SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ . ' - 1 9 . २८६ तत्त्वन्यायविभाकरे । સમાધાન – દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અભેદની પ્રધાનતાથી, અહીં પ્રધાનતા શબ્દથી વિવક્ષિત હોઈ શબ્દને આધીન સમજવાની છે. અથવા અભેદ ઉપચારથી અર્થાતુ પયયનયની પ્રધાનતામાં મુખ્યત્વે અભેદનો અસંભવ હોઈ, અભેદના ઉપચારથી-શબ્દથી નહીં ગ્રહણ કરેલની અર્થથી ગમ્યમાનતાની અપેક્ષાએ ઉપચારથી ગૌણતાથી, એમ સમજવું. સ્યાદ્ ઇત્યાદિ પદોના દ્યોતકત્વવાચકપણામાં અનેકાન્તપણું હોઈ, અનંતધર્માત્મક પદાર્થનું દ્યોતક કે વાચક એમ નહીં કહીને, “સ્યાત્ શબ્દ અનંતધર્મવાળાને કહે છે'-એમ કહેલું છે. અસ્તિત્વ ધર્મવન્ત અહીં અસુ ધાતુનો અર્થ સત્ત્વપર્યવસિત અસ્તિત્વ છે. આખ્યાત ક્રિયાપદનો અર્થ આશ્રયત્વ અર્થ છે. આમ માનીને ઘાતકપણાએ અસ્તિત્વધર્મવાળાને કહે છે. અહીં દ્યોતકપણું એટલા માટે કહ્યું છે કે-“વાક્યના અર્થમાં પદ માત્રનું ઘાતકપણું છે' એવો નિયમ છે. ૦ “અસ્તિત્વ' સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિવક્ષિત છે. “સતું' એવું પદ નહીં કહીને, અસ્તિત્વપદનું ઉપાદાન વિવક્ષિત સ્વરૂપથી અવચ્છિન્ન સત્ત્વ આદિની અપેક્ષા માટે છે અને નૈયાયિક આદિ મતથી સિદ્ધસામાન્યરૂપ સત્ત્વ છે. જે લોકમાં અપ્રતીત છે, તેની અવિવક્ષાના સૂચન માટે છે. ૦ તથાચ સ્વદ્રવ્ય આદિ રૂપ સ્વરૂપથી અવચ્છિન્ન સત્ત્વની પ્રતીતિ હોવાથી સર્વથા નિરવચ્છિન્ન નિરપેક્ષ) સત્ત્વ અપ્રમાણિક જ છે. આ પણ સત્ત્વ અર્પિત (સ્વરૂપની અપેક્ષાએ અપેક્ષિત) અને અનતિ(પરરૂપની અપેક્ષાએ અનપેક્ષિત)ની દષ્ટિથી સાવચ્છિન્ન-નિરવચ્છિન્ન પણ હોય છે, એમ સમજવું. ૦ એવકાર, અયોગવ્યવચ્છેદને કહે છે. અહીં (૧) અયોગવ્યવચ્છેદબોધક, (૨) અન્ય યોગવ્યવચ્છેદબોધક અને (૩) અત્યંત અયોગવ્યવચ્છેદબોધક-એમ ત્રણ પ્રકારનો એવકાર છે. (૧) વિશેષણસંગત એવકાર અયોગવ્યવચ્છેદબોધક છે. જેમ કે “શંખ પાંડુર જ છે.” વિશેષ્યમાં વિશેષણનો જે અયોગ-સંબંધનો અભાવ, તેનો જે વ્યવચ્છેદ, તે અયોગવ્યવચ્છેદ કહેવાય છે. અર્થાત્ ઉદેશ્યતાવચ્છેદકસમાનાધિકરણાભાવાપ્રતિયોગિતં-“શંખ પાંડુર જ છે.' અહીં વાક્યમાં ઉદ્દેશ્ય (વિશેષ્ય) શંખ છે, વિધેય (વિશેષણ) પાંડુરત્વ છે. તથાચ ઉદ્દેશ્યતાવચ્છેદક જે શંખત્વ છે, તે શંખત્વવાળા શંખમાં વૃત્તિ જે અભાવ-ઘટ આદિનો અભાવ કે પીતત્વ આદિનો અભાવ જ, પરંતુ પાંડુરતનો અભાવ નહીં; કેમ કે-પાંડુરતની અહીં વિદ્યમાનતા છે. તથાચ તે અભાવનું પ્રતિયોગિત્વ પીતત્વ આદિમાં છે અને અપ્રતિયોગિત પાંડુરતમાં વર્તે છે માટે જ “શંખતસમાનાધિકરણાભાવ પ્રતિયોગિપાંડુરત્વવાળો' આ શંખ છે, આવો એવકારથી બોધ થાય છે.. (૨) વિશેષ્યસંગત એવકારથી અન્યયોગવ્યવચ્છેદનો બોધ થાય છે. જેમ કે-“પાર્થ જ ધનુર્ધર છે' ઇત્યાદિ. અહીં અન્યમાં એટલે વિશેષ્યથી ભિન્નમાં જે આ યોગ એટલે વિશેષણનો સંબંધ, તેનો વ્યવચ્છેદ, અર્થાત્ ‘ઉદ્દેશ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિકભેદસમાનાધિકરણાભાવપ્રતિયોગિત્વપાર્થવાવચ્છિન્નપ્રતિયોગિક ભેદ.” (પાર્થોન એવો ભેદ) વિશેષ્યભિન્ન પાર્થભિન્ન બીજા પુરુષમાં ધનુર્ધરપણાનો અભાવ છે. તેથી
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy