SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૮, નવમ: શિR: ६७३ મોહનીયનું ગ્રહણ છે. વળી મોહનીયથી મૂઢ બનેલા જંતુઓ, ઘણાં આરંભવાળા-પરિગ્રહ વગેરે કર્માદાનમાં આસક્ત થયેલા નરક આદિના આયુષ્યને બાંધે છે, તેથી મોહનીય બાદ આયુષ્યનું ગ્રહણ કરે છે. નરક આદિના આયુષ્યના ઉદયમાં અવશ્ય નરકગતિ આદિ નામકર્મો ઉદયમાં આવે છે, તેથી આયુષ્ય બાદ નામકર્મનું ગ્રહણ છે. વળી નામકર્મના ઉદયમાં નિયમા ઉચ્ચ-નીચમાંથી કોઈ એક ગોત્રકર્મના વિપાક ઉદય થાય જ, એથી નામગ્રહણ બાદ ગોત્રનું ગ્રહણ છે. ગોત્રના ઉદયથી ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલાને પ્રાયઃ દાનલાભ આદિ અંતરાયોનો ક્ષય (ક્ષયોપશમ) થાય છે, કેમ કે-રાજા વગેરેમાં પ્રચુરતાથી દાન-લાભ આદિ દેખાય છે; અને નીચ કુળમાં ઉત્પન્ન થયેલાને તો દાન-લાભ આદિ અંતરાયોનો ઉદય છે, કેમ કે-નીચ જાતિઓમાં તેમજ દેખાય છે. તેથી આ વસ્તુના સ્વીકાર માટે ગોત્ર બાદ અંતરાયનું ગ્રહણ છે. છે જેમાં જ્ઞાનાવરણીય છે. તેમાં નિયમા દર્શનાવરણીય છે. જેમાં દર્શનાવરણીય છે, તેમાં નિયમો જ્ઞાનાવરણીય છે. જેમાં જ્ઞાનાવરણીય છે, તેમાં નિયમા વેદનીય છે. જેમાં વેદનીય છે, તેમાં કેવલીની અપેક્ષાએ જ્ઞાનાવરણીય નથી. તે કેવલી ભિન્નની અપેક્ષાએ તે જ્ઞાનાવરણીય છે. ૦ મોહનો ક્ષય થવાથી જ્યાં સુધી કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થયું, એવા તે ક્ષેપકને જ્ઞાનાવરણીય છે અને મોહનીય નથી. અક્ષપકને તો બંને છે, કેમ કે-મોહનીયકર્મની સત્તામાં જ્ઞાનાવરણીયની અવશ્ય સત્તાનો નિયમ છે. જ્ઞાનાવરણીયની સાથે વેદનીયની માફક આયુષ્ય-નામ-ગોત્રનો પણ વિચાર કરવો. અંતરાયનો તો દર્શનાવરણીયની માફક વ્યાપ્ય વ્યાપકભાવ જાણવો. દર્શનાવરણીયની સાથે બાકીના કર્મોનો ભાવાભાવનો વિચાર જ્ઞાનાવરણીયની માફક જાણવો. વેદનીયની સાથે અક્ષણમોહની અપેક્ષાએ નિયમા મોહનીય છે, ક્ષણમોહની અપેક્ષાએ તો મોહનીય નથી. જેમાં મોહનીય છે, તેમાં તો નિયમા વેદનીય છે. આ પ્રમાણે વેદનીયની સાથે આયુષ્ય-નામ-ગોત્રોનો પરસ્પર વ્યાપ્ય વ્યાપકભાવ જાણવો. અંતરાય તો વેદનીયની વિદ્યમાનતામાં અકેવલીઓને નિયમો છે, કેવલીઓને તો નથી. અંતરાયની હાજરીમાં વેદનીય નિયમા વર્તે છે. જેમાં મોહનીય છે, તેમાં નિયમા આયુષ્ય છે. જેમાં આયુષ્ય છે, તે અક્ષણમોહમાં મોહનીય છે, ક્ષીણમોહમાં તો નથી. એ પ્રમાણે જેમાં મોહનીય છે, તેમાં નામ-ગોત્ર-અંતરાયો નિયમ છે. જેમાં તે નામ-ગોત્ર અંતરાયો છે. તે અક્ષીણમોહમાં મોહનીય છે. ક્ષીણમોહમાં નથી. જેમાં આયુષ્ય છે, તેમાં નિયમા નામ-ગોત્ર છે. જેમાં નામ-ગોત્ર છે, તેમાં નિયમો આયુષ્ય છે. જેમાં આયુષ્ય છે, તેમાં અંતરાય કેવલીની અપેક્ષાએ નથી, અકેવલીની અપેક્ષાએ તો છે. નામ અને ગોત્રનો પરસ્પર વ્યાપ્ય વ્યાપકભાવ નિયમ છે. નામની સત્તામાં અંતરાય તો કવચિત્ (અક્ષણમોહમાં) હોય અને કવચિત્ (ક્ષીણમોહમાં) ન હોય. પરંતુ અંતરાયની સત્તામાં તો નામ અવશ્ય છે. આ પ્રમાણે ગોત્ર અને અંતરાયમાં વિચારવું. ज्ञानावरणीयादीनामवान्तरभेदा एव प्रकृतिबन्धस्योत्तरभेदा विंशतियुतशतरूपा इत्याह - ... - एषामवान्तरभेदा विंशत्युत्तरशतात्मका बोध्याः । विवृताश्चैते पुण्यपापतत्त्वयोः । उदये च सम्यक्त्वमोहनीयमिश्रमोहनीयसहिता द्वाविंशत्युत्तरशतभेदा भवन्ति । सत्तायान्त्वष्टपञ्चाशदुत्तरशतभेदाः स्युः । विवृताश्चैते सर्वे कर्मग्रन्थे ।२८।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy