SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २, चतुर्थः किरणे १४३ સમાધાન – જે જે અસાધારણ (પક્ષ માત્ર વૃત્તિ) છે, તે તે અનૈકાન્તિક છે (વ્યભિચારી છે). એવી વ્યાપ્તિની અસિદ્ધિ છે, કેમ કે-સપક્ષ-વિપક્ષમાં અસત્ત્વરૂપે નિશ્ચિત એવા શ્રાવણત્વમાં સાધ્ય અને હેતુની પક્ષમાં જ વ્યાપ્તિરૂપ અંતવ્યપ્તિની અપેક્ષાએ પક્ષમાં અંતર્ભાવદ્વારા અવિનાભાવ-વ્યાપ્તિજ્ઞાનનો સંભવ છે. (શબ્દમાં, અનિત્યપણાના સદ્ભાવમાં જ શ્રાવણત્વની ઉપપત્તિરૂપ તથોડપત્તિનો સંભવ છે.) જો અંતવ્યપ્તિ દ્વારા વ્યાપ્તિજ્ઞાન ન માનવામાં આવે, તો (બૌદ્ધ પ્રત્યે) સર્વ અનિત્યત્વરૂપ સાધ્ય હોયે છતે સત્ત્વ આદિનું હેતુપણું ન થાય ! (સત્ત્વનું વિપક્ષમાં અવૃત્તિત્વ નિશ્ચિત હોવા છતાં સપક્ષમાં અવૃત્તિત્વના નિશ્ચયથી સત્ત્વમાં હેતુપણું ન થાય! શંકા – જો ત્યાં સપક્ષ જ નથી, તો સપક્ષમાં અવૃત્તિત્વની વાત જ ક્યાં રહી? સમાધાન – વિદ્યમાન સપક્ષ હોય છતે, તે સપક્ષમાં હેતુના અવૃત્તિત્વનો નિશ્ચય ગમકતાની સિદ્ધિમાં અંગભૂત નથી, એવું તાત્પર્ય છે.) સપક્ષ અને વિપક્ષમાં અસત્ત્વરૂપે શ્રાવણત્વનો સંશય હોવાથી અસાધારણ નથી, કેમ કે સપક્ષવિપક્ષમાં શ્રાવણત્વ આદિનો અસત્ત્વરૂપે જ નિશ્ચય છે. માટે નિશ્ચિત અન્યથાનુપપત્તિ જ હેતુનું સ્વરૂપ છે અને તે અસિદ્ધ આદિ દુષ્ટ હેતુઓમાં સંભવતું જ નથી, તો હેતુના પક્ષસત્ત્વાદિ ત્રણ સ્વરૂપો માનવાની કશી જરૂર નથી. આ પ્રમાણે પંચરૂપપણું પણ હેતુનું લક્ષણ નથી. આ ધૂમ અગ્નિજન્ય છે, કેમ કે-સત્ છે. જેમ કેપૂર્વમાં ઉપલબ્ધ ધૂમ. ઇત્યાદિમાં પક્ષરૂપ ધૂમમાં સત્ત્વરૂપ હેતુનું સત્ત્વ છે, પૂર્વદષ્ટધૂમરૂપ સપક્ષમાં સત્ત્વનું સત્ત્વ છે. ખરવિષાણ આદિરૂપ વિપક્ષમાં અસત્ત્વ છે. પક્ષમાં બાધ નહીં હોવાથી, સાધ્યાભાવનું સાધક પ્રતિપક્ષભૂત અનુમાનાન્તરનો અસંભવ હોવાથી અસત્ પ્રતિપક્ષિતત્ત્વ છે. માટે પાંચ પાંચ રૂપો અક્ષત હોવા છતાં સત્ત્વરૂપ હેતુમાં ગમકપણું નથી, કેમ કે-અન્યથાનુપપત્તિરૂપ વ્યાપ્તિ નથી. શંકા- જેટલા વિપક્ષો છે, તેટલા તમામ વિપક્ષોમાં હેતુનું વૃત્તિત્વ નથી, કેમ કે-ઘટાદિમાં સત્ત્વ છે. તો પાંચ રૂપો ગમક થતા નથી, એમ કેવી રીતે? સમાધાન – યાવત્ વિપક્ષમાં અવૃત્તિત્વ જ અન્યથાનુપપત્તિ રૂપ હોઈ, અન્યથાનુપપત્તિ હેતુનું લક્ષણ હોય છતે, બાકીના પક્ષસત્ત્વ-સપક્ષ સત્ત્વ-અબાધિતત્ત્વ-અસત્પતિપક્ષિતત્ત્વો અકિંચિકર છે. આ પ્રમાણે અબાધિતવિષયત્વ, નિશ્ચિત જ હેતુલક્ષણ જો આપને ઈષ્ટ છે, તો અબાધિતવિષયહેતુનો નિશ્ચય સંભવતો નથી, કેમ કે-અબાધિતવિષયક હેતુ નિશ્ચય અને સાધ્યનિશ્ચયમાં અન્યોન્યાશ્રય દોષ છે. જેમ કે-ખરેખર, હેતુમાં બાધિતવિષયત્વના અભાવનો નિશ્ચય થયે છતે સાધ્યનિશ્ચય છે અને સાધ્યનિશ્ચય હોયે છતે બાધિતવિષયત્વના અભાવનો નિશ્ચય છે, માટે અબાધિતવિષયત્વ એ હેતુનું નિશ્ચિત જ લક્ષણ નથી. શંકા–પ્રમાણાન્તરથી બાધિતવિષયત્વના અભાવનો નિશ્ચય હોવાથી અન્યોન્યાશ્રય દોષ નથી જ ને? સમાધાન – તે અકિંચિકર છે, કેમ કે-કોઈકથી (પ્રમાણાન્તરથી) સાધ્યના અભાવનો પણ સદ્ભાવનો સંભવ છે. - શંકા – તો અવિનાભાવ પણ હેતુનું લક્ષણ ન થાઓ ! કેમ કે-અન્યોન્ડન્યાશ્રય છે. સાધ્યસભાવના નિશ્ચયમાં વ્યાપ્તિનિશ્ચય છે અને વ્યાપ્તિના નિશ્ચયમાં સાધ્યનો નિશ્ચય છે, તો અવિનાભાવ, લક્ષણ કેવી રીતે ઠરશે ?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy