SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे સમાધાન . – તે નયવિશેષના તાત્પર્યની પણ વસ્તુ સંબંધરૂપ અપેક્ષાનું આલંબન કરીને પ્રવૃત્તિ છે. જો સંબંધના અવિદ્યમાનપણામાં, તો તાત્પર્યમાં પ્રમાણપણાનો અસંભવ છે અને તે આ અપેક્ષા જ વૈજ્ઞાનિક સંબંધ છે. ४१६ ૦ એથી જ સાંપ્રદાયિકો (જૈન આદિ વાદીઓ) વિકલ્પથી સિદ્ધ ધર્મીને (પક્ષ અનુમિતિનું ઉદ્દેશ્યને પ્રતિષેધ આદિ(વિધિ આદિ)ના સાધનરૂપે (વિશેષ્યતા સંબંધથી સાધ્યપ્રકારક જ્ઞાનવાળારૂપે) સ્વીકારે છે. જેમ કે-‘ઈશ્વર નથી’-પ્રકૃતિ નથી' ઇત્યાદિમાં વિશિષ્ટ જ્ઞાનના આકારના વિષયરૂપે ત્યાં ઈશ્વરાદિ ધર્મી (અનુમિતિનો વિશેષ્ય) વિકલ્પથી સિદ્ધ છે. (અહીં ધર્મીમાં વિકલ્પ પ્રસિદ્ધત્વ એટલે અનિશ્ચિત પ્રામાણ્ય અને અપ્રામાણ્યવાળા જ્ઞાનની વિષયતા સમજવી.) શંકા – વિશિષ્ટની (પક્ષની) અપ્રસિદ્ધિમાં વિશિષ્ટના આકારનું જ્ઞાન કેવી રીતે ? સમાધાન બીજા વાદીઓએ માનેલ ‘વિશિશુદ્ધયોરેયં' આવા ન્યાયથી વિશિષ્ટ અને શુદ્ધ(અવિશિષ્ટ)ના અભેદમાં પણ પ્રતીતિના બળથી વિશિષ્ટના અભાવમાં પણ વિશિષ્ટ આકારના જ્ઞાનનો સંભવ છે. ― શંકા — જો આમ છે, તો (જૈનોને અનિષ્ટ એવી) અસાતિનો પ્રસંગ આવશે ! કેમ કે-અત્યંત અસત્ એવા વિશિષ્ટ આકારનું ભાન છે ને ? સમાધાન – જ્યારે વિકલ્પસિદ્ધ ધર્મી અખંડ છે-એવું ભાન માનવામાં આવે, ત્યારે અસખ્યાતિનો પ્રસંગ આવે છે. પરંતુ વસ્તુતઃ ખંડશઃપ્રસિદ્ધ પદાર્થ અસ્તિત્વ-નાસ્તિત્વ સાધનનું ઉચિતપણું હોઈ ખંડશઃપ્રસિદ્ધ ધર્મ-ધર્મારૂપ સદ્ભા ઉપરાગથી (ઉપાધિ-આરોપથી) અસદ્ આકારની ઉત્પત્તિ છે. ૦ અથવા અનિત્યત્વ ભાવનાના ઉદ્દેશથી બૌદ્ધદર્શનની અને એકત્વભાવનાના ઉદ્દેશથી વેદાન્તિકદર્શનની પ્રવૃત્તિ હોવાથી, તે તે દર્શનના અર્થજ્ઞાનોમાં તે તે ભાવનાના ઉદ્દેશથી પ્રયુક્તપણું જ અપેક્ષાપણું છે. તેથી જ તે દર્શનની સુનયપણાની વ્યવસ્થા છે. અન્યથા, અપેક્ષા સિવાય તો બૌદ્ધસિદ્ધાન્તમાં બાહ્યાર્થ જ્ઞાન આદિ વાદો અને વેદાન્તીઓના સિદ્ધાન્તમાં પ્રતિબિંબ આભાસની અવચ્છેદક દૃષ્ટિ-સૃષ્ટિવાદો પરસ્પર પ્રતિષિદ્ધ હોઈ, જાતિથી દુર્નયપણાનું સમ્યગ્દષ્ટિદ્વારા પરિગૃહિત હોવા છતાં નિરાકરણ અશક્ય છે. બરોબર છે કે-જાતિથી ઝેર, સવૈદ્યના હાથથી ગૃહિત થવા માત્રથી અમૃત બનતું નથી, પરંતુ રસાયણીકરણ તો તેની કથિત અપેક્ષાથી જ બને છે એમ મજબૂત સમજવું. શંકા – કથિત અપેક્ષાથી પણ શુદ્ધ ઋજુસૂત્ર આદિની, ઇતરનયના અર્થના પ્રતિષેધમાં પ્રવૃત્તિ હોયે છતે કેમ દુર્રયપણું નથી ? કેમ કે-ઇતરાંશના અપ્રતિષેધમાં જ સુનયપણું છે. વળી સ્વ-૫૨ સમયો પોતાનાથી બીજા નયના અર્થના બાધથી જ ગાજતાં દેખાય છે ને ? સમાધાન ત્યાં ઇતર અર્થનો નિષેધ પ્રકૃત કોટિમાં ઉત્કટપણું કરનાર છે, દ્વેષબુદ્ધિથી કરાતા ઇતરનયના નિષેધમાં દુર્રયપણું છે. પૂર્વકથિત ભાવનાની દૃઢતાને અનુકૂળ પોતાના વિષયમાં ઉત્કર્ષના સંપાદન માટે કરાતા પણ પ્રતિષેધમાં સુનયપણું છે. જાતિથી દુર્રયનું પણ ભાવનાત્મક ચિંતાજ્ઞાનથી સુનયીકરણ છે. ભાવનાજ્ઞાનથી તાત્પર્યભૂત અર્થ જેમાં પ્રધાન છે, એવા પ્રમાણવાક્યના એકદેશપણાનું સર્જન છે. આ પ્રમાણે વિશેષ તો બીજે ઠેકાણેથી જાણવું. -
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy