SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ १४२ तत्त्वन्यायविभाकरे શંકા – અહીં નિયમ વિપક્ષથી વ્યાવૃત્તિ નથી, માટે હેતુનું ગમકપણું નથી જ ને? સમાધાન – વિપક્ષથી નિયમા વ્યાવૃત્તિ, એ જ વ્યાપ્તિનું સ્વરૂપ હોવાથી પક્ષસત્ત્વ-સપક્ષસત્ત્વરૂપ બે સ્વરૂપોની વ્યર્થતાની આપત્તિ આવશે જ ને? ૦ પક્ષધર્મપણાનો (પક્ષસત્ત્વનો) અભાવ હોવા છતાં અશ્વિની આદિ નક્ષત્રોનો પૂર્વ પૂર્વનો ઉદય થયે છતે, તેનાથી અવ્યવહિત ઉત્તર નક્ષત્રોનો ઉદય હોય છે. આવા નિયમના બળથી જ અવ્યવહિત પૂર્વકાલીન કૃત્તિકાનો ઉદય અને રોહિણીના ઉદયમાં એક કાળવૃત્તિત્વની અનુમિતિ થતી નથી. ત્યાં કૃત્તિકાના ઉદયથી, ત્યાર પછીના ઉત્તરકાલીન રોહિણીના ઉદયરૂપ સાધ્યનું સત્ત્વ, તે કાળમાં કૃત્તિકાના ઉદયરૂપ હેતુનું અસત્ત્વ હોવાથી પક્ષધર્મતા નથી. તો પણ તેથી અનુમતિ થાય છે કે-“શકટ (રોહિણી નક્ષત્ર) ઉગશે, કેમ કે-કૃત્તિકા નક્ષત્રનો ઉદય છે. આ પ્રમાણે ભિન્નકાલીન સાધ્ય-સાધકના ભાવના સ્થળમાં પક્ષધર્મતાનો વ્યભિચાર દર્શાવી, ભિન્ન ભિન્ન દેશમાં રહેલ સાધ્ય-સાધન ભાવસ્થળમાં પક્ષધર્મતાનો વ્યભિચાર દર્શાવે છે કેઊર્ધ્વદેશમાં સૂર્ય છે, કેમ કે-જમીન પ્રકાશવાળી છે.” ૦ પ્રતિબિંબ, બિંબનું અનુમાપક હોય છે. બિંબ સિવાય પ્રતિબિંબની ઉપપત્તિ નથી હોતી. એવા નિયમના બળથી જ ત્યાં પણ પક્ષધર્મતાનો અભાવ હોવા છતાં પ્રતિબિંબરૂપ હેતુથી બિંબરૂપ સાધ્યની અનુમિતિ થાય છે. માટે કહે છે કે-આકાશમાં રહેલો ચંદ્ર છે (બિંબસ્વરૂપી છે),કેમ કે-જલચંદ્ર છે-જલમાં ચંદ્રનું પ્રતિબિંબ છે. ૦ રોહિણી નક્ષત્ર ઉગશે, કેમ કે-કૃત્તિકાનો ઉદય છે. ઇત્યાદિ અનુમાનમાં ધર્મારૂપે કાળ, આકાશ આદિનું વિષયપણું અનુભવાતું નથી, માટે તે અનુમાનમાં પક્ષત્વ નથી. પરંતુ ત્યાં પણ કથંચિત્ કાળ, આકાશ આદિમાં પક્ષપણાની કલ્પનામાં કાગડામાં રહેલ કાળા રંગરૂપ હેતુથી પ્રાસાદમાં રહેલ ધોળા રંગમાં પણ સાધ્યપણાનો પ્રસંગ થઈ જાય ! ત્યાં પણ કથંચિત જગતુમાં પક્ષપણાની સંભાવના છે. જગત પ્રાસાદધાવલ્યવાળું છે, કેમ કે-કાગડામાં કાળો રંગ છે. જગતના પક્ષતામાં લોકવિરૂદ્ધપણું હોઈ, કાળ, આકાશ આદિમાં પક્ષપણાનો અનુભવ નહીં થતો હોઈ, લોકનું વિરૂદ્ધપણું તુલ્ય જ છે અને કિલષ્ટ કલ્પનાની આપત્તિ છે. ૦ સપક્ષસત્ત્વ હેતુનું સ્વરૂપ નથી-ગમક નથી. સપક્ષમાં અવિદ્યમાન પણ શબ્દના અનિત્યત્વના સાધ્યમાં શ્રાવણત્વ આદિ હેતુમાં ગમકપણું છે. શંકા – શ્રાવણત્વહેતુમાં અનૈકાન્તિત્વ છે, કેમ કે-અસાધારણતા છે. [એકાન્ત-નિયમમાં થનાર એકાન્તિક નિયત, તેનાથી જુદો અનૈકાન્તિક એટલે વ્યભિચારી હેતુ, સાધારણ-અસાધારણ-અનુપસંહારના ભેદે ત્રણ પ્રકારનો છે. (૧) સાધ્યના અભાવવાળામાં રહેનારો હેતુ, (૨) સાધારણ અનૈકાન્તિક, સર્વ સપક્ષ અને વિપક્ષમાં નહીં રહેનારો હેતુ, અને (૩) પક્ષ માત્રમાં રહેનાર હેતુ, અસાધારણ અનૈકાન્તિક કહેવાય છે. પ્રકૃતિમાં શબ્દ અનિત્ય છે, કેમ કે-શ્રાવણપણું છે. શ્રાવણત્વ, સર્વપક્ષઘટ આદિમાં, સર્વવિપક્ષ આકાશ આદિમાં નથી રહેતું અને શબ્દ માત્રમાં રહે છે, માટે શ્રાવણત્વહેતુ અસાધારણ અનૈકાન્તિક છે. સાધ્ય સામાનાધિકરણ્ય ગ્રહ સિદ્ધાન્ત વ્યાપ્તિઝહમાં પ્રતિબંધક છે.] તો શ્રાવણ વહેતુ સહેતુ કેવી રીતે?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy