂપપણું હોઈ, વસ્તુના અંશો અનંત હોઈ અભિપ્રાયરૂપ નો પણ અનંત પ્રકારવાળા જ છે. તો પણ ચિરંતન આચાર્યોએ સર્વ સંગ્રાહક સાત અભિપ્રાયની પરિકલ્પનાદ્વારા સાત નો પ્રતિપાદિત કરેલા છે, માટે તે પ્રકારે જ નયોનો વિભાગ કરે છે. સાત પ્રકારવાળો નય ભાવાર્થ – “તે નય,-નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ-એવંભૂતના ભેદથી સાત પ્રકારવાળો છે.” વિવેચન–શંકા - આ સાત નો સર્વ અભિપ્રાયોના સંગ્રાહક (સંગ્રહ કરનારા) કેવી રીતે? સમાધાન – અભિપ્રાયો તો ખરેખર, (૧) અર્થદ્વારા કે (૨) શબ્દદ્વારા પ્રવર્તે છે, કેમ કે બીજો કોઈ ઉપાય નથી. વળી અર્થ તો-(૧) સામાન્યરૂપ કે (૨) વિશેષરૂપ છે. શબ્દ પણ (૧)-રૂઢિઆત્મક એટલે રૂઢ (જે શબ્દોની વ્યુત્પત્તિ ન થઈ શકે), એવા આમંડલ વગેરે શબ્દો ‘રૂઢ જાણવા. (૨) યૌગિક. (વ્યુત્પત્તિજન્ય-ગુણ-ક્રિયા કે સંબંધથી જેનો અર્થ નીકળી શકે, તેને યૌગિક કહેવા. ગુણથી “નીલકંઠ' વગેરે શબ્દો ક્રિયાથી “સ્રષ્ટા' વગેરે શબ્દો, તેમજ સ્વસ્વામિત્વ આદિ સંબંધથી “ભૂપાલ' વગેરે શબ્દો યૌગિક છે.) વ્યુત્પત્તિ પણ સામાન્ય નિમિત્તથી જન્ય છે અથવા તત્કાળ ભાવિ નિમિત્તથી જન્ય છે. ત્યાં જે કોઈ અર્થનિરૂપણમાં પ્રવણપ્રમાતાના અભિપ્રાયો છે, તે બધા પહેલાંના ચાર નયોમાં અંતર્ભત થાય છે. ત્યાં પણ જે પરસ્પર અભિન્ન સામાન્ય અને વિશેષને ઇચ્છે છે, તેના સમૂહથી સંપાદનીય “નૈગમ છે. વળી જેઓ કેવળ સામાન્યને ઇચ્છે છે, તેના સમૂહજન્ય “સંગ્રહ છે. વળી જેઓ શાસ્ત્રીય સામાન્ય અને વિશેષની અપેક્ષા વગરના છે અને લોકવ્યવહારમાં આવતા ઘટ આદિ પદાર્થને માને છે, તેના સમૂહથી જન્ય વ્યવહાર' છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy