SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र -३, नवमः किरणे ४१९ તે નયમાં બાધિત નથી, માટે વ્યવહારની સાથે વિરોધ નથી. તથાચ નયસમુદાયથી સંપાદનીય (અન્ય) પ્રમાણ હોઈ, તે પ્રમાણની પ્રતિજ્ઞામાં તે પ્રમાણથી નજીકમાં રહેનાર નયનું “તેના મધ્યમાં રહેલો તેના ગ્રહણથી ગૃહિત થાય છે. આવા ન્યાયથી પ્રતિજ્ઞાવિષયપણું જ છે, માટે લક્ષણનું પ્રણયન અપ્રસ્તુત નથી. શંકા – જો નયસમુદાય આત્મક પ્રમાણ છે, તો દરેક નયનું અપ્રમાણપણું હોયે છતે તે નયોના સમુદાયમાં અલૌકિક પ્રમાણતા કેવી રીતે? દરેક સિકતામાં (વેલ્થમાં) તેલ નથી હોતું, તેથી તે સિકતાઓના સમુદાયમાં તે તેલ દેખાતું નથી ને? સમાધાન – દરેક અણમોલ મણિઓમાં મોતીની માળાપણાના વ્યવહારનો અભાવ હોવા છતાંય, ગુણવિશેષ(વિશિષ્ટ સૂત્ર)ને ક્રમથી બંધાયેલા તે જ મણિઓ, જેમ રત્નાવલીના વ્યવહારને પામે છે, તેમ સ્વવિષયના નિર્ણાયકપણે સુનિશ્ચિત હોવા છતાં અન્ય પક્ષ સાપેક્ષ નયો પ્રમાણસંજ્ઞાને પામે છે. [શંકા – નયા સમુદાયતાને પામતાં નથી. સમુદિત થયેલા નયો પ્રમાણતાને ભજતા નથી, કેમ કેપ્રત્યેક અવસ્થામાં મિથ્યાષ્ટિપણું છે. તો તેના સમુદાયમાં મહામિથ્યાત્વનો પ્રસંગ છે. જેમ કે-પ્રચૂર વિષબિંદુઓના સમુદાયમાં મહાવિષ. વળી સમુદિત નવો વસ્તુના ગમક નથી, કેમ કે-પ્રત્યેક અવસ્થામાં તે વસ્તુના અગમક છે અને ભેગા થયેલા તે નયો, વિવાદ કરનારાઓ વસ્તુના વિઘાત માટે જ થાય છે ને? સમાધાન – પરસ્પર વિરુદ્ધ પણ નયો જૈનશાસનરૂપ આહિમતના વશવર્તીપણામાં પ્રમાણપણાને પામે છે. જેમ રાજાના વશમાં રહેનાર અનેક મતવાળા નોકરોનો વર્ગ. દરેક નય સાવધારણ (જકારવાળા) હોવા છતાં, સમુદિત થયા બાદ, નિરવધારણ (પણવાળા) બનેલા નવો સ્માત (કથંચિત) શબ્દથી ચિતિત હોઈ પ્રમાણરૂપ થાય છે. જેમ પ્રચૂર વિષબિંદુઓમાં પણ પ્રૌઢ મંત્રવાદ આદિ દ્વારા નિર્વિષતા બાદ અમૃતરૂપતા કરાય છે, તેમ અહીં સમજવું. સામાન્યથી દેશગ્રાહક નો સમુદિત થયા બાદ, મિથ્યાત્વના અપગમથી સમ્યકત્વનો સદ્ભાવ થયે છતે, ક્રમથી વિશુદ્ધ થતા સર્વ આવરણરૂપ પ્રતિબંધકનો અભાવ થયે છતે, કેવલજ્ઞાનની માફક સમસ્ત વસ્તુ ગ્રાહક બને છે.] તે જ નવો દ્રવ્ય આદિથી ધ્રૌવ્ય આદિમાં મિલિત થયે છતે (સમુદિત થયે છતે) પ્રમાણસંજ્ઞાને પામે છે, માટે કોઈ પણ દોષ નથી. अत्र यद्यपि वस्तुन्यनन्तधर्मात्मके एकांशविषयकप्रतिपत्राभिप्रायविशेषस्य नयरूपतया वस्त्वंशानामनन्तत्वेनाभिप्रायरूपनया अप्यनन्तप्रकारा एव तथापि चिरन्तनाचार्यैस्सर्वसङ्ग्राहिसप्ताभिप्रायपरिकल्पनाद्वारेण सप्त नयाः प्रतिपादिता इति तथैव विभजते – स च नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूढवम्भूतभेदात्सप्तविधः ॥ ३ ॥ ___स चेति । एते सर्वाभिप्रायसङ्ग्राहकाः कथमिति चेदुच्यते, अभिप्रायास्तावदर्थद्वारेण शब्दद्वारेण वा प्रवर्तन्ते, गत्यन्तराभावात्, अर्थश्च सामान्यरूपो विशेषरूपो वा, शब्दोऽपि रूढ्यात्मको यौगिको वा, व्युत्पत्तिरपि सामान्यनिमित्तप्रयुक्ता वा स्यात्तत्कालभाविनिमित्तप्रयुक्ता वा स्यात् तत्र ये केचनार्थनिरूपणप्रवणाः प्रमात्रभिप्रायास्ते सर्वेऽप्याद्ये नयचतुष्टयेऽन्तर्भवन्ति, तत्रापि परस्परं विशकलितौ सामान्यविशेषाविच्छन्ति ये तत्समूहसम्पाद्यो नैगमः ।
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy