SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र -५, अथाष्टमः किरणे ४०५ વિવેચન – જે કારણથી કોઈ એકના વિધિમાં કે પ્રતિષેધમાં અસમર્થ છે. એથી તે જ્ઞાન અનિશ્ચિત અનેક અંશોના વિષયવાળું છે. સંશય એટલે વ્યુત્પત્તિથી-(સમ્ એટલે) ચારયે બાજુથી સર્વ પ્રકારોથી શયન કરે છે-સુવે છે તે સંશય, જ્ઞાન એટલે જ્ઞાનવિશેષ છે. તથાચ એકધર્મીમાં અનિશ્ચિત નાના અંશના વિષયવાળું જ્ઞાન, સંશય એમ લક્ષણાર્થ છે. પદકૃત્ય – “અનિશ્ચિત’ એવા વિશેષણથી “સ્વ-પરરૂપથી સદ્-અસત્ આત્મક વસ્તુ છે.” આવા જ્ઞાનોનો વ્યવચ્છેદ થાય છે. ૦૮ષ્ટાન્તને કહે છે કે-“આ સ્થાણુ છે કે પુરુષ છે?” ૦ સામાન્યથી સંશય પ્રત્યે ધર્માનું જ્ઞાન, સાધારણ ધર્મનું જ્ઞાન, વિશેષનું અદર્શન અને અનેક વિશેષોનું સ્મરણ કારણ છે, માટે લક્ષ્યમાં તે ઘટાવે છે. (૧) સ્થાણુત્વ અને પુરુષત્વરૂપ વિશેષમાંથી કોઈ એકના નિશ્ચયજનક (સાધકો કે પ્રતિષેધક (બાધક) જે પ્રમાણ છે, તેનો અભાવ છે. આ કથનથી વિશેષના અદર્શનરૂપ કારણ સંપત્તિ દર્શાવેલ છે. (૨) “આરોહણપરિણાયેતિ'-સ્થાણુ અને પુરુષમાં આરોહ (ઉંચાઈ), પરિણાહ (પહોળાઈ) આત્મક સાધારણ ધર્મનું દર્શન છે. આ હેતુના કથનથી સાધારણ ધર્મના દર્શનરૂપ કારણ સંપદા દર્શાવેલ છે. (૩) “કોટિયવિષયકસ્મરણાએતિ-સ્થાણુત્વ અને પુરુષત્વરૂપ બે કોટિરૂપ વિષયવાળું સ્મરણ છે. આ હેતુના કથનથી અનેક વિશેષનું સ્મરણ દર્શાવેલ છે. (૪) દૂરથી પ્રત્યક્ષના વિષયરૂપ જે પુરોવર્તી છે, તે સંશયનો ધર્મી છે. એથી ધર્મીજ્ઞાન કારણ આવ્યું. આ ચાર હેતુઓથી “આ સ્થાણુ છે કે પુરુષ છે? એવો સંશય પ્રગટે છે. ૦ ખરેખર, સાધક અને બાધકપ્રમાણના અભાવથી પુરોવર્સી પદાર્થમાં જ્યારે “આ સ્થાણુ છે” આવો નિર્ણય કરવા માટે અભિલાષા કરે છે, ત્યારે પુરુષવિશેષના અનુસ્મરણના બળથી પુરુષમાં તે ખેંચાય છે. અને જ્યારે “આ પુરુષ છે' આવો નિશ્ચય કરવા માટે ઇચ્છા કરે છે, ત્યારે સ્થાણુવિશેષના અનુસ્મરણના મહિમાથી સ્થાણુમાં ખેંચાય છે. આવી રીતે અનેક અર્થમાં ખેંચાતા પ્રમાતાનો દોલાયમાન (હીંચકા જેવો) “આ સ્થાણુ છે કે પુરુષ છે?” આવો સંશયાકાર પ્રત્યય પ્રગટ થાય છે. શંકા – બે કોટિના વિરોધનું જ્ઞાન પણ સંશય પ્રત્યે કારણ છે તે શાથી કહેલ નથી? સમાધાન - જો કે તમારું સાચું છે. પરંતુ સંશયમાં (જેમ પર્વત વહ્નિવાળો છે કે નહિ? આવા સ્થળમાં અગ્નિ અને અગ્નિનો અભાવ પ્રકાર છે. ત્યાં જો તેના અધિકરણમાં અવૃત્તિત્વરૂપ વિરોધ પણ ભાસે ! તો વદ્ધિમાં વદ્ધિના અભાવના અધિકરણમાં અવૃત્તિત્વનું ભાન થયે છતે, વન્યભાવાધિકરણાવૃત્તિત્વનું વદ્વિવ્યાપ્તિરૂપપણું હોઈ, પર્વતમાં વહિવ્યાખવત્તાના જ્ઞાનથી વતિના અભાવવત્તાનું જ્ઞાન અને વતિઅધિકરણાવૃત્તિત્વનું વહ્નિના અભાવમાં ભાન થયે છતે, તે વદ્વિઅધિકરણાવૃત્તિત્વનું વહ્નિના અભાવાભાવ(વહ્નિ)ના અધિકરણાવૃત્તિત્વ લક્ષણ વદ્ધિના અભાવવ્યાપ્તિરૂપપણું હોઈ, પર્વતમાં વતિના અભાવવ્યાપ્યવત્તાના જ્ઞાનથી વદ્ધિમત્તાનું જ્ઞાન ન થાય ! કેમ કે-તવત્તાની બુદ્ધિ પ્રત્યે તદ્ અભાવવ્યાપ્યવત્તા જ્ઞાનરૂપ પ્રતિબંધકની સત્તા છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy