SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ तत्त्वन्यायविभाकरे ૦ વળી આ ચાંદી છે” આ સ્થળમાં જો બે જ્ઞાન છે, તો (૧) તે બંને જ્ઞાનોની એકીસાથે ઉત્પત્તિ છે? (૨) તે બંને જ્ઞાનોની ક્રમથી ઉત્પત્તિ છે? (૧) પહેલો પક્ષ બરાબર નથી, કેમ કે-એકીસાથે બે જ્ઞાનોની ઉત્પત્તિનો અસ્વીકાર છે. (૨) બીજો પક્ષ વ્યાજબી નથી, કેમ કે-પ્રત્યક્ષથી પહેલાં સંસ્કારનો ઉદ્દબોધ નહિ હોવાથી સ્મરણનો અસંભવ છે. અને પ્રત્યક્ષ પછીથી રજતના સ્મરણની માન્યતામાં પ્રત્યક્ષ થયા બાદ તરત જ વિપરીત વ્યાપારવાળી પણ ચક્ષુમાં તે સ્મરણની આપત્તિ આવશે ! તેથી (પુરોવર્સી પદાર્થનું ગ્રહણ કરીને પછીથી હું રજતનું સ્મરણ કરું છું, અથવા પહેલાં રજતનું સ્મરણ કરીને પછીથી આ પદાર્થનું હું ગ્રહણ કરું છું. આવા ક્રમથી આપને અભિમત બે જ્ઞાનોનો પ્રાદુર્ભાવ અનુભવથી વિરુદ્ધ હોવાથી) સકલ લોકમાં પ્રસિદ્ધ રજતરૂપે પુરોવર્સી પદાર્થરૂપ શક્તિમાં થતું ભાન છૂપાવી શકાય તેવું નથી. પૂર્વપક્ષ – કેટલાક વાદીઓ કહે છે કે-“આ ચાંદી છે.” આ સ્થળમાં કોઈ પદાર્થ વિષયપણાએ ભાસિત થતો નથી, કેમ કે-રજતની સત્તાના ભાનમાં અભ્રાન્તપણાનો પ્રસંગ છે. “આ ચાંદી છે' આવા જ્ઞાનની વિધિમુખપણાએ પ્રવૃત્તિ હોવાથી રજતાભાવ વિષય નથી અને તેનું આકારરહિતપણું જ હોઈ શુક્તિકા વિષય પણ નથી, અથવા રજતના આકારપણાએ શુક્તિ વિષય નથી, કેમ કે-અન્યનું અન્ય આકારે ગ્રહણ થઈ શકતું નથી. તેથી આ ચાલુ પ્રત્યય અખ્યાતિરૂપ જ છે. ઇતિ. ઉત્તરપક્ષ – ભ્રમ આત્મકજ્ઞાન વિષય વગરનું છે. જો એમ માનવામાં આવે, તો ભ્રાન્તિ અને સુષુપ્ત અવસ્થામાં અભેદનો પ્રસંગ આવશે. ખરેખર, અર્થનું ભાન અને અભાનથી તે ભ્રાન્તિ અને સુષુપ્ત અવસ્થામાં વિશેષથી ભેદ કહેવો. તો અર્થભાનરૂપી ભેદ જ તારાવડે સ્વીકારાતો નથી. માટે તે જ્ઞાનના નિર્વિષયપણામાં અખાતિરૂપપણાનો પણ અસંભવ છે. તેથી સ્વરૂપથી કે પરરૂપથી કોઈના પણ અપ્રતિભાસમાં “રજતજ્ઞાન' એવા વ્યાપદેશનો અસંભવ છે. (જ્ઞાનથી ભિન્ન બાહ્ય પદાર્થની અનુપપત્તિમાં, તે જ્ઞાનના અંશમાં સહુખ્યાતિ જ થાય ! માટે જ્ઞાનવાદીએ સ્વીકારેલ અસખ્યાતિ જ ભ્રમસ્થળમાં થાય ! પરંતુ “અખ્યાતિ તો નહિ જ ! આ પ્રમાણે સ્વસિદ્ધાન્તનો ભંગ પણ થાય! એમ પણ જાણવું.). પૂર્વપક્ષ – માધ્યમિક અપર પર્યાયવાળા શૂન્યવાદી બૌદ્ધો તો તે અખ્યાતિને અસત્ ખાતિરૂપે કહે છે. (અસત્ એવા રજત આદિની ખ્યાતિ એટલે પ્રતીતિ તે અસખ્યાતિ કહેવાય છે. તે આ પ્રમાણેઃ-શુક્તિમાં આ ચાંદી છે.' આ પ્રતિભાસમાન વસ્તુ જ્ઞાનરૂપ થવાને યોગ્ય નથી, કેમ કે-હું રજત છું' આવું અંતર્મુખપણાએ પ્રતિભાસમાન થતું અર્થરૂપ પણ નથી, કેમ કે-રજતથી સાધ્ય અર્થક્રિયાનો અભાવ છે. તેથી અસદ્દરૂપે જ રજત ત્યાં પ્રતિભાસે છે, માટે અસખ્યાતિ છે.) તે આ પ્રમાણે-“આ ચાંદી છે' એમ પ્રતીતિવિષયરૂપ વસ્તુ જ્ઞાનરૂપ હોય કે અર્થરૂપ હોય છે. (૧) જ્ઞાનરૂપ વસ્તુ પ્રતીયમાનરૂપ પહેલો પક્ષ નથી, કેમ કે-“હું રજત છું” આવી અહંપણાના સામાનાધિકરણ્યરૂપે પ્રતીતિ થતી નતી, કેમ કે-જ્ઞાન અંતર્મુખ આકારવાળું છે. (૨) અર્થરૂપે પ્રતીયમાન વસ્તુરૂપ બીજો પક્ષ નથી, કેમ કે તે રજતસાધ્ય અથક્રિયાનો અભાવ છે અને અસત્યજ્ઞાનની વિષયભૂત વસ્તુમાં અર્થતા બાવકજ્ઞાનથી બાધના વિષયવાળી છે. તેથી અસત્ જ તે રજત તે જ્ઞાનમાં પ્રતિભાસિત છે, માટે અસખ્યાતિ બરાબર છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy