SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨, શમ: રિળ: ७०१ થવાથી બીજા આદિ ક્ષણોની અવસ્થાનો અસંભવ હોઈ, તે જ્ઞાનમાં કર્મબંધની અઘટમાનતા છે.) ઉત્પત્તિ પછી વિનાશક વગર તે જ્ઞાનનો વિનાશ હોઈ જ્ઞાન બદ્ધ થતું નથી. વળી રાગ આદિથી જ્ઞાનક્ષણમાં બંધનું આપાદાન અશક્ય છે, કેમ કે-એકાન્ત નિત્યની માફક એકાન્તઅનિત્ય પણ વિકાર યોગ્ય નહિ હોઈ, રાગ આદિનો યોગ કે વિયોગનો અસંભવ છે. તેથી જ્ઞાનમાં બંધ નથી, તો મોક્ષ કેવી રીતે ? (ભલે, દરેક જ્ઞાનક્ષણોમાં બંધ કે રાગ આદિની ઉત્પત્તિ ન હો ! પરંતુ નિરંતર અનુવર્તમાન એક જ્ઞાનક્ષણોના સંતાનમાં આ બંધ આદિ થશે જ, એવી શંકા કરે છે. ‘નનુ’ એ પદથી.) શંકા - જ્ઞાનમાં બંધ આદિનો અસંભવ છતાં, તે જ્ઞાનસંતાનમાં બંધાદિનો બંધ બેસશે, કેમ કે-તે સંતાન એક છે, અક્ષણિક (નિત્ય) છે. રાગ આદિના યોગથી જ્ઞાનસંતાનમાં બંધ, ભાવના આદિના અતિશયથી સંતાનની ઉત્પત્તિના અભાવરૂપ મોક્ષ સંભવ છે. વળી જ્ઞાનોનો સંતાન અનાદિ છે, કાર્ય-કારણ પ્રવાહરૂપ છે, તો તો બરોબર બંધમોક્ષ ઘટશે જ ને ? સમાધાન - જ્ઞાનથી ભિન્ન જ્ઞાનસંતાન એક છે-અક્ષણિક છે. આવી રીતે પરમાર્થ સરૂપે સ્વીકાર કરતાં બીજા નામરૂપે આત્માનો સ્વીકાર કરાતો હોઈ, તે આત્માનો જ બંધ અને મોક્ષ યુક્તિપૂર્વક પ્રતિપાદિત કરેલ છે. શંકા - જ્ઞાનસંતાનરૂપ આત્મા નિત્ય-અવિકારી હોઈ બંધ-મોક્ષ કેવી રીતે ઘટમાન થાય ? = | સમાધાન – એકાન્ત (સર્વથા) નિત્યતાના નિરાશપૂર્વક પરિણામી નિત્ય જ, અમોએ-જૈનોએ સ્વીકારેલ છે, માટે બદ્ધ-મુક્ત આત્માનો અભાવ છે, એ વચન નિરર્થક છે. જો અમે પણ સંતાનને સંવૃત્તિ(કલ્પના)થી સરૂપે સ્વીકારીએ, તો સંતાનસ્થ જ્ઞાનક્ષણો જ વસ્તુ સત્ થાય. તે જ્ઞાનક્ષણોમાં અનેકપણા અને ક્ષણિકપણા વડે એકમાં જ બંધ-મોક્ષની અઘટમાનતા હોઈ, અન્ય ક્ષણનો બંધ અને અન્ય ક્ષણનો મોક્ષ થઈ જાય. તથાચ અનુગત-સર્વાનુયાયી એક દ્રવ્યનો અભાવ હોવાથી મોક્ષની પ્રવૃત્તિ ન થાય. એ પ્રમાણે સંતાન અને સંતાનીઓના અભેદમાં પણ પૂર્વકથિત દોષ જ છે. અથવા સંતાનનો અનાગતમાં અનુત્પાદરૂપ મોક્ષ સંગત થતો નથી, કેમ કે-જ્ઞાનક્ષણ બીજા જ્ઞાનક્ષણોને પેદા કરવાના સ્વભાવવાળો છે. ઇતિ. एवं स्वरूपतो मोक्षमभिधाय तत्त्वभेदपर्यायैर्व्याख्या कार्येति नियममनुसरन् तद्भेदान् प्रदर्शयितुकामः सिद्धान्ते सिद्धानां सत्पदप्ररूपणादिभिर्निरूपणदर्शनेन स्वयमपि तथैव विदधातुं सिद्धानवतारयति तद्वान् मुक्तः |२| तद्वानिति । कृत्स्नकर्मक्षयप्रयुक्तस्वस्वरूपावस्थानपर्यायवान्मुक्त इत्यर्थः । तेन पर्यायपर्यायिणोः कथञ्चिदभेदात्सत्पदप्ररूपणादिभिस्सिद्धभेदे वाच्ये तदभिन्नमोक्षात्मकपर्यायस्याऽपि भेदः प्रज्ञापित एवेति भावः ॥
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy