SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૩૧, અષ્ટમ: શિર : ६०१ સમાધાન - તે અપરિગ્રહ મહાવ્રત, ધન-હિરણ્ય આદિની અમૂચ્છના વિષયવાળું છે, માટે અપરિગ્રહમાં વ્યુત્સર્ગનો સમાવેશ થતો નથી. શંકા - પ્રાયશ્ચિત્તના પાંચમા વિભાગમાં વ્યુત્સર્ગ (વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત અર્થાત્ કાઉસ્સગ્નકાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્ત થાય છે. જેમ અશુદ્ધ અન્ન-પાન-ઉપકરણનું પ્રતિષ્ઠાપન કરી કાયોત્સર્ગ કરવો જોઈએ, તેમ ગમન-આગમન-વિહાર-શ્રુત-સાવદ્ય-સ્વપ્નદર્શન નૌસંતરણ-ઉચ્ચાર-પ્રસવણ આદિ કર્યા પછી કાયોત્સર્ગ કરવારૂપ પ્રાયશ્ચિત્ત થાય છે.) કહેલ છે એટલે પ્રાયશ્ચિત્તમાં આવી જાય છે, તો એને જુદું કેમ કહો છો ? સમાધાન - તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત વિરુદ્ધ અતિચારની અપેક્ષા રાખે છે, જ્યારે આ તારૂપ વ્યુત્સર્ગ વિશિષ્ટ અતિચારની અપેક્ષા રાખતું નથી. સામાન્યથી તે નિર્જરારૂપ ફળ હેતુવાળું છે. શંકા - અનેક સ્થળે (અનેકવાર) આ વ્યુત્સર્ગ શબ્દનિરર્થક કેમ નહિ? સમાધાન - કોઈ સ્થળે સાવદ્યનું પ્રત્યાખ્યાન (ત્યાગ) હોઈ, કોઈ સ્થળે નિરવદ્યનું પણ નિયત (અમુક) કાળ સુધી પ્રત્યાખ્યાન હોઈ, કોઈ સ્થળે અનિયતકાળ સુધી આ પ્રમાણે નિવૃત્તિધર્મ પુરુષની (આત્માની) શક્તિની અપેક્ષાવાળો હોઈ, ઉત્તરોત્તર ગુણનો પ્રકર્ષ હોઈ અને ઉત્સાહના ઉત્પાદનનું પ્રયોજન હોઈ પુનરુક્તિ દોષ નથી, એવો ભાવ સમજવો. હવે નિર્જરાતત્ત્વનો ઉપસંહાર કરે છે. ઇતિ નિર્જરા તત્ત્વમ્. -: પ્રશસ્તિ - ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટધર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં ભક્તિસમુદાયને સ્થાપન કરનાર, તેમના જ પટ્ટધર એવા શ્રી વિજયલબ્ધિસૂરિએ રચેલ “તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપજ્ઞ “ન્યાયપ્રકાશ' નામક વ્યાખ્યામાં જીવનિરૂપણ નામનું આઠમું કિરણ સમાપ્ત થાય છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં આઠમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. આઠમું કિરણ સમાપ્ત
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy