SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ १३ સૂત્ર ૩૦ થી ૩૨–પ્રતિષેધ્યની સાથે અવિરૂદ્ધ વસ્તુની અનુપલબ્ધિરૂપ પ્રતિષેધ હેતુઓ. (૧) સ્વભાવ અનુપલબ્ધિ, (૨) વ્યાપક અનુપલબ્ધિ, (૩) કાર્ય અનુપલબ્ધિ, (૪) કારણ અનુપલબ્ધિ અને (૫ થી ૭) પૂર્વચર-ઉત્તરચર-સહચર-અનુપલબ્ધિરૂપ સાત પ્રતિષેધ હેતુઓના ઉદાહરણો છે. સૂત્ર ૩૩ થી ૩૫–વિધિસાધક સાધ્યવિરૂદ્ધ અનુપલબ્ધિરૂપ નિષેધ હેતુઓ-(૧) વિરૂદ્ધ કાર્ય અનુપલબ્ધિ, (૨) વિરૂદ્ધ કારણ અનુપલબ્ધિ, (૩) વિરૂદ્ધ સ્વભાવ અનુપલબ્ધિ,(૪) વિરૂદ્ધ વ્યાપક અનુપલબ્ધિ અને (૫) વિરૂદ્ધ સહચર અનુપલબ્ધિરૂપે પાંચ છે. તેના ઉદાહરણો જુઓ સૂત્ર ૩૬–વચનનિરપેક્ષ પોતાનું નિશ્ચિત વ્યાપ્તિવાળા સાધનથી સાધ્યનું જ્ઞાન “સ્વાર્થનુમાન.” અહીં સ્વાર્થીનુમાનની પદ્ધતિ દર્શનીય છે. સૂત્ર ૩૭–બીજાને માટે વચનસાપેક્ષ નિશ્ચિત વ્યાતિવાળા સાધનથી સાધ્યનું જ્ઞાન ‘પરાર્થ અનુમાન.” અહીં વિવેચન વિલોકનીય છે. સૂત્ર ૩૮–વ્યુત્પન્ન મતિવાળાની અપેક્ષાએ પ્રતિજ્ઞા અને હેતુરૂપ બે વચનો છે. મંદમતિવાળાની અપેક્ષાએ ઉદાહરણ-ઉપનય-નિગમરૂપ વચનો પણ જાણવા. પરાર્થ અનુમાનરૂપ કાર્યના અંગ હોવાથી પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવો કહેવાય છે. સૂત્ર ૩૯-સાધ્યધર્મવિશિષ્ટ ધર્મીનો બોધક શબ્દનો પ્રયોગ “પ્રતિજ્ઞા,” જેમ કેપર્વતો વદ્વિમાનિતિ વચન. પ્રતિજ્ઞારૂપ અવયવનું વિવેચન વાંચવા જેવું છે. સૂત્ર ૪૦–તથા ઉપપત્તિ કે અન્યથાડનુપપત્તિથી હેતુનો પ્રયોગ ‘હતુવચન.' દા. ત. તથવોપ પત્તે કે અન્યથાઅનુપપત્તે . અહીં હેતુવચનરૂપ અવયવની ચર્ચા લક્ષણ-પદકૃત્ય સાથે અવલોકનીય છે. સૂત્ર ૪૧-૪૨–દષ્ટાન્તબોધક શબ્દનો પ્રયોગ “ઉદાહરણ' સાધમ્મથી બાપ્તિસ્મરણનું સ્થાન દષ્ટાન્ત. જેમ કે-સા.દ. મહાનસ આદિ. વૈ.દ. હૃદ આદિ. દષ્ટાન્તમાં પ્રદર્શિત સાધનનું સાધ્યના ધર્મીમાં ઉપસંહારનું વચન “ઉપનય.” જેમ કે-જેમ સાધ્યભૂત વતિ પર્વતમાં છે. (તથાચાય), તેમ આ ધૂમ પર્વતમાં છે. અહીં લક્ષણ-પદકૃત્ય દર્શનીય છે. સાધ્યધર્મનું ધર્મીમાં ઉપસંહારવચન “નિગમન.” તસ્માત્તથતિ-વદ્વિવ્યાપ્ય ધૂમવાનું હોવાથી આ પર્વતમાં વતિ છે. (પાંચમું કિરણ) સૂત્ર ૧–હેતું નથી પણ હેતુની માફક ભાસે છે. પંચમી વિભક્તિ આદિ હોવાથી અર્થાત્ દુષ્ટ હેતુઓ હેત્વાભાસો કહેવાય છે. અસિદ્ધ, વિરૂદ્ધ અને અર્નકાન્તિકના ભેદે ત્રણ હેત્વાભાસો છે. હેત્વાભાસો વર્ણન, તેમાં આચાર્યોના મતભેદોની ચારુચર્ચા જોવા જેવી છે. સૂત્ર ૨ થી ૫હેતુસ્વરૂપની અપ્રતીતિજન્ય, અપ્રતીત વ્યાપ્તિવાળો હેતુ “અસિદ્ધ કહેવાય છે. બે પ્રકારના અસિદ્ધનું વર્ણન, વાઘસિદ્ધનું અને પ્રતિવાઘસિદ્ધનું વર્ણન.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy