SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ तत्त्वन्यायविभाकरे સપ્તભંગીનું સ્વરૂપ તે આ શબ્દ, પ્રમાણ અને નયરૂપે બે પ્રકારનો છે. (૧) જેથી સંપૂર્ણપણાએ તત્ત્વાર્થનો અધિગમ છે. તે પ્રમાણરૂપ શબ્દ, જેમ અંદર અને બહાર, પદાર્થસમૂહ સ્વરૂપને ધારણ કરે છે, તેમ તેને પ્રકાશિત કરવા માટે સપ્તભંગીને સારી રીતે અનુગત જ શબ્દ સમર્થ થાય છે. તે જ પ્રમાણરૂપ છે, કેમ કે-તથૈવ પરિપૂર્ણ અર્થપ્રાપકપણારૂપ લક્ષણવાળા તાત્વિક પ્રામાણ્યનો નિર્વાહ છે. દેશથી તત્ત્વાર્થનો અધિગમક શબ્દ નયરૂપ છે, કેમ કે-પરિપૂર્ણ વસ્તુના એકદેશનો પ્રાપક છે. આ નયનું સ્વરૂપ આગળ કહેવાશે. ભાવાર્થ – “અનેકાન્ત આત્મક પદાર્થમાં વિધિમુખથી અને નિષેધમુખથી પ્રવર્તમાન આ શબ્દ, સપ્તભંગીને જ્યારે અનુસરે છે, ત્યારે જ આ શબ્દનું પૂર્ણ અર્થપ્રકાશકપણું હોઈ પ્રમાણપણું છે. “ઘડો છે' ઇત્યાદિ લૌકિક વાક્યોમાં અર્થબોધજનક માત્રથી લોકની અપેક્ષાએ પ્રમાણપણું છતાં વાસ્તવિક પ્રમાણપણું નથી, કેમ કે-પૂર્ણ અર્થનું અપ્રકાશપણું છે; કેમ કે-સપ્તભંગીના અનુગામનો અભાવ છે.” વિવેચન – અનેકાન્ત આત્મક= તુ જ છે, અસતુ જ છે, નિત્ય જ છે, અનિત્ય જ છે. ઇત્યાદિ સકળ એકાન્ત પક્ષથી વિલક્ષણભૂત જાત્યંતરરૂપ સદ્ અસત્ત્વ, નિત્યાનિત્યત્વ આદિ નાના ધર્મથી અન્વિત પદાર્થમાં સપ્તભંગીનો વિગ્રહ સાત પ્રકારોનો સમુદાય તે સપ્તભંગી. શંકા – “ઘડો છે' ઇત્યાદિ વાક્યોનું સપ્તભંગીના સંસ્પર્શથી શૂન્યપણું છતાં, જો શાબ્દબોધ જનકપણું હોઈ પ્રમાણપણું છે, તો સપ્તભંગી સમનુગત વાક્યોનું જ પ્રમાણપણું કેવી રીતે? સમાધાન – “ઘડો છે' એ વાક્યમાં કિંચિત્ અર્થપ્રાપકપણું છે, પણ માત્રપદથી પરિપૂર્ણ અર્થપ્રકાશકપણાનો અભાવ સૂચિત કરાય છે. ૦ લોકની અપેક્ષાએ પ્રામાણ્યપણું છે, એટલે “તદ્ઘતિ ત...કારકો-“અનુભવો યથાર્થ જે વસ્તુ વાસ્તવમાં જે પ્રકારથી છે, તેને તે પ્રકારથી સમજવી, તે જ યથાર્થ અનુભવ કહેવાય છે. જેમ કે-ચાંદીમાં રજતત્વવિશેષણક અને રજતવિશેષ્યકજ્ઞાન અર્થાત્ ચાંદીને ચાંદી અને સોનાને સોનારૂપે જાણવું. આનું બીજું નામ પ્રમાણ છે. ઉપરોક્ત સ્વરૂપવાળું પ્રમાણપણું છતાં વાસ્તવિક પ્રમાણપણું નથી. કેમ કેસપ્તભંગીના સમનગમનો અભાવ હોઈ પૂર્ણ અર્થના પ્રકાશકપણાનો અભાવ છે. का नाम सप्तभङ्गीत्यत्राह - तत्र प्रश्नानुगुणमेकर्मिविशेष्यकाविरुद्धविधिनिषेधात्मक धर्मप्रकारकबोधजनकसप्तवाक्यपर्याप्तसमुदायत्वं सप्तभङ्गीत्वम् ॥ १० ॥ तत्रेति । प्रच्छकप्रश्नज्ञानप्रयोज्यत्वे सत्येकवस्तुविशेष्यकाविरुद्धविधिप्रतिषेधात्मक धर्मप्रकारकबोधजनकसप्तवाक्यपर्याप्तसमुदायत्वं लक्षणार्थः । वक्ष्यमाणवाक्यसप्तके लक्षणमिदमऽव्याहतम् । वक्ता हि प्रच्छकप्रश्नज्ञानेन विवक्षति ततश्च वाक्यं प्रयुनक्ति,
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy