SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ३, सप्तमः किरणे ३३९ ત્યારે આ જ્ઞાન પ્રમાણભૂત છે કે નથી ? આવો પ્રામાણ્યનો સંશય થઈ શકે જ નહિ. જેમ કે-જ્ઞાનત્વમાં સંશયનો અભાવ. વળી નિશ્ચિત પણ પ્રામાણ્યમાં પ્રમાણ-અપ્રમાણ સાધારણ, જ્ઞાનત્વરૂપ ધર્મના દર્શનથી અને વિશેષના અદર્શનથી સંશય થાય છે.' એમ પણ ન કહેવું, કેમ કે-સાધક-બાધક પ્રમાણના તિરસ્કારપૂર્વક સાધારણ ધર્મનું દર્શન સંશય પ્રત્યે અકારણ છે. અન્યથા, સંશયના અનુચ્છેદનો પ્રસંગ થઈ જાય ! વળી પ્રકૃતિમાં પ્રામાણ્યસાધક-અપ્રામાણ્યબાધક પ્રામાણ્યજ્ઞપ્તિરૂપની સત્તા હોઈ, તેથી સંશયના અનુરોધથી ત્યાં સ્વતો ગ્રાહ્ય પ્રામાણ્ય નથી.] અભ્યાસ અને અનભ્યાસ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમરૂપ વિશેષરૂપ પ્રયોજકથી પ્રયોજ્ય (જન્ય) હોઈ, જ્ઞાનગત જાતિવિશેષ જ સમજવાના છે. તે અભ્યાસ અને અનભ્યાસમાં વિષયગતપણું તો ઉપચારથી સમજવાનું છે, કેમ કે-આત્મા પરિણામી હોઈ અભ્યાસસ્વભાવી અને અનભ્યાસસ્વભાવી છે. તેથી આ નિરૂપણથી સર્વથા ક્ષણિક કે નિત્ય આત્મામાં અભ્યાસ-અભ્યાસસ્વભાવપણું કેવી રીતે? આવી શંકાનું ખંડન થઈ જાય છે, કેમ કે-દ્રવ્યત્વ પરિણામીત્વ વ્યાપ્ય છે, પરિણામિત્વ વ્યાપક છે અને દ્રવ્યત્વ વ્યાપ્ય છે. જે જે પરિણામી છે, તે તે દ્રવ્ય છે. વળી પ્રામાણ્યગ્રાહક, સ્વ(પ્રામાણ્ય)ના આશ્રયજ્ઞાનથી ભિન્ન સંવાદકજ્ઞાન છે, કારણ કે-ગુણજ્ઞાન અને બાધકાભાવજ્ઞાન સંવાદકજ્ઞાનની અપેક્ષાવાળું છે અર્થાત્ સંવાદકજ્ઞાનરૂપ છે. ૦ કારણગુણો સંવાદકજ્ઞાન સિવાય જાણી શકાતાં નથી. સંવાદ(સંવાદજ્ઞાન એટલે જેવો અર્થ પૂર્વવિજ્ઞાનમાં જામ્યો હતો, તે તેવો જ છે, આમ જે વિજ્ઞાનથી વ્યવસ્થાપિત કરાય છે. આ પક્ષમાં કારણગુણજ્ઞાન અને બાંધકાભાવજ્ઞાન સંવાદજ્ઞાનપણાએ પ્રામાણ્ય નિશ્ચાયક છે, એમ માનવામાં કોઈ ક્ષતિ નથી.)ના જ્ઞાનથી કારણગુણ પરિજ્ઞાનના સ્વીકારમાં તે સંવાદજ્ઞાનથી પ્રામાણ્યનો નિશ્ચય પણ સિદ્ધ હોઈ કારણગુણની પરિકલ્પના નિરર્થક છે. શંકા – એક કાળમાં સંવાદના જ્ઞાનથી કારણગુણોનો નિશ્ચય કરીને, બીજા કાળમાં તે કારણગુણોના નિશ્ચયથી જ તે કારણગુણજન્ય જ્ઞાનનો નિશ્ચય થાય છે. ત્યાં ફરીથી સંવાદની અપેક્ષા નથી જ ને? સમાધાન – અતીન્દ્રિય ચક્ષુ આદિમાં કાલાન્તરમાં પણ સંવાદકજ્ઞાન સિવાય ગુણોની અનુવૃત્તિનો નિશ્ચય કરી શકાતો નથી શંકા – સંવાદજ્ઞાનથી પ્રામાણ્યના સ્વીકારમાં એક સંવાદપ્રત્યયના પણ બીજા સંવાદપ્રત્યયથી પ્રામાણ્યના સ્વીકારથી અનવસ્થા ઊભી જ છે ને? સમાધાન – સંવાદપ્રત્યયનું સંવાદરૂપપણું હોઈ, અપરસંવાદની અપેક્ષાનો અભાવ હોવાથી અનવસ્થાનું અવતરણ નથી. શંકા – પ્રથમ સંવાદપ્રત્યયને પણ સંવાદની અપેક્ષા ન હો! પરંતુ બીજાને તો અપેક્ષા ખરી ને? - સમાધાન - સંવાદજનકતાને જ પ્રામાણ્ય તરીકે માનવામાં આવે છે, કેમ કે-સંવાદજનકતાના અભાવમાં પ્રામાણ્યનો અસંભવ છે. અર્થક્રિયાજ્ઞાનરૂપ સંવાદજ્ઞાનનો સાક્ષાત્ અવિસંવાદી છે, કેમ કે-તે અર્થક્રિયાના આલંબનવાનું છે. તે અર્થક્રિયાજ્ઞાનરૂપ સંવાદજ્ઞાનનું સ્વવિષયસંવેદન જે પ્રામાણ્ય છે અને તે સ્વતઃ સિદ્ધ છે, માટે અન્યની અપેક્ષા નથી.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy