SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ तत्त्वन्यायविभाकरे સત' પદથી શતૃશાન ચુની પ્રતીતિ થાય છે, તેમ વિધિનિષેધ ઉભય સંકેતિત એક પદથી તે વિધિનિષેધની પ્રતીતિ કેમ ન થાય? સમાધાન – ત્યાં સંકેતિતપદમાં બેનો બોધ ક્રમથી ઉત્પન્ન થાય છે, કેમ કે-વાચ્યવાચકના ભેદથી વાચકતારૂપ શક્તિનો પણ ભેદ છે. જો કે તઉભય સંકેતિત “સતુપદ છે, તો પણ તે પદથી તે બન્નેનો બોધ ક્રમથી જ છે પરંતુ એકસાથે નથી.) તેવી રીતે વિધિનિષેધ ઉભયમાં સંકેતિત એકપદવિશેષથી પણ ક્રમિક તદ્ ઉભયનો બોધ જ થાય. એવી જ રીતે વિધિનિષેધ અન્યતરત્વ રૂપથી તદ્ ઉભય સંકેતિતપદથી એકીસાથે તદુભયનો બોધ નથી, કેમ કે-પ્રત્યેક અસાધારણ અસ્તિત્વ-નાસ્તિત્વ આદિ રૂપથી યુગપત પ્રધાનતાથી વિધિનિષેધ વિવલિત છે. (અહીં સમાસનું વચન પ્રધાનતાથી યુગપત્ તદુભયનું પ્રતિપાદક સંભવતું નથી. સમાસોમાં બહુદ્વીતિમાં અન્ય પદાર્થની પ્રધાનતા છે. અહીં તો ઉભયની પ્રધાનતા વિવક્ષા છે. અવ્યવીભાવ તો આવા અર્થમાં પ્રવર્તતો નથી. કંઠ તો દ્રવ્યવૃત્તિ હોઈ અહીં ઉપયોગી નથી. કદાચ ગુણવૃત્તિ પણ દ્રવ્યાશ્રિત ગુણપ્રતિપાદક હોઈ પ્રધાનતાથી ગુણપ્રતિપાદનમાં નિપુણ નથી. ઉત્તર પદાર્થપ્રધાન તપુરુષનો પણ અહીં અવકાશ નથી. સંખ્યાવાચી પૂર્વપદવાળા હિંગુ તો આ અર્થવિષય જ નથી. કર્મધારય પણ ગુણાધાર વ્યવિષયવાળો અહીં આક્રમણ કરી શકતો નથી. બીજો સમાસ તો નથી જ. વૃત્તિથી અમિશ્રિત અર્થવાળા કોઈ પણ વાક્યનું તથાભૂત બે ધર્મનું પ્રતિપાદકપણું નથી.) અનેક અર્થવાળા શબ્દના સ્થળની માફક વાચ્યના ભેદમાં શબ્દભેદની માન્યતા છે. વળી ઉપચારથી એકતાનું અભિમાન છે. ૦ સેના વગેરે શબ્દો પણ હાથી-ઘોડા-પાયદળની પ્રત્યાસત્તિવિશેષરૂપ એક અર્થના બોધક છે. આ પ્રમાણે જ યૂથ-પંક્તિ-માલા આદિ શબ્દો પણ સમજવા. શંકા – ‘વૃક્ષૌ આ પદ બે વૃક્ષનું અને “વૃક્ષા’ આ પદ ઘણા વૃક્ષોનું બોધક કેવી રીતે? સમાધાન - કંઠસમાસના અપવાદભૂત એક શેષસમાસના સ્વીકાર કરનારના મતથી “વૃક્ષશ્વ વૃક્ષશ્ચ વૃક્ષૌ' આવા બે વૃક્ષપદથી બે વૃક્ષનો અને વૃક્ષશ્વ વૃક્ષશ્વ વૃક્ષશ્ન વૃક્ષાઃ આવા ઘણા વૃક્ષપદથી ઘણા વૃક્ષોનો બોધ થાય છે, પરંતુ એકવાર એક પદથી નહિ. (‘કુરિતઃ ચન્દ્રઃ સર્વેવ પ્રધાનતયા ગઈ નોધતિ' આવા નિયમથી એક વાર બોલાયેલો શબ્દ એકવાર પ્રધાનતાથી એક અર્થને જણાવે છે.) અવશિષ્ટ લુપ્ત શબ્દોનું સદેશપણું હોવાથી અને અર્થનું સદશપણું હોવાથી, એકત્વના ઉપચારથી એક શબ્દના પ્રયોગની ઉપપત્તિ છે. અહીં એક શેષસમાસને નહીં સ્વીકારનારના મતે તો, દ્વિવચન-બહુવચન અંતવાળો વૃક્ષ શબ્દ, સ્વભાવથી જ પોતાના વાચ્ય અર્થને એટલે કે-દ્ધિત્વવિશિષ્ટ-બહત્વવિશિષ્ટ અર્થને કહે છે. કેમ કેતથાસામર્થ્ય છે. અન્યથા, જો તથાસામર્થ્ય ન માનવામાં આવે, તો શબ્દના વ્યવહારની ઉપપત્તિનો અભાવ છે. ૦ અનેક નયમય, અમારા જૈનમતમાં તો “વૃક્ષૌ બે “વૃક્ષો-“વૃક્ષા' ઘણા વૃક્ષો આવા વિભક્તિ અંતવાળા પદથી, પ્રત્યયવાળી પ્રકૃતિથી વૃક્ષત્વ-વૃક્ષત્વાશ્રય-લિંગસંખ્યા આદિ વિષયવાળી ક્રમિક
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy