SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ १४ સૂત્ર ૬–સાધ્યધર્મથી વિપરીત વ્યાપ્તિવાળો ‘વિરૂદ્ધ કહેવાય છે. જેમ કે-શબ્દ નિત્ય છે, કેમ કે-કાર્ય છે. અહીં કાર્ય– અનિત્યત્વની સાથે વ્યાપ્તિવાળું છે. અહીં બીજાઓએ કહેલ વિરૂદ્ધના આઠ ભેદો દર્શાવેલા છે. સૂત્ર ૭ થી ૯-જે હેતુની વ્યાપ્તિ સંદિગ્ધ હોય છે, તે ‘અનૈકાન્તિક સંદિગ્ધ વિપક્ષવૃત્તિક અને નિર્ણત વિપક્ષવૃત્તિકરૂપે-આ બન્નેના દષ્ટાન્તો દર્શાવેલ છે. સૂત્ર ૧૦ થી ૧૪–પક્ષાભાસ પ્રતીત સાધ્યધર્મવિશેષણક, નિરાકૃત સાધ્યધર્મવિશેષણક અને અનભીપ્સિત સાધ્યધર્મવિશેષણરૂપે ત્રણ પ્રકારનો છે. તેના દષ્ટાન્તોનો વિસ્તાર અહીં છે. સૂત્ર ૧૫ થી ૧૭–પક્ષાભાસ આદિથી જાયમાનજ્ઞાન “અનુમાનાભાસ.' અવિદ્યમાન વ્યાપ્તિમાં તર્કનું જ્ઞાન ‘તકભાસ. તુલ્ય વસ્તુમાં એકતાનું અને એકમાં તુલ્યતાનું જ્ઞાન પ્રત્યભિજ્ઞાનાભાસ.” અનનુભૂતમાં “તે એવી બુદ્ધિ “સ્મરણાભાસ.” અહીં બધાનાં દષ્ટાન્તો આપેલાં છે. સૂત્ર ૧૮-૧૯–સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ, અવધિઆભાસ સદાન્ત કહેલ છે. મન:પર્યાય સંયમવિશુદ્ધિજન્ય હોઈ આભાસરૂપ નથી અને કેવલજ્ઞાન સકલ આવરણના ક્ષયથી જન્ય હોઈ આભાસરૂપ નથી. આગમના નિરૂપણ પછી આગમાભાસ કહેવાશે. સૂત્ર ૨૦ થી ૨૪–દષ્ટાન્નની માફક ભાસતો સાધર્મ દષ્ટાન્નાભાસ સાધ્યધર્મવિકલ, સાધનધર્મવિકલ અને ઉભયધર્મવિકલ, સંદિગ્ધ સાધ્યધર્મા, સંદિગ્ધ સાધનધર્મા અને સંદિગ્ધ ઉભયધર્મા, તેમજ અનન્વય, અપ્રદર્શિત અન્વય અને વિપરીત અન્વયના ભેદથી નવ પ્રકારના દૃષ્ટાન્ત આભાસો છે. સૂત્ર ૨૫ થી ૩૦–વૈધર્મ દષ્ટાન્ન આભાસ તે પણ અસિદ્ધ સાધ્યવ્યતિરેક, અસિદ્ધ સાધનવ્યતિરેક ઉભય વ્યતિરેક, સંદિગ્ધ સાધ્યતિરેક, સંદિગ્ધ સાધનવ્યતિરેક, સંદિગ્ધ ઉભય વ્યતિરેક, અવ્યતિરેક, અપ્રદર્શિત વ્યતિરેક અને વિપરીત વ્યતિરેકના ભેદથી સદષ્ટાન્ત નવ પ્રકારનો દર્શાવેલ છે. સૂત્ર ૩૧-૩૨–ઉપનય આભાસ અને નિગમન આભાસ સદષ્ટાન્ત કથિત છે. (છઠું કિરણ) સૂત્ર ૧–યથાર્થ પ્રવક્તાના વચનથી ઉત્પન્ન જે અર્થવિજ્ઞાન, એ“આગ” કહેવાય છે. અહીં લક્ષણ પદકૃત્ય સહિત જોવા જેવું છે. સૂત્ર ર–અર્થવિજ્ઞાનનો હેતુ હોઈ આપ્ત શબ્દ પણ ઉપચારથી “આગમ' કહેવાય છે. અહીં આગમના ભેદો અને બૌદ્ધસંમત અપહરૂપ શબ્દાર્થનું ખંડન ખૂબ દર્શનીય છે. સૂત્ર ૩–પ્રક્ષીણ દોષવાળો, સત્ય અર્થનો જ્ઞાતા અને યથાર્થ અર્થવ્યાખ્યાતા યથાર્થ વક્તા” કહેવાય છે. એના લૌકિક-લોકોત્તરરૂપે બે ભેદો છે. લક્ષણ અને તેનું પદકૃત્ય અવશ્ય નિરીક્ષણીય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy