________________
૭૭૦
तत्त्वन्यायविभाकरे
વિવેચન - જેઓ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખી બુદ્ધ થાય છે, તેઓ પ્રત્યેકબુદ્ધો' કહેવાય છે. તે બાહ્ય નિમિત્તથી જાગેલાઓ હોતા જે સિદ્ધ થાય છે, તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધો છે. દષ્ટાન્તને કહે છે કે-“યથેતિ.' બહારના ઋષભ આદિ નિમિત્તની અપેક્ષાવાળી કરકંડૂ આદિની બોધિ છે આ પ્રત્યેકબુદ્ધોની ઉપધિ જઘન્યથી બે પ્રકારની છે અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ સિવાયની નવ પ્રકારની છે. તેવી રીતે પૂર્વે અભ્યસ્ત કરેલું શ્રત નિયમથી હોય છે અને તે શ્રત જઘન્યથી અગિયાર (૧૧) અંગો છે તથા ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન દશ (૧૦) પૂર્વો છે. તે પ્રત્યેકબુદ્ધોને કદાચિત્ દેવ વેષ આપે છે અને કદાચિત વેષ વગરના પણ હોય છે.
स्वयम्बुद्धसिद्धानाह - निमित्तदर्शनमन्तरा बोधप्राप्तिपूर्वकं केवलिनो मुक्तास्स्वयम्बुद्धसिद्धाः । यथा પન્નાલય: ૪રૂા
निमित्तेति । स्वयम्बुद्धा बाह्यप्रत्ययमन्तरेण स्वयमेव निजजातिस्मरणादिना बुद्धाः, ते च तीर्थकरास्तीर्थकरव्यतिरिक्ताश्च, एषामुपधिादशविध एव पात्रादिकः । पूर्वाधीतं श्रुतञ्च भवति न वा, यदि भवति ततो लिङ्ग देवता वा प्रयच्छति, गुरुसन्निधिं गत्वा वा प्रतिपद्यन्ते, यदि चैकाकिनो विहरणसमर्था इच्छा च तेषां तथारूपा जायते तत एकाकिनो विहरन्ति, अन्यथा गच्छवासेऽवतिष्ठन्ते । अथ पूर्वाधीतं श्रुतं न भवति तर्हि नियमाद्रुसन्निधि गत्वा लिङ्गं प्रतिपद्यन्ते गच्छञ्चावश्यं न मुञ्चन्ति, एतत्सर्वं तीर्थकरव्यतिरिक्तानां बोध्यम्, दृष्टान्तमाह વતિ |
સ્વયંબુદ્ધ સિદ્ધોનું કથનભાવાર્થ - નિમિત્તદર્શન સિવાય, બોધની પ્રાપ્તિપૂર્વક કેવલીઓ, મુક્ત થયેલા “સ્વયંબુદ્ધ સિદ્ધો કહેવાય છે. જેમ કે-કપિલ આદિ.
વિવેચન - સ્વયંબુદ્ધો, બાહ્ય નિમિત્ત વગર પોતે જ પોતાના જાતિસ્મરણ આદિથી બોધિ પામેલાઓ હોય છે અને તેઓ તીર્થંકર સિવાયના હોય છે. આ સ્વયંબુદ્ધોની ઉપધિ, પાત્ર વગેરે બાર પ્રકારની હોય છે. પૂર્વ અભ્યસ્તશ્રુત હોય ખરું કે ન પણ હોય. જો શ્રત હોય છે, તો તેઓને દેવ વેષ આપે છે અથવા ગુરુ પાસે જઈ વેષને સ્વીકારે છે. વળી તેઓ એકલા વિહાર કરવા માટે સમર્થ હોય છે અને જો તેવી ઇચ્છા થાય તો તેઓ એકલા વિચરે છે, નહિ તો ગચ્છાવાસમાં રહે છે. જો પૂર્વ અધિત શ્રત ન હોય, તો નિયમથી તેઓ ગુરુ પાસે જઈ વેષને સ્વીકારે છે અને ગચ્છને અવશ્ય છોડતા નથી. આ બધું તીર્થંકર સિવાયના સ્વયંબુદ્ધોમાં જાણવું. જેમ કે-કપિલ વગેરે.
बुद्धबोधितसिद्धानाह -
उपदेशजन्यप्रतिबोधा अवाप्तरत्नत्रया मुक्ता बुद्धबोधितसिद्धाः । यथा जम्बूस्वामिvમૃતય: ૪૪