SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર -૧, વશમઃ શિરઃ ૭૦૭ भावः, मार्गणा इति, माय॑न्ते आभिरिति मार्गणाः, पर्यालोचनाहेतुभूता अन्वयिधर्माः, पदार्थान्वेषणस्थानानि वेत्यर्थः ॥ ભાવાર્થ - ત્યાં ૧-ગતિ, ૨-ઇન્દ્રિય, ૩-કાય, ૪-યોગ, પ-વેદ, ૬-કષાય, ૭-જ્ઞાન, ૮-સંયમ, ૯-દર્શન, ૧૦ ગ્લેશ્યા, ૧૧-ભવ્ય, ૧૨-સમ્યક્ત્વ, ૧૩-સંજ્ઞી, ૧૪-આહારકરૂપ ચૌદ (૧૪) મૂળભૂત માર્ગણાઓ છે. વિવેચન-(૧) ગતિ-પોતાના કર્મરજથી ખેંચાયેલા પ્રાણીઓથી મેળવાય તે ગતિ. તે (ગતિ) નામકર્મના ઉદયથી નારકપણા આદિ પર્યાયોમાં પરિણતિ, તે કર્મના વિપાકથી અનુભવયોગ્ય કર્મપ્રકૃતિ પણ ગતિ' રૂપે કહેવાય છે, કેમ કે-કારણમાં કાર્યનો ઉપચાર થાય છે. શંકા - સઘળાય પર્યાયો જીવથી પ્રાપ્ત કરાય છે, માટે સઘળાય કમમાં ગતિપણાનો પ્રસંગ આવશે ને ? સમાધાન - સઘળાય પર્યાયોમાં-કર્મોમાં ગતિપણાનો પ્રસંગ નહિ આવે, કેમ કે-વિશેષથી વ્યુત્પત્તિના વિષયવાળા બનેલા શબ્દો પણ રૂઢિથી ગો શબ્દની માફક પ્રતિનિયત અર્થને વિષય કરે છે - બતાવે છે, માટે કોઈ દોષ નથી. ૦ અહીં નારકત્વ આદિ પર્યાય જ શાસ્ત્રીય રૂઢિથી (વિવફા)-ગતિ શબ્દથી વાચ્યકથનયોગ્ય બને છે, પરંતુ ગ્રામ આદિ તરફની ગમનક્રિયા નહીં, વાહનયાન આદિની ક્રિયા પણ નહીં, એવો ભાવ છે. (૨) ઇન્દ્રિય-ઈદિ પરઐશ્વર્યે', ઈદિ ધાતુ, પરઐશ્વર્યવાચક છે આવા ઈદિ ધાતુથી પરઐશ્વર્યવાળો ઇન્દ્ર એટલે જીવ. કેમ કે-આવરણોનો અભાવ થવાથી સર્વ વિષય ઉપલબ્ધિ-સાક્ષાત્કારના ભોગ-અનુભવસ્વરૂપી પરમ ઐશ્વર્યનો યોગ છે. તે ઈન્દ્રનું-જીવનું લિંગ-ચિહ્ન ઇન્દ્રિય છે, કેમ કે-અવિનાભાવ લિંગ હેતુની સત્તાનું સૂચન છે. ખરેખર, ઇન્દ્રિયના વિષયોનો ઉપલંભ (પ્રાપ્તિ) થવાથી વિષયગ્રાહક ઇન્દ્રિયોમાં લિંગ–-ગમકત્વ-આત્માના જ્ઞાપકત્વની સિદ્ધિ છે અને તેની સિદ્ધિ થતાં “ઉપયોગ લક્ષણવાળો જીવ-આ પ્રમાણે જીવત્વની સિદ્ધિ છે. અથવા ઇન્દ્રિય એટલે ઇન્દ્ર જોયેલ ઇન્દ્રિય, કેમ કે-આત્માએ જોઈને શબ્દ આદિ રૂપ સ્વવિષયમાં નિયુક્ત કરેલ, નિત્ય સંબંધ હોઈ પ્રકર્ષથી ઉપલબ્ધિ દર્શનવાળી બનાવેલ તે ઇન્દ્રિય. ઈન્દ્ર સર્જેલ સૃષ્ટિ તે ઇન્દ્રિય, કેમ કે-આત્માએ કરેલ શુભ-અશુભ કર્મ દ્વારા ચક્ષુ આદિનું સર્જન છે. જીવે ઉપલબ્ધિ હેતુપણાએ પરિણામાવેલ તે ઇન્દ્રિય, ઇન્દ્ર જુષ્ટ સેવેલ તે ઇન્દ્રિય, કેમ કે-ઇન્દ્રિય દ્વારા આત્મામાં વિજ્ઞાનની ઉત્પત્તિ છે. શબ્દ આદિના વ્યંજક હેતુપણાએ સેવેલ તે ઇન્દ્રિય. ઇન્ડે આપેલ તે ઇન્દ્રિય. જેમ કે-વિષયના ગ્રહણ માટે આત્માએ વિષયોને આપેલ તે ઇન્દ્રિય. અહીં જે જીવનું લિંગ-ચિહ્ન છે, તે સઘળું ઇન્દ્રિય છે એવો નિયમ નથી. જે ઇન્દ્રિય છે તે જીવલિંગ છે એવો નિયમ છે. જેમ જે વૃક્ષો છે તે આંબાના ઝાડ છે એવો નિયમ નથી, પરંતુ જે આંબાઓ છે તે વૃક્ષો છે એવો નિયમ છે. ઇન્દ્રિયની વિશેષ ચર્ચા આગળ ઉપર કરાશે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy