________________
સૂત્ર - ૨૪-રૂ, અષ્ટમ: નિ:
५९१
अथान्तिमं शुक्लध्यानमाह
आज्ञाद्यविषयकं निर्मलं प्रणिधानं शुक्लम् । तच्च पृथक्त्ववितर्कैकत्ववितर्कसूक्ष्मक्रियव्युपरतक्रियभेदेन चतुर्विधम् ॥३४॥
आज्ञादीति । आज्ञापायाद्यविषयकनिर्मलप्रणिधानत्वं लक्षणं आर्त्तादिवारणाय निर्मलेति, धर्मध्यानव्यावृत्तये आज्ञाद्यविषयकेति तादृशज्ञानवरणाय प्रणिधानमिति । लक्षणेनास्य भेदाप्राप्तेः कण्ठतस्तमाह तच्चेति । पृथक्त्ववितर्कमाद्यं, पृथक्त्वेन भेदेन - विस्तीर्णभावेन वितर्कः श्रुतं यस्मिंस्तत्पृथक्त्ववितर्कं, एकत्ववितर्कं द्वितीयं, एकत्वेनाभेदेन वितर्को व्यञ्जनरूपोऽर्थरूपो वा यस्य तदेकत्ववितर्कं, सूक्ष्मक्रियं तृतीयं, सूक्ष्मा क्रिया यस्मिन्तत्सूक्ष्मक्रियं, अत्रोच्छ्वासनिश्वासादिकायक्रिया सूक्ष्मा भवति, व्युपरतक्रियं तुर्यं, व्युपरता योगाभावात् क्रिया यस्य तद्व्युपरतक्रियमिति विग्रहः ॥
અંતિમ શુકલધ્યાનને કહે છે
ભાવાર્થ - આજ્ઞા આદિના વિષય વગરનું નિર્મળ ચિત્તની એકાગ્રતારૂપ પ્રણિધાન, એ ‘શુક્લધ્યાન' કહેવાય છે. વળી તે ધ્યાન પૃથકત્વવિતર્ક, એકત્વવિતર્ક, સૂક્ષ્મક્રિય અને વ્યુપરતક્રિયના ભેદથી ચાર પ્રકારનું છે.
વિવેચન - આજ્ઞા અપાય આદિના વિષય વગરનું નિર્મળ પ્રણિધાનપણું, એ શુક્લ ધ્યાનનું લક્ષણ છે. લક્ષણ સમન્વય-આર્ત્ત આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘નિર્મલ’-એવું પ્રણિધાનનું વિશેષણ મૂકેલ છે. ધર્મધ્યાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘આજ્ઞા આદિના વિષય વગરનું’- એમ કહેલ છે.
તાદેશ-આજ્ઞાદિ અવિષયક નિર્મળ જ્ઞાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘પ્રણિધાન' મૂકેલ છે. લક્ષણ દ્વારા આ ધ્યાનના ભેદની પ્રાપ્તિ નહીં હોવાથી શબ્દથી આ ધ્યાનના ભેદને કહે છે કે
(૧) પૃથકત્વવિતર્ક રૂપ પ્રથમ શુક્લધ્યાન-પૃથકત્વવિતર્કની વ્યુત્પત્તિજન્ય અર્થ=પૃથકત્વ એટલે ભેદ (અનેકત્વ) અને વિસ્તૃત ભાવથી વિતર્ક એટલે શ્રુત જે ધ્યાનમાં છે, તે ‘પૃથકત્વવિર્તક' શુક્લધ્યાન છે.
(૨) એકત્વવિતર્ક રૂપ બીજું શુકલધ્યાન-એકત્વવિર્તકનો વ્યુત્પત્તિજન્ય અર્થ=એકત્વ એટલે અભેદની સાથે અને વિતર્ક એટલે વ્યંજનરૂપ (અર્થવાચક શબ્દરૂપ) વિતર્ક કે અર્થરૂપ વિતર્ક જેમાં છે, તે ધ્યાન ‘એકત્વવિતર્ક’ શુક્લધ્યાન છે.
(૩) સૂક્ષ્મક્રિય નામક ત્રીજા શુક્લધ્યાનનો વ્યુત્પત્તિજન્ય અર્થ એવો છે કે-જે શુક્લધ્યાનમાં સૂક્ષ્મ ક્રિયા હોય છે, તે સૂક્ષ્મક્રિયા કહેવાય છે. અહીં ઉચ્છ્વાસ-નિઃશ્વાસ આદિ કાયાની ક્રિયા સૂક્ષ્મરૂપ હોય છે.
(૪) વ્યુપરતક્રિય નામક ચોથા શુકલધ્યાનનો વ્યુત્પત્તિ (વિગ્રહ)જન્ય અર્થ એવો છે કે-વ્યપરત-વિરત