SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ३, प्रथम किरणे २९ એથી જ સામાનાધિકરણ્યના અનુરોધથી જીવ આદિમાં તત્ત્વ શબ્દનું વ્યવસ્થિતપણું હોવા છતાં, મત અર્થવાળા પ્રત્યયના યોગ સિવાય અજહત્ લિંગપણું વ્યાકરણપ્રસિદ્ધ નિયત લિંગપણું હોઈ નપુંસકપણું છે. તત્ત્વ પદમાં- જીવ આદિ નવ પદાર્થોમાં તત્ત્વ શબ્દ વર્તતો હોઈ બહુવચન છે. અથવા ભાવવાચકપણું તત્ત્વ પદનું હોવા છતાં, ધર્મ અને ધર્મીનો કથંચિત્ અભેદ હોવાથી, જીવ આદિ પદાર્થો બહુ હોઈ ‘તત્ત્વ શબ્દમાં બહુવચન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવંર, નિર્જરા, બંધ અને મોક્ષ- એમ જીવ શબ્દથી લઈ મોક્ષ શબ્દ સુધી દ્વન્દ સમાસ જાણવો. જીવ આદિ તત્ત્વોનો વ્યુત્પત્તિ અર્થ જીવાદિ નવ તત્ત્વો પૈકી જીવ-ત્રણેય કાળમાં પણ સ્વસ્વ યોગ્યતાપૂર્વક પ્રાણધારણ રૂપ જીવનની અપેક્ષાએ “જીવ' કહેવાય છે. અજીવ- પૂર્વોક્ત પ્રાણધારણના અભાવની અપેક્ષાએ “અજીવ' અથવા જીવ લક્ષણ વિપરીત લક્ષણની અપેક્ષાએ “અજીવ' કહેવાય છે. પુણ્ય-આત્માને આનંદ આપનારા, પવિત્ર કરનાર અને શુભ પરિણામ દ્વારા સુરક્ષિત રાખનાર હોઈ શાતાવેદનીય વગેરે “પુણ્ય' કહેવાય છે. પાપ- તેના પ્રતિપક્ષી રૂપ આત્માને ખેદ કરનાર, અપવિત્ર કરનાર અને દુર્ગતિમાં પાડનાર હોઈ આશાતાવેદનીય વગેરે “પાપ” કહેવાય છે. આશ્રવ- જે દ્વારા કર્મ ગ્રહણ કરાય છે અથવા કર્મની ગ્રહણ રૂપ ક્રિયા, એ ‘આશ્રવ કહેવાય છે. સંવર- જે દ્વારા કર્મના આગમનનો વિરોધ કરાય છે અથવા કર્મના ઉપાર્જનનો નિરોધ, એ “સંવર’ કહેવાય છે. નિર્જરા જે વડે સર્વ કર્મોનો નિરાસ થાય કે સર્વ કર્મનો વિનાશ, એ નિર્જરા' કહેવાય છે. બંધ- જેના વડે જીવ બંધાય છે-પરતંત્ર કરાય છે અથવા સર્વ કર્મનું બંધન, એ “બંધ” કહેવાય છે. મોક્ષ-જેના વડે કર્મ ક્ષીણ થાય અથવા કર્મોથી છૂટવાની સર્વ ક્રિયા, એ “મોક્ષ' કહેવાય છે. આ બધા જીવ આદિ તત્ત્વોના લક્ષણ-વિભાગ-પ્રભેદ વગેરે આગળ કહેવાશે. જીવ આદિ તત્ત્વોના નવા પ્રકારો કેમ કર્યા?-એની ચર્ચા શંકા-પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ તત્ત્વો જીવ અને અજીવથી જુદા નથી, અર્થાત્ જીવ અને અજીવ તત્ત્વમાં તે સાતનો અંતર્ભાવ થઈ જાય છે. જેમકે- પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ રૂપ ચાર તત્ત્વો પુદ્ગલના વિકાર રૂપ હોઈ અજવસ્વરૂપ છે. (દ્રવ્ય-ભાવ અપેક્ષાએ આશ્રવ જીવ-અજીવ આત્મક છે. બંધ તો આત્મપ્રદેશ સંશ્લિષ્ટ કર્મપુદ્ગલ આત્મક છે.) સંવર, નિવૃત્તિ રૂપ જીવ પરિણામ હોઈ, કર્મના પૃથપણાનો કરનાર શક્તિ રૂપ જીવ પરિણામ હોઈ નિર્જરા, સકલ કર્મના ક્ષય રૂપ હોઈ, વિશિષ્ટ સ્થાન પ્રાપ્તિ રૂપ હોઈ અને સ્વ-સ્વરૂપમાં અવસ્થાન રૂપ હોઈ મોક્ષ પણ વિશિષ્ટ જીવ પરિણામ જ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy