SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ तत्त्वन्यायविभाकरे વૈશેષિકોદ્વારા રજૂ કરેલ સ્પર્શશૂન્ય આશ્રય_હેતુ શબ્દમાં નહીં રહેવાથી અસિદ્ધ છે. (૨) બીજો હેતુ ગંધદ્રવ્યની સાથે વ્યભિચારી હોવાથી અનૈકાન્તિક છે. ખૂબ ખૂબ સારી રીતે બંધ કરેલા દ્વારવાળા ઓરડામાં વટાતા કસ્તુરી આદિ ગંધદ્રવ્યોનાં પ્રવેશ નિર્ગમન થાય છે. તેથી ગંધ જેમ પૌગલિક છે, તેમ શબ્દ પણ અત્યંત સઘનપ્રદેશમાં પ્રવેશ-નિર્ગમન કરી શકતો હોવાથી પૌગલિક છે. જો કહેશો કે તેમાં સૂક્ષ્મ છિદ્રનો સંભવ હોવાથી તેનું અત્યંત સઘનપણું નથી, માટે તેવા પ્રકારનાં ઓરડા આદિમાં ગંધદ્રવ્યનો પ્રવેશ-નિર્ગમન થાય છે, પરંતુ સર્વથા છિદ્રરહિત પ્રદેશમાં ગંધનો પ્રવેશ-નિર્ગમન થઈ શકતો નથી. આમ કહેવું પણ ઠીક નથી, કેમ કે-જેવી રીતે ગંધદ્રવ્યનો પ્રવેશ-નિર્ગમન થાય છે અને રોકાય છે, તેવી રીતે શબ્દનો પણ પ્રવેશ-નિર્ગમન થાય અને રોકાય છે; માટે તે બંનેનું તુલ્યપણું હોવાથી ઉક્ત હેતુ વ્યભિચારી છે. (૩) ત્રીજો પણ હેતુ વિજળી અને ઉલ્કાપાત આદિની સાથે વ્યભિચારી હોવાથી અનૈકાત્તિક છે જેમ વિજળી આદિના પૂર્વ અને પશ્ચિાત્ અવયવો જોવામાં નહીં આવવા છતાં પણ તે પૌદ્ગલિક છે, તેમ શબ્દના પણ પૂર્વાપર અવયવો જોવામાં નહીં આવવા છતાં પણ તે પૌલિક છે. (૪) ચોથો હેતુ ગંધદ્રવ્યની સાથે વ્યભિચારી હોવાથી અસિદ્ધ છે. જેમ ગંધદ્રવ્યવિશેષ-સૂક્ષ્મરજ-ધૂમ આદિ દ્રવ્યો, નાસિકામાં પ્રવેશ કરતાં નાસિકાના વિવરદેશમાં ઉત્પન્ન શ્મશ્ન આદિ દ્રવ્યાન્તરના પ્રેરક નહીં હોવા છતાં પણ તે ગંધ આદિ દ્રવ્યો જેમ પૌદ્ગલિક છે, તેમ શબ્દ પણ દ્રવ્યાન્તરનો પ્રેરક નહીં હોવા છતાં પણ પૌદ્ગલિક છે. (૫) વળી પાંચમો હેતુ પણ અસિદ્ધ છે. તે આ પ્રમાણે-શબ્દ આકાશનો ગુણ નથી, કેમ કે-રૂપ આદિની જેમ ઇન્દ્રિયોદ્વારા પ્રત્યક્ષ છે. આ રીતે શબ્દનું પૌદ્ગલિકપણું સિદ્ધ છે. શંકા – પોતાના અર્થની પ્રતીતિ કરાવવાની શક્તિવાળો જ શબ્દ વિવક્ષિત છે, તેવું શબ્દત વર્ણમાં નથી માટે નિરર્થક છે જ ને? સમાધાન - ઘટ આદિ સમુદાયવર્તી વર્ષો પ્રત્યેક અર્થવાળા છે. ખરેખર, તેના વ્યત્યયમાં (ઉલ્ટાસુલ્ટીમાં) સાક્ષરા' “રાક્ષસાઃ ઈત્યાદિમાં વર્ષોનું અર્થાન્તરમાં ગમન દેખાય છે, તેથી અવશ્યવર્ણો “અર્થવાળા' છે. આ હેતુ ઉપલક્ષણ છે. તેથી વર્ષો હોવાથી ધાતુ પ્રત્યય નિપાતની માફક વર્ણવિશેષની અનુપલબ્ધિમાં પૂર્વે દેખેલ અર્થની અપ્રતીતિ છે. જેમ કે-“પ્રતિષ્ઠતે ઈતિ સ્થળમાં “પ્રશબ્દની ગેરહાજરીમાં પ્રસ્થાનરૂપ અર્થની અપ્રતીતિ છે. ઇત્યાદિ હેતુઓનો અહીં સંગ્રહ કરાય છે. अथ पदलक्षणमाह - 'स्वार्थप्रत्यायने शक्तिमान् पदान्तरघटितवर्णापेक्षणरहितः परस्परसहकारिवर्णसंघातः પરમ્ | ૭ | __ स्वार्थेति । स्वार्थबोधजनकशक्तिमानित्यर्थः, पदान्तरेति पदान्ततिवर्णान्तरजनितोपकारपराङ्मुख इत्यर्थः, परस्परेति, अर्थबोधजनने परस्परसहकारिभावेन वर्तमानानां वर्णानां यस्संघात आनुपूर्वीत्यर्थः । ननु ह-दिवाचकैकाक्षराकारादीनां कथं पदत्वं परस्पर
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy