SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ द्विभाग / सूत्र - २, अथाष्टमः किरणे ३९३ - ઉત્તરપક્ષ – તે કથન પણ યુક્તિયુક્ત નથી, કેમ કે-રજતપણાના વ્યવહારનો અસંભવ છે : કેમ કેબીજા દેશમાં વિદ્યમાન આ રજતની પ્રસિદ્ધિરૂપપણામાં જો અસત્આખ્યાતિપણું માનો, તો વિપરીતખ્યાતિપણાનો પ્રસંગ આવે છે. વળી સર્વથા અસત્ (અવિદ્યમાન) અર્થના પ્રસિદ્ધિપણામાં શશવિષાણની પણ પ્રતીતિનો પ્રસંગ આવશે ! અસત્ની સરૂપે પ્રસિદ્ધિપણામાં પણ વિપરીતખ્યાતિનું ઉલ્લંઘન થતું નથી. શંકા ! – રજત સત્ (વિદ્યમાન) છે, પરંતુ તેનો જે સંબંધ અસત્ય છે, તે ભ્રાન્તિમાં સત્તા ઉપરાગથી (પાસે રહેવાવડે પોતાના ગુણ બીજામાં સ્થાપવાથી, આરોપિત સંબંધથી સંબંધ પામેલ એક વિશેષણથી વાસનારૂપ એક સંસ્કારથી) ભાસે છે ને ? સમાધાન વિષયતા સમાં વૃત્તિત્વવ્યાપ્ય હોઈ (વિષયતા વિદ્યમાનમાં વર્તમાન હોય છે, અવિદ્યમાનમાં વિષયતા હોતી નથી. સત્ વૃત્તિત્વવ્યાપક છે અને વિષયતા વ્યાપ્ય છે.) અસત્પ રજત કદી વિષય બની શકે નહિ. જો વિષય છે, તો સત્ હોવો જોઈએ. અસત્ વિષય નથી હોતો. અન્યથા, અસક્ર્માં જો વિષયતા માનો, તો ગોપદાર્થમાં અસત્ એવા શશશૃંગીયત્વ વિશિષ્ટ સંબંધથી શૃંગના ભાનની આપત્તિ છે. (પરંતુ ગોપદાર્થમાં સત્ ગોશૃંગીયત્વ વિશિષ્ટ સંબંધથી શૃંગનું ભાન છે.) વળી ‘આ ચાંદી છે’ આવી ભાસમાન વસ્તુમાં જ્ઞાનરૂપ-અર્થરૂપ બે વિકલ્પો પણ વ્યાજબી નથી, કેમ કે-પહેલા વિકલ્પનો અસ્વીકાર છે અને બીજો વિકલ્પ ઇષ્ટ છે : કેમ કે-અર્થવિશેષથી જન્ય અર્થક્રિયાવિશેષનો અભાવ હોવા છતાં, અર્થસામાન્યરૂપ નિબંધનથી જન્ય શબ્દ-પ્રવૃત્તિ આદિરૂપ અર્થક્રિયાનો તે અર્થરૂપે પ્રતીયમાન વસ્તુમાં અખંડિતતા છે. - શંકા — જો આ પ્રમાણે છે, તો અર્થનો નિશ્ચય કેમ નથી ? સમાધાન – અર્થવિશેષજન્ય અર્થક્રિયાકારી જ અર્થનિશ્ચયાત્મક છે. (અર્થસામાન્યજન્ય અર્થક્રિયાકારી પદાર્થ અર્થનિશ્ચયાત્મક નથી.) ૦ વળી બાધકજ્ઞાનથી પણ વિપરીત જ્ઞાનના વિષયની વિવિધતા બાધિત થતી નથી, પરંતુ બાધકજ્ઞાનથી મિથ્યાજ્ઞાનનું મિથ્યાત્વ જ પ્રકાશિત થાય છે. તેથી અસખ્યાતિ પ્રમાણરૂપ નથી. - પૂર્વપક્ષ – કેટલાક વાદીઓ શક્તિમાં ‘આ ચાંદી છે' આવા જ્ઞાનમાં પ્રસિદ્ધાર્થ ખ્યાતિને કહે છે. ખરેખર, વિપર્યયજ્ઞાનમાં પ્રસિદ્ધ જ અર્થનું ભાન છે. (સખ્યાતિ એટલે વિદ્યમાન વિષયની ખ્યાતિપ્રતીતિ, તે આ પ્રમાણે શુક્તિમાં ચાંદી છે, આવા સ્થળમાં શક્તિમાં વિદ્યમાન રજતાંશની પ્રતીતિ છે. ‘તે જ તેનું સદંશ છે, કે જે તે દ્રવ્યના એક દેશને ભજનાર છે.' આવા નિયમથી અને પંચીકરણ પ્રક્રિયાથી ત્યાં રજતના અંશોનું વિદ્યમાનપણું છે. અદૃષ્ટવશે તો ઘણા પણ શુક્તિના અંશોની પ્રતીતિ નથી થતી, પરંતુ સ્વલ્પ એવા પણ રજતના અંશોની પ્રતીતિ થાય છે. એથી શક્તિમાં ‘આ ચાંદી છે' આવું જ્ઞાન યથાર્થ જ છે, કેમ કે–ત્યાં જ્ઞાનવિષયની વિદ્યમાનતા છે. વિષયવ્યવહારના બાધથી તો ભ્રમપણાએ વ્યવહાર છે, એમ વિશિષ્ટ અદ્વૈતવેદાન્તીઓ કહે છે. શંકા – તે વિપર્યયજ્ઞાનના વિષયનું અવિદ્યમાનપણું છે, કેમ કે-વિચારને સહન કરી શકતું નથી. જે વિચારને સહન કરી શકે, તેનું વિદ્યમાનપણું છે ને ?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy