SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २, षष्ठ किरणे २३९ ૩–જબૂસ્વામી આદિને તો સૂત્રાગમ-અનંતરાગમ અર્થની અપેક્ષાએ તો પરંપરાગમ હોય છે. જંબૂસ્વામિજી પછીના પ્રભવસ્વામી આદિને તો સ્ત્રી અને અર્થની અપેક્ષાએ પરંપરાગમ જ છે. પૂર્વપક્ષ – શબ્દમાં અર્થવાચકપણું સંભવતું નથી. તે આ પ્રમાણે – જે શબ્દો પદાર્થ વિદ્યમાન છતે પ્રત્યક્ષથી દેખેલા છે, તે શબ્દો જ અતીત-અનાગત આદિમાં પદાર્થના અભાવમાં પણ દેખાય છે. વળી જેના અભાવમાં જે દેખાય છે, તે તેનાથી વ્યાપ્ત નથી. જેમ કે-અશ્વના અભાવમાં દેખાતો વૃષભ તેની સાથે વ્યાપ્ત નથી. એવંચ પદાર્થના અભાવમાં પણ શબ્દો દેખાતા છે, માટે આ શબ્દો અર્થવાચક નથી પરંતુ અન્ય અપોહ માત્રના વાચક છે. [પરમાર્થથી શબ્દોનું કાંઈ વસ્તુસ્વરૂપ વાચ્ય નથી, કેમ કે સર્વ શાબ્દબોધો ભ્રાન્ત છે, માટે ભિન્નોમાં જ અભેદ આકારના અધ્યવસાયથી પ્રવૃત્તિ છે. વળી જ્યાં પરંપરાએ વસ્તુવ્યાપ્તિ છે, ત્યાં અર્થસંવાદ ભ્રાન્તપણું હોવા છતાં, ત્યાં જે આરોપિત વિકલ્પ બુદ્ધિદ્વારા અર્થમાં ભિન્નરૂપ છે, તે અનન્ય વ્યાવૃત્ત પદાર્થના અનુભવનું બળ આવેલ હોઈ, વળી સ્વયં અન્ય વ્યાવૃત્તપણાએ પ્રતિભાસન હોઈ, ભાનમાં સ્વથી અન્ય વ્યાવૃત્તિદ્વારા અર્થની સાથે એકતાનો અધ્યવસાય હોવાથી, અન્ય અપોઢ પદાર્થની પ્રાપ્તિરૂપ ફળ હોઈ અપોહ કહેવાય છે. એથી અપોહ શબ્દાર્થ છે એમ પ્રસિદ્ધ છે. બૌદ્ધલોક અપોહને જ શબ્દાર્થ તરીકે માને છે. અપોહ એટલે ઇતર આવૃત્તિ-પર-પરિહારઅતદ્દવ્યાવૃત્તિ યથા વિજ્ઞાનવાદિ બૌદ્ધમતે નીલત્વાદિ ધર્મોડનીલવ્યાવૃત્તિરૂપ સ્વાકાર વિપરીત આકારનો ઉલક અપોહ કહેવાય છે. તત્ત્વથી કોઈ વાચ્ય કે વાચક નથી. શબ્દાર્થરૂપે કહેલ બુદ્ધિ પ્રતિબિંબ આત્મક અપોહમાં કાર્ય-કારણભાવને જ વાચ્ય-વાચકપણાએ વ્યવસ્થાપિત કરેલ છે. જેમ વૃક્ષ શબ્દ, અવૃક્ષ શબ્દની નિવૃત્તિ. સ્વ અર્થમાં કરતો વૃક્ષરૂપ પોતાના અર્થની પ્રતીતિ કરાવે છે. એમ જેમ કહેવાય છે, તેમ વ્યાવૃત્તિવિશિષ્ટ વસ્તુ તે શબ્દાર્થ છે. બૌદ્ધ વિશેષ માત્ર વાદી છે.]. ઉત્તરપક્ષ – ઉપરોક્ત કથન બરોબર નથી, કેમ કે-અર્થવાળા શબ્દ કરતાં અર્થરહિત શબ્દ ભિન્ન છે. વળી એકના વ્યભિચાર(ગુન્હા)માં બીજાના ઉપર વ્યભિચાર (દોષ)મૂકવો યોગ્ય નથી, કેમ કેગોવાળની ઘડી આદિમાં રહેલ ધૂમમાં વદ્વિવ્યભિચારના અનુભવથી પર્વત આદિ પ્રદેશમાં રહેલ ધૂમ પણ વદ્ધિનો અગમક થશે જ ને? એવંચ કાર્ય-કારણભાવને જલાંજલિ જ આપવી રહી ને? વળી અન્ય અપોહનો વાચક શબ્દ છે. એમ માનવામાં પ્રતિતિનો વિરોધ પણ થાય ! કેમ કે-ગો વગેરે શબ્દોથી વિધિરૂપપણાએ અર્થની પ્રતીતિ છે અને અન્ય નિષેધ માત્રના વાચકપણામાં તે ગો આદિ શબ્દથી સાસ્ના આદિમાનરૂપ અર્થની પ્રતીતિનો અભાવ હોઈ, તે ગો વગેરે શબ્દોથી તે સાસ્ના આદિમાન્ અર્થનો બોધ ન થાય ! શંકા – એક ગોશબ્દ બે બુદ્ધિનો જનક હોવાથી દોષ કેવી રીતે? સમાધાન – એક શબ્દ એક સમયમાં બે બુદ્ધિનો જનક દેખ્યો નથી. વળી અપહરૂપ સામાન્યની પર્યદાસરૂપતામાં (પર્યદાસમાં નગ્ન સમાસનો અર્થ ચાર પ્રકારે છે. અબ્રાહ્મણ એટલે બ્રાહ્મણસદેશ ક્ષત્રિયાદિ, અધર્મ એટલે ધર્મવિરોધી પાપ, અનગ્નિ એટલે અગ્નિથી અન્ય પ્રતીત થાય છે અને અવચન એટલે વચનનો
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy