SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २६, षष्ठ किरणे २९५ वाच्यमेव सर्वं वस्तु, युगपत्प्रधानभूतसत्त्वासत्त्वोभयधर्मावच्छिन्नत्वेनावाच्यत्वमित्याशयेन सत्त्वादिरूपेण वक्तव्य एव सन्नित्युक्तम् ॥ હવે ચોથા વાક્યનો અર્થ કરે છે. ચોથા ભંગનો વાક્યર્થ ભાવાર્થ – “સ્યાદ્ અવક્તવ્ય એવ ઘટઃ આવું ચોથું વાક્ય, એકીસાથે સ્વ-પરરૂપ આદિની અપેક્ષામાં, વસ્તુ, કોઈ પણ શબ્દથી વાચ્ય નથી, એવો બોધ કરે છે. તથાચ તાદશ ઘટ, સત્ત્વાદિ રૂપથી વક્તવ્ય જ હોતો, એકીસાથે પ્રધાનભૂત સત્ત્વ-અસત્ત્વ ઉભય રૂપથી પ્રતિયોગિનો અસમાનાધિકરણ, ઘટતસમાનાધિકરણ અભાવના અપ્રતિયોગિ અવક્તવ્યત્વવાળો છે, એવો શાબ્દબોધ છે.” વિવેચન – આ ચોથો ભંગ નિરંશદ્રવ્યના વિષયવાળો છે. પ્રધાનતાથી કે ગુણભાવથી સત્ત્વ-અસત્ત્વ ધર્મના એકીસાથેના પ્રતિપાદનમાં કોઈ પણ વચનની શક્તિનો અભાવ હોવાથી ઘટ વગેરે વસ્તુ તે સત્ત્વઅસત્ત્વથી અવક્તવ્ય થાય છે. એવા આશયથી કહે છે કે-“યુગપદ્ઈતિ. યુગપતું એટલે એક કાળમાં એક પદથી ઉભયનો બોધ થાઓ ! આવી ઇચ્છાના વિષયરૂપે, એવો અર્થ છે. ૦ “સ્વપરરૂપાદીનાં આ પદથી સ્વરૂપ આદિથી અવચ્છિન્ન સત્ત્વ અને પરરૂપ આદિથી અવચ્છિન્ન અસત્ત્વ વિવક્ષિત છે. સમુદિતન્યાયથી સ્વરૂપ-પરરૂપ આદિની સત્ત્વ-અસત્ત્વનિષ્ઠ વિષયતાના અવચ્છેદકપણાએ વિવક્ષામાં કે અપેક્ષામાં, એવો અર્થ છે. અહીં આદિપદથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળોનું ગ્રહણ છે. ૦ “ન કે નાપિ શબ્દન વાચ્યમ્' કોઈ પણ પદ, સમાસવાળું પદ કે વાક્ય તથાવિધ વાચ્યવાચકના ભાવથી અવિષય છે. ઇતિ. ૦ ખરેખર, એક પદ, એક શક્તિથી એક જ અર્થને જણાવે છે, કેમ કે-શબ્દની શક્તિનો સ્વભાવ છે. સ એવા પદમાં અસહ્નો વિષય નથી. “અસ’ એવા પદમાં સનો વિષય નથી. અન્યથા, એક પદ, એક શક્તિથી એક જ અર્થનું બોધક છે. એમ જો ન માનવામાં આવે, તો તે સદ્ કે અસત બેમાંથી કોઈ એક પ્રયોગના સંશયનો પ્રસંગ આવશે ! ૦ અનેક અર્થના વિષયવાળું પણ ગો આદિ પદ વસ્તુતઃ અનેક છે. ખરેખર, સાદૃશ્યના ઉપચારથી જ તે ગો આદિ પદનો એકપણાએ વ્યવહાર છે. અન્યથા, એમ જો ન માનવામાં આવે, તો સર્વ, એક શબ્દથી વાચ્ય બની જાય ! પ્રત્યેક અર્થને માટે પણ પ્રયુક્ત અનેક શબ્દના પ્રયોગની નિષ્ફળતાનો પ્રસંગ આવશે ! તથાચ જેમ શબ્દના ભેદથી અર્થનો ભેદ ધ્રુવ છે, તેમ અર્થના ભેદથી પણ શબ્દભેદ સિદ્ધ જ છે. અન્યથા, એમ જો ન માનો, તો વાચ્યવાચકના નિયમનો વ્યવહાર વિલીન થઈ જાય ! આ પ્રમાણે એક પણ વાક્ય એકીસાથે અનેક અર્થના વિષયવાળું નથી એમ જાણો! શંકા – શાબ્દબોધ સંકેતને આધીન હોવાથી, કોઈ એક શબ્દમાં સદ્ અસત્ત્વનો સંકેત કરવાથી, જેમ વ્યાકરણમાં “શતૃશાનચૌ સત્' એવા સંજ્ઞાશબ્દથી સંકેતના બળથી અર્થાત્ શતૃશાન ચૂ પ્રત્યયોમાં સંકેતિત
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy