SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ७०८ तत्त्वन्यायविभाकरे (૩) કાય-જે યોગ પ્રમાણે ઔદારિક આદિ વર્ગણાઓથી વધે છે-પુષ્ટ થાય છે, તે કાય. (૪) યોગ-જોડાય તે યોગ. દોડવું, વળગવું આદિ ક્રિયાઓમાં વીર્યાન્તરાયના ક્ષયોપશમજન્ય પર્યાયથી જોડાતા હોવાથી, મન આદિ યોગ, તે તે ક્રિયાઓમાં આલંબન-આધારરૂપ હોઈ વીર્ય-શક્તિ-સ્થામ આદિ પદથી વાચ્ય, વિશિષ્ટ સામર્થ્ય યોગ' કહેવાય છે. (૫) વેદ-અંગોપાંગ નિર્માણ આદિ નામકર્મના ઉદયથી જન્ય શરીરમાં રહેનાર વિશિષ્ટ આકાર વેદ” છે. (૬) કષાય-ખેડે તે* કષાય-કર્મક્ષેત્રને સુખ-દુખ ફળયોગ્ય કરે છે તે કષાય. અહીં કૃમ્ ધાતુ ઔણાદિક આય પ્રત્યય અને નિપાતથી ઋનો આકાર જાણવો. (૭) જ્ઞાન-જાણવું તે જ્ઞાન. જે વડે વસ્તુ જણાય તે જ્ઞાન. યથાર્થ વસ્તુ પરિચ્છેદ અથવા જ્ઞાનાવરણ ક્ષય આદિથી પ્રકટ થયેલ આત્માનો વિશિષ્ટ પર્યાય. સામાન્ય-વિશેષ રૂપ વસ્તુમાં વિશેષાંશના ગ્રહણમાં તત્પર, જેના વડે કે જેનાથી જણાય, તે જ્ઞાન-જ્ઞાનાવરણનો ક્ષય કે કયોપશમ. (૮) સંયમ-સંયમ કરવો તે સંયમ. પાપવાળા યોગથી સારી રીતે અટકવું, પાપવ્યાપારના સમુદાયથી જેના વડે આત્મા સંયમિત બને છે તે સંયમ. શોભનયમો પ્રાણાતિપાત-અમૃતભાષણ-અદત્તાદાન-અબ્રહ્મઅપરિગ્રહના વિરમણરૂપ યમો જેમાં છે, તે સંયમ એટલે ચારિત્ર. (૯) દર્શન-જોવું. સામાન્ય-વિશેષ આત્મક વસ્તુમાં રહેલ સામાન્યના વિષયવાળો બોધ કે અનાકાર આત્મક બોધ જેના વડે દેખાય, તે દર્શન એટલે દર્શનાવરણનો ક્ષય કે ક્ષયોપશમ. (૧૦) લેગ્યા-જેના વડે કર્મની સાથે પ્રાણી સંબંધિત થાય, તે લેશ્યા કર્મના બંધમાં સ્થિતિને કરનારી, કાળા વગેરે દ્રવ્યની મદદથી આત્માનો વિશિષ્ટ પરિણામ. (૧૧) ભવ્યમાર્ગણા-મુક્તિયોગ થાય છે તે ભવ્ય-પરમપદની યોગતાવાળો અથવા વિવક્ષિત (સિદ્ધત્વ) પર્યાયથી થશે, તે ભવ્ય અનાદિ પારિણામિક, ભવ્યત્વ નામક ભાવના યોગવાળો. (૧૨) સમ્યકત્વમાર્ગણા-સમ્યફ શબ્દ પ્રશંસા અર્થવાળો કે અવિરુદ્ધ અર્થવાળો, સમ્યગુનો ભાવ, સમ્યકત્વ, પ્રશસ્ત કે મોક્ષનો અવિરોધી, પ્રથમ સંવેગ આદિ લક્ષણવાળો આત્મધર્મ અથવા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ આદિથી જન્ય તત્ત્વાર્થની શ્રદ્ધા. (૧૩) સંજ્ઞીમાર્ગણા-સંજ્ઞા એટલે ભૂત-વર્તમાન-ભવિષ્યના ભાવના સ્વભાવની પર્યાલોચના-સમીક્ષા. તે જેની પાસે હોય, તે “સંજ્ઞી' કહેવાય છે. વિશિષ્ટ સ્મરણ આદિ રૂપ મનોવિજ્ઞાન સહિત પાંચ ઇન્દ્રિયવાળો પ્રાણી “સંજ્ઞી,” અથવા સુદેવ-સુગુરુસુધર્મનું સમ્યજ્ઞાન તે સંજ્ઞા. તે સંજ્ઞાવાળો “સંજ્ઞી' કહેવાય છે. ક કલષિત કરે તે કષાય, શુદ્ધ સ્વભાવવાળા હોતા એવા આત્માને કર્મ મલિન કરે તે કષાય. કલુષ શબ્દનો કષાય આદેશનિપાતથી જાણવો. જેના વડે જીવ બાધિત થાય છે, તે કષ એટલે કર્મ કે સંસાર. તેનો આય એટલે લાભ તે કષાય. મોહનીયકર્મના પુગલના ઉદયથી જન્ય જીવ પરિણામવિશષો ક્રોધ આદિ જાણવા.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy