SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १, नवमः किरणे ४१५ સમાધાન – તમારું કથન સત્ય છે. જો કે એક ઘટ આદિના ગ્રહણમાં તે ધર્મદ્વારા (જે ધર્મથી ધર્મી ગૃહિત થયો તે ધર્મદ્વારા) દ્રવ્યાર્થની અપેક્ષાએ ભૂત-ભવિષ્ય-વર્તમાન તે દ્રવ્યવર્તી જેટલા ધર્મો છે, તે બધા ધર્મોનું ગ્રહણ થાય છે જ. (ખરેખર, ન્યાયનયમાં એક ઘટનું દર્શન થયે છતે ઘટવરૂપ સામાન્ય લક્ષણા પ્રયાસત્તિ(અલૌકિક સંનિકર્ષ)થી સકળ ઘટ પ્રત્યક્ષનો સ્વીકાર કરાય છે અને સામાન્ય લક્ષણાનું કાર્યતાવચ્છેદક ઘટત્વવ્યાપક વિષયિતાનું પ્રત્યક્ષત્વ છે. આ જ અમારા મતમાં સામાન્ય લક્ષણના સ્થાનમાં અભિષિક્ત તિર્યફ સામાન્યોપયોગ જે ઘટવિષયક છે, તે તેનું સામાન્ય લક્ષણાનું કાર્યતાવચ્છેદક થાય છે. તેવી રીતે એક ધર્મ દ્વારા ઘટનું જ્ઞાન થયે છતે, તે દ્રવ્યના આશ્રયવાળા-તે દ્રવ્યથી અભિન્ન જેટલા ધમે છે, તે બધા ધર્મોનું જ્ઞાન ઊર્ધ્વતા સામાન્યથી થાય છે. એથી ઊર્ધ્વતા સામાન્યોપયોગનું કાર્યતાવચ્છેદક તાદાભ્ય સંબંધથી ઘટવ્યાપક વિષયતાક પ્રત્યક્ષત્વ થાય છે. ઘટની તાદાસ્યથી વ્યાપકીભૂત વિષયતા ઘટથી અભિન્ન સમસ્ત ધર્મોમાં છે, માટે તાદશ વિષયતાક પ્રત્યક્ષત્વ એવો તેનો અર્થ છે.) જેમ તૈયાયિકોએ સ્વીકારેલ અલૌકિક પ્રત્યક્ષમાં કારણભૂત અલૌકિક સંનિકર્ષરૂપ સામાન્ય લક્ષણા પ્રયાસત્તિ (સામાન્ય, જે સંબંધથી જણાય છે, તે સંબંધથી અધિકરણોની પ્રત્યાસત્તિ, સામાન્યવિષયક જ્ઞાનરૂપ પ્રત્યાસત્તિ અને સામાન્ય લક્ષણા પ્રત્યાત્તિ સામાન્યના આશ્રયનું જ્ઞાન પેદા કરે છે.)ના સ્થાનમાં જૈનધર્માભિમત, ઘટવિષયક તિર્યક સામાન્યોપયોગનું ઘટત્વવ્યાપક વિષયતાક પ્રત્યક્ષત્વ અથવા ઘટત્વવ્યાપક વિષયતાક જ્ઞાનત્વ કાર્યતાવચ્છેદક છે. તેવી રીતે ઘટવિષયક ઊર્ધ્વતા સામાજોપયોગનું પણ તાદાભ્ય સંબંધથી ઘટવ્યાપક વિષયતાક પ્રત્યક્ષત્વ અથવા તાદશ જ્ઞાનત્વ કાર્યતાવચ્છેદક ન્યાયસિદ્ધ છે. સામાન્ય લક્ષણા સ્થાનીય તિર્યક સામાજોપયોગના સ્વીકારમાં પ્રયત્નથી સકળ પ્રમેયનું જ્ઞાન થયે છતે સર્વને સર્વજ્ઞપણાની આપત્તિરૂપ દોષ નથી, કેમ કે-દ્રવ્યાર્થિકપણાની અપેક્ષાએ ઇષ્ટાપત્તિ છે. (પ્રમેયપણાએ સકળ પ્રમેયનું જ્ઞાન ઉત્પન્ન હોવા છતાં) તો પણ (વિશિષ્ટ સકળ પદાર્થોનું જ્ઞાન નહિ હોવાથી-સર્વજ્ઞપણાનો અભાવ હોવાથી) સ્પષ્ટપણાએ પ્રતિનિયત ધર્મપ્રકારક બોધ સાપેક્ષ છે. શાબ્દસ્થળમાં નયની અપેક્ષાવાળો અને પ્રત્યક્ષ આદિ સ્થળમાં અવધિ અવચ્છેદક આદિ જ્ઞાનની અપેક્ષાવાળો બોધ હોય છે. તે આ પ્રમાણે -જેમ દંડ આદિના ગ્રહણકાળમાં તેના પરિમાણનું ગ્રહણ હોવા છતાં દીર્ઘત્વપ્રકારક. “આ આની અપેક્ષાએ દીર્ઘ છે” આવું જ્ઞાન નિયત અવધિની અપેક્ષાવાળું છે. તેવી રીતે સદ્-અસત્ આત્મક વસ્તુના પ્રહણમાં પણ સત્ત્વ આદિ પ્રકારક જ્ઞાન સ્વદ્રવ્યાદિની અપેક્ષાવાળું છે. “આ આનાથી દીર્ઘ છે” આની માફક સ્વદ્રવ્ય આદિની અપેક્ષાથી “આ સત્ છે અને પરદ્રવ્ય આદિની અપેક્ષાએ “અસત્ છે, આવો જ વ્યવહાર છે. શંકા - આવી રીતે તો વ્યવહાર જ અપેક્ષાવાળો થયો. બોધ કેવી રીતે સાપેક્ષ ગણાય? સમાધાન – વ્યવહાર, વ્યવહર્તવ્ય જ્ઞાનથી અધિક અપેક્ષા વગરનો છે. જો વ્યવહર્તવ્ય જ્ઞાનમાં અપેક્ષાની અવિષયતા માનવામાં આવે, તો વ્યવહારમાં સાપેક્ષતા(અપેક્ષા)નો અસંભવ થાય છે. ૦ તે આ, નયની પ્રવૃત્તિમાં હેતુભૂત અપેક્ષા વાસ્તવિક છે. કોઈ સ્થળમાં વૈજ્ઞાનિક પણ અપેક્ષા છે. જેમ બૌદ્ધ-ઔપનિષદ્ આદિ દર્શનભેદ સ્વેચ્છાથી નિવેશિત હોઈ અનેક નયવિકારરૂપ જે છે, તે અપેક્ષાથી વ્યક્ત થાય છે, કેમ કે-શુદ્ધ પર્યાય વિશુદ્ધ દ્રવ્યાદિની અપેક્ષાથી જ તે તે અર્થની વ્યવસ્થા છે. શંકા – આ તો નથવિશેષનું તાત્પર્ય છે, પરંતુ અપેક્ષા કેવી રીતે?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy