SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ तत्त्वन्यायविभाकरे માટે અવકાશ નથી. સાદશ્યવિષયક ઉદાહરણને કહે છે. ગવયમાં રહેલ ગાયની સમાનતા. વિશિષ્ટ પિંડનું દર્શન થયે છતે અને ગાયનું સ્મરણ થયે છતે, સંકલનાત્મક ‘ગાય સરખું રોઝ’ એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને આ તિર્યક્ સામાન્યવિષયક છે તથા તિર્યક્ સામાન્ય અહીં સદેશ પરિણામ આત્મક છે. (કોઈ એક ગૃહસ્થ, રોઝ એટલે શું તે વાતથી જો અજ્ઞાત હોય, તો તેને ગોવાળ એમ સમજાવે કે-જે ગાયના જેવું હોય, તે ‘રોઝ’ છે. આ ગૃહસ્થને જંગલમાં જતાં રોઝ સામે મળ્યું અને તેને જોતાં ‘ગાયના જેવું જે પ્રાણી હોય, તે રોઝ છે’-એ વાત તેને યાદ આવી. એ સ્મરણ અને ‘આ’ રોઝનું પ્રત્યક્ષ દર્શન-એ બંનેથી ‘તે જ આ રોઝ છે’ એવું તેને જે જ્ઞાન થયું, તે ‘પ્રત્યભિજ્ઞાન’ છે.) શંકા ગાયના પ્રત્યક્ષ દર્શનથી સંસ્કારવાળા પ્રમાતામાં કાલાન્તરમાં ગવયદર્શન અને ગાયના સ્મરણથી પેદા થતું ‘તેના સરખો આ' એવું જે જ્ઞાન છે, તે ઉપમાનત્વરૂપ પૃથક્ પ્રમાણરૂપ જ ઉચિત છે. પ્રત્યભિજ્ઞાનત્વરૂપ ઉચિત નથી, કેમ કે-તે પ્રત્યભિજ્ઞાન એકત્વ માત્ર વિષયવાળું છે. આવી પરની આકાંક્ષા થયે છતે કહે છે. - સમાધાન – ‘અત્રેવોપમાનસ્યાન્તર્ભાવ રૂતિ ।' તથાચ પ્રત્યક્ષ દર્શનવિષયભૂત સાદૃશ્ય વિશિષ્ટ પિંડનું (ગવયનું) અને સ્મરણવિષયભૂત ગાયનું સંકલન આત્મક ‘ગાયના જેવો રોઝ’ એવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાનનું અતિક્રમણ કરતું નથી. ૦ ‘તે જ આ’ ઇત્યાદિ રૂપ, જેમ પૂર્વપર્યાયની સાથે ઉત્તરપર્યાયની એકતાના વિષયવાળી પ્રતીતિ સંકલન આત્મક હોઈ પ્રત્યભિજ્ઞાનરૂપ છે, તેમ ‘ગાયના જેવો રોઝ’ એવી પણ પ્રતીતિ પ્રત્યભિજ્ઞાનરૂપ જ છે, કેમ કે-સંકલન આત્મકપણામાં ભેદ-વિશેષ નથી. જો તે ઊર્ધ્વતા સામાન્યવિષયક પ્રત્યભિજ્ઞાન એકત્વ માત્ર વિષયવાળું છે પણ સાદેશ્ય આદિ વિષયવાળું નથી, તો સાદેશજ્ઞાન જેમ ઉપમાનત્વ આત્મક પ્રમાણાન્તરત્વવાળું છે, તેમ ‘ગોવિધરમાં-ગાયની સાથે અસમાન મહિષ (પાડો) છે' ઇત્યાદિ રૂપ વૈધર્મા વિશષ્ટ જ્ઞાનમાં પણ પ્રમાણાન્ત૨૫ણું થશે જ. ૦ વળી વૈસાદશ્યજ્ઞાન ઉપમાનમાં અંતર્ગત નથી, કેમ કે-ઉપમાન, સાદૃશ્ય માત્ર વિષયવાળું છે. જો ઇષ્ટ આપત્તિ કરવામાં આવે, તો પ્રમાણસંખ્યાનો વ્યાઘાત થાય ! (મીમાંસક અભિમત પ્રત્યક્ષ-અનુમાનઉપમાન-શબ્દ-અર્થપત્તિ-અનુપલબ્ધિરૂપ છે. પ્રમાણોમાં અને નૈયાયિક અભિમત પ્રત્યક્ષ-અનુમાનઉપમાન-શબ્દરૂપ ચાર પ્રમાણોમાં વ્યાઘાત થાય ! એક અધિક પ્રમાણાન્તરની આપત્તિ આવે !) શંકા વિસર્દશતા, એ સદૃશતાનો અભાવ છે. તથાચ અભાવવિષયક હોઈ અનુપલબ્ધિનામક પ્રમાણમાં અંતર્ગત હોઈ પ્રમાણસંખ્યાનો વ્યાઘાત નહીં થાય ને ? સમાધાન જો આમ છે તો અર્થાત્ વિસર્દેશતા એટલે સદશતાનો અભાવ માનતાં, સદેશતા વિસર્દશતાના અભાવરૂપ હોઈ, સાદશ્ય પણ અભાવવિષયક હોઈ અનુપલબ્ધિનામક પ્રમાણમાં અંતર્ગત થવાથી ઉપમાનપ્રમાણના અભાવનો પ્રસંગ આવી જાય ! (સદેશતા વિસર્દશતાના અભાવ માત્ર રૂપ નથી પણ સમાન ધર્મયોગરૂપ જ છે, માટે ઉપમાનનો ઉચ્છેદ નહીં થાય. જો આમ કહો છો, તો વિસદશતામાં પણ વિસર્દેશ ધર્મયોગરૂપ હોઈ સાર્દશ્યના અભાવ માત્ર રૂપપણાનો અસંભવ છે.) ખરી રીતે સાધર્મ્ડ કે વૈધર્મી
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy