________________
સૂત્ર - ૨૪, નવમઃ શિર :
६२७ રસ છે, કેમ કે-શુભ અધ્યવસાયથી બનેલો છે અને અશુભ કર્મપ્રકૃતિઓનો અશુભ રસ છે, કેમ કે-અશુભ અધ્યવસાયથી બનેલો છે.
૦ ત્યાં અશુભ પ્રકૃતિઓનો તેવા તેવા (વિશિષ્ટ) કષાયોથી નિષ્પાઘ (સાધ્ય) કટુક-કટુકતર-ટુકતમઅતિ કટુતમ રસ હોય છે અને શુભ પ્રવૃતિઓનો મધુર-મધુરતર-મધુરતમ-અતિ મધુરતમ રસ હોય છે. અનુક્રમે એક-દ્વિત્રિ-ચતુઃ (એક-બે-ત્રણ-ચાર) સ્થાનિક ઠાણીઓ-ગુણો હોય છે. નિબ(લીંબડા)ના રસની માફક અને ઇશુ-શેલડીના રસની માફક કડવો-મીઠો હોય છે.
૦ ખરેખર, નિબ (લીંબડા) આદિનો-ઇક્ષુ આદિનો સહજ સ્વાભાવિક-નહિ ઉકાળેલો કટુક અને મીઠો રસ એક સ્થાનિક (એક ઠાણીઓ-એકગુણો) કહેવાય છે.
૦ તે જ બે ભાગ(અંશ)રૂપ પ્રમાણવાળો ઉકાળેલો-થાળીમાં ગરમ કરેલો-અધું આવર્તિત બળીને રહેલો કટુકતર અને મધુરતર (બે ઠાણીઓ-દ્વિગુણો) થાય છે.
૦ વળી ત્રણ ભાગ (અંશ)રૂપ પ્રમાણવાળી થાળીમાં ઉકાળેલો-ચોથા ભાગરૂપ અંતવાળો-અતિ કટુકતમ અને અતિ મધુરતમ થાય છે. એ પ્રમાણે કર્મમાં સમજવાનું છે.
[ધારો કે-આપણી પાસે એક શેર લીંબડાનો રસ છે. એમાં જે કડવાશ રહેલી હોય, તેને સ્વાભાવિક યાને એક સ્થાનિક (એક ઠાણીઓ) રસ કહેવામાં આવે છે. જો આ રસને ઉકાળી તેનો અડધો ભાગ (એક દ્વિતીયાંશ) બળી જાય તેટલો, એટલે અડધોશેર બાકી રાખીએ, તો તે રસ પહેલાં કરતાં વધારે કડવો (કટુકતર) બનેલો કહેવાય એ નિઃસંદેહ છે. આ અડધાશેર રસમાં શેર રસ જેટલી કડવાશ હોવાથી, એટલે આની કડવાશ પ્રથમ કરતાં બમણી હોવાથી તે દ્વિસ્થાનિક યાને બે ઠાણીઓ રસ કહેવાય. જો શેર રસને ઉકાળીને તેના બે ભાગ જેટલો તેને ઓછો બનાવીને અર્થાત્ ત્રીજે ભાગે (એક દ્વિતીયાંશ) તે બાકી રહે તેમ કરીએ, તો તે રસ દ્રિસ્થાનિક કરતાં પણ વધારે કડવો છે યાને પ્રથમ અપેક્ષાએ કટુકતમ છે. આ એક તૃતીયાંશ રસમાં સ્વાભાવિક રસ કરતાં ત્રણગણી કડવાશ રહેલી હોવાથી તેને ત્રિસ્થાનિક યાને ત્રણ ઠાણીઓ રસ કહેવાય. એવી રીતે જો શેર રસને ઉકાળીને તેના ત્રણ ભાગ જેટલો રસ બાળી નાંખી ચોથે ભાગે (એક ચતુર્થાશ) યાને (0) પાશેર બાકી રહે તેમ કરીએ, તો તે રસ ત્રિસ્થાનિક કરતાં પણ વધારે કડવો છે. પ્રથમની અપેક્ષાએ અતિ કટુકતમ છે. આ પાશેર રસમાં શેર રસ જેટલી કડવાશ હોવાથી તે ચતુઃસ્થાનિક યાને ચાર ઠાણીઓ રસ કહેવાય છે. આ પ્રમાણે જેમ લીંબડાની કડવાશ વધારી શકાય છે, તેમ ઓછી-મંદ કરી શકાય છે. જો એક શેર લીંબડાના રસમાં એક શેર પાણી રેડીએ, તો આ બશેર મિશ્રણમાં પહેલા જેટલી કડવાશ રહેલી હોવાથી એકંદર રીતે તેની કડવાશ અડધી થયેલી ગણાય. એવી રીતે જો બશેર પાણી રેડીએ, તો તેની કડવાશ ત્રીજે ભાગે રહેશે. એવી રીતે જો ત્રણ શેર પાણી રેડીએ, તો કડવાશ ચોથે ભાગે રહેશે. આમ તે મંદ-મંદતર-મંદતમ બને છે.]
૦ આ ઉપમા સર્વ જઘન્ય સ્પર્ધક (રસોશની અપેક્ષાએ સમાનજાતીય પરમાણુ સમુદાય(વર્ગણા)રૂપ અનંત વર્ગણાઓનો સમુદાય સ્પર્ધક કહેવાય છે.) રસની જઘન્ય રૂપ સમજવી.
૦ સ્પર્ધકો અસંખ્યાત છે અને ઉત્તરોત્તરના સ્પર્ધકો અનંતગુણા રસવાળા છે.