SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૪૨, વશમ: શિરઃ ७६९ શંકા - સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે અને સર્વોત્કૃષ્ટ દુ:ખસ્થાન અને સુખસ્થાન છે. સર્વોત્કૃષ્ટ દુઃખસ્થાનરૂપ સાતમી નારકીમાં સ્ત્રીઓનું ગમન નિષિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે - તે સ્ત્રીઓને તથાવિધ અધ્યવસાયનો અભાવ છે, એથી જ અનુમાન કરાય છે કે-તે સ્ત્રીઓને ઉત્કૃષ્ટ અધ્યવસાયના અભાવથી સર્વોત્કૃષ્ટ સુખસ્થાનરૂપ મોક્ષ નથી. સમાધાન - સ્ત્રીઓના મોક્ષ પ્રત્યે સર્વોત્કૃષ્ટ મનોવીય પરિણતિના અભાવના નિશ્ચાયક પ્રમાણનો અભાવ છે. વળી એમ કહેવાય કે-જે ભૂમિ ખોદવાની શક્તિ વગરનો છે, તે શાસ્ત્રાવગાહનમાં પણ શક્તિ વગરનો છે, કેમ કે-પ્રત્યક્ષનો વિરોધ છે. શંકા - સંમૂચ્ચિમ આદિમાં ઉત્કૃષ્ટ સુખસ્થાન-દુઃખસ્થાન પ્રત્યે પણ સર્વોત્કૃષ્ટ મનોવીર્ય પરિણતિનો અભાવ દષ્ટ છે. એથી અહીં પ્રકૃતિમાં પણ તેવી રીતે અનુમાન કરાય તો શો વાંધો? સમાધાન - બહિર્લાપ્તિ માત્રથી હેતુ ગમક થતો નથી, પરંતુ અંતર્થાપ્તિથી જ હેતુ ગમક થાય છે. તે અંતર્થાપ્તિ પ્રતિબંધ(અન્વય વ્યતિરેક અન્યથાનુપપત્તિ)ના બળથી સિદ્ધ થાય છે. અહીં તે પ્રતિબંધ નથી, કેમ કે-નિર્વાણગમન પ્રત્યે સપ્તમ પૃથ્વીગમનમાં હેતુપણાનો અભાવ છે, કેમ કે-ચરમશરીરીઓ સાતમી નારકીમાં ગમન કર્યા સિવાય જ નિર્વાણમાં જાય છે. વળી સંમૂચ્છિમ આદિમાં તો ભવના સ્વભાવના કારણે જ યથાર્થ સમ્યગ્દર્શન આદિના પ્રતિપત્તિનો અસંભવ હોઈ મોક્ષગમનનો અસંભવ છે. વળી ભૂપરિસર્પપક્ષી-ચતુષ્પદ-ઉરપરિસર્પોનું ક્રમસર નીચે, બીજી નારકી-ત્રીજી નારકી-ચોથી નારકી અને પાંચમી નારકીમાં ગમન હોવા છતાં, ઉંચે તે સઘળા ભૂજપરિસર્પ આદિ ચારેયનું ઉત્કર્ષથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી ગમન હોવાથી, અધોગતિના વિષયમાં મનોવીર્ય પરિણતિમાં વિષમતા છે. પરંતુ ઉર્વગતિમાં પણ તે વૈષમ્યનું અનુમાન ન કરી શકાય, કેમ કે સમાનતા છે. દષ્ટાન્તને કહે છે કે-“યથતિ.” જેમ કે-ચંદના વગેરે. प्रत्येकबुद्धसिद्धानाचष्टे -- ___ एकनिमित्तमात्रदर्शनजन्यवैराग्यास्तत्कालसम्प्राप्तरत्नत्रया मुक्ताः प्रत्येकबुद्धसिद्धाः। यथा करकण्डुद्विमुखनमिराजर्षिप्रभृतयः ।।२। ___ उपदेशेति । बुद्धराचार्यादिभिर्बोधितास्सन्तो ये सिद्धास्ते प्रत्येकबुद्धसिद्धा इति भावः, निदर्शनमाह यथेत । बाह्यवृषभादिप्रत्ययसापेक्षा करकण्ड्वादीनां बोधिः । एषां जघन्यत उपधिढिविध उत्कर्षेण नवविधः प्रावरणवर्जः, तथा पूर्वाधीतं श्रुतं नियमतो भवति, तच्च जघन्यत एकादशाङ्गानि, उत्कृष्टतः किञ्चिन्न्यूनानि दशपूर्वाणि, लिङ्गं तेभ्यः कदाचिद्देवता प्रयच्छति कदाचिच्च लिङ्गरहिता अपि भवन्ति ॥ પ્રત્યેકબુદ્ધ સિદ્ધોને કહે છેભાવાર્થ - એક માત્ર બાહ્ય નિમિત્તના દર્શનથી જન્ય વૈરાગ્યવાળા, તત્કાળ રત્નત્રયીને પામેલાઓ, મુક્ત થનારા પ્રત્યેકબુદ્ધ સિદ્ધો' કહેવાય છે. જેમ કે-કરકંડૂ-દ્વિમુખ-નમિરાજર્ષિ વગેરે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy