SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २३, षष्ठ किरणे २८५ શબ્દ અસ્તિત્વ ધર્મવાળાને કહે છે: “એવકાર અયોગ વ્યવચ્છેદને કહે છે. તથાચ અભેદ પ્રધાનતાથી કે અભેદ ઉપચારથી સામાન્યત: અનંતધર્માત્મક ઘટ, પ્રતિયોગિ અસમાનાધિકરણ ઘટવ સમાનાધિકરણ અત્યંતાભાવના અપ્રતિયોગિ સ્વદ્રવ્ય આદિથી અવચ્છિન્ન અસ્તિત્વવાન, એવો બોધ થાય છે.” વિવેચન – તથાબોધક શબ્દનો અભાવ હોવાથી “ઇતર ધર્મના અપ્રતિષેધ મુખથી' એમ કહેલ છે. ૦ મુખ્યતયા અસ્તિત્વ વિધિરૂપ છે, એમ વિધિવિષયક કથનથી સમજવાનું છે, જેથી અહીં નાસ્તિત્વના બોધમાં પણ ક્ષતિ નથી. શંકા – અહીં નાસ્તિત્વનો બોધ કેવી રીતે? સમાધાન – અસ્તિત્વનો પ્રતિષધયોગ્ય નાસ્તિત્વની સાથે અવિનાભાવ છે. પ્રયોગ આ પ્રમાણે છે – “અસ્તિત્વ-નાસ્તિત્વની સાથે એકધર્મીમાં અવિનાભાવી છે, કેમ કે-અસ્તિત્વ-નાસ્તિત્વ ઉભય ઘટિત ધર્મનું વિશેષણ છે. જે જે સ્વ-સ્વ ઇતર-જે ઉભય ઘટિત જે ધર્માવિશેષણ છે, તે ત્યાં તેની સાથે અવિનાભાવી છે. જેમ કે-અન્વયવ્યતિરેક બે વ્યાપ્તિથી ઘટિત વ્યાપ્યવિશેષણભૂત અન્વયવ્યાપ્તિ વ્યતિરેકવ્યાપ્તિની અવિનાભાવિની છે. (એક કાળમાં તે બન્ને અસ્તિત્વ-નાસ્તિત્વમાં અવિનાભાવસિદ્ધ હોઈ સિદ્ધસાધનના વારણ માટે “એકધર્મીમાં એમ કહેલ છે. વિશેષણત્વના માત્ર કથનમાં “નીલોત્પલ ઇત્યાદિમાં વિશેષણભૂત નીલમાં, અને “ચેતનો જીવ' ઇત્યાદિમાં વિશેષણભૂત ચૈતન્યમાં લોકદષ્ટિથી અનીલના અવિનાભાવનું અને અચૈતન્ય અવિનાભાવનું અસત્ત્વ હોવાથી, અથવા પરરૂપથી અવિનાભાવ સાધ્યસમ હોવાથી, “અસ્તિત્વનાસ્તિત્વોભય ઘટિત ધર્મી' એવું પદ કહેલ છે. ત્યાં સામાન્યમુખી વ્યાપ્તિને દર્શાવે છે કે-“યદ્ ઇતિ. વળી આ પ્રમાણે સાધમ્યનો વૈધર્મ્સની સાથે અવિનાભાવ હોઈ આ નયમાં કેવલાન્વયી નથી, અત્ર અસિદ્ધહેતુપક્ષાવૃત્તિ હેતુ-અસિદ્ધહેતુ, જે હેતુ સિદ્ધ કરવાનો હોવાથી, સાધ્ય સાથે જો તેનો કોઈ અવિશેષ હોય નહિ, તો તે સાધ્યસમ કહેવાય છે. દ્રવ્ય, છાયા છે. ગતિમતુ હોવાથી અહીં ગતિમત્વહેતુ છે, પણ છાયા ગતિમતી છે કે નહિ, તે તો સિદ્ધ કરવાનું છે. માટે જે હેતુ પોતે અસિદ્ધ હોય અને તેથી સાધ્ય જેવો હોય, તે સાધ્યમ હેત્વાભાસ કહેવાય છે. “સાધ્યાવિશિષ્ટઃ સાધ્યતાત્ સાધ્યસમ ગૌ. સૂ. ૧-૨-૮. અન્વય માત્ર વ્યાપ્તિ કે કેવલાન્વયિ' આ વાક્યમાં “સાત્ શબ્દ સામાન્યથી અનંતધર્મવંતને કહે છે. અહીં “સામાન્યથી એમ કહેવાથી, અનંત ધર્માન્તર્ગત હોઈ અસ્તિત્વનો પણ બોધ હોવાથી, તે અસ્તિત્વબોધક અસ્તિપદ નિરર્થક છે ને ? આવી શંકા નિરસ્ત થાય છે, કેમ કે-તે પ્રકારે સામાન્યથી તે અસ્તિત્વનો બોધ છતાં વ્યક્તિરૂપથી તે જણાવવા માટે વિશેષપદની આવશ્યકતા છે. જેમ સઘળા વૃક્ષોનો વૃક્ષત્વથી બોધ છતાં, વિશેષવૃક્ષના બોધ માટે પનસ આદિ વૃક્ષવિશેષનો પદપ્રયોગ આવશ્યક છે, તેમ અહીં પણ સમજવું. શંકા - કેવી રીતે અનંતધર્મોનો એક શબ્દથી બોધ ?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy