SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ५७२ तत्त्वन्यायविभाकरे 0 રાજાનો વધ અને સ્વલિંગ (સ્વપક્ષીય સાધુ)નો ઘાત આદિની સેવનાથી આ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. આ પ્રાયશ્ચિત્ત આચાર્યોને જ જઘન્યથી છ (૬) માસ સુધી છે. [મૂલમાં “રાજવધ આદિ–આવા વાક્યથી પ્રતિસેવના પારાચિક અને “તીર્થકર આદિ–આવા વાક્યથી આશાતના પારાચિક સૂચન કરેલ છે. પહેલા આદિ પદથી અમાત્ય, પ્રાકૃત ગૃહસ્થ આદિના વધનો સંગ્રહ અને બીજા આદિથી સંઘ-શ્રુત-આચાર્ય-ગણધર-તપસ્વીઓની આશાતનાનો સંગ્રહ જાણવો.] (આ આશાતના પારાંચિકનો જઘન્ય કાળ છે. આનો ઉત્કર્ષ બાર (૧૨) મહિના સુધી છે. પ્રતિસેવના પારાંચિકનો જઘન્ય કાળ એક વર્ષનો અને ઉત્કૃષ્ટથી તો (૧૨) બાર વર્ષનો છે. ઇતિ.) ઉત્કૃષ્ટથી બાર વર્ષો સુધીનું હોય છે અને ત્યારબાદ અતિચારના પારગમન પછી દીક્ષા પ્રદાન, રાજાને પ્રતિબોધ આદિ પ્રવચનના પ્રભાવથી થાય છે, એવો ભાવાર્થ છે. તે દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેશ (વિશિષ્ટ ક્ષેત્ર), કાળ (સ્નિગ્ધ-રૂક્ષ-સાધારણ), શક્તિ (પ્રાયશ્ચિત્ત કરનારનું સામર્થ્ય-વીય), સંવનન (વજઋષભનારા આદિ), સંયમની (સત્તર પ્રકારની કે સઘળા મૂલગુણ-ઉત્તરગુણના સમુદાયની), વિરાધના (ખંડન-અતિચાર), અર્થાત્ પૃથિવીકાય આદિ છ (૬) જીવનિકાયના સંઘટ્ટન પરિતાપન અવદ્રાવણ વિષયવાળું પ્રાયશ્ચિત્ત, બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિયપંચેન્દ્રિય કાયવિષયવાળું પ્રાયશ્ચિત્ત, કાળ આદિ જોઈને દેવું. અથવા એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિયચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય જાતિ દ્વારા, ગુણ એટલે રાગ-દ્વેષ-મોહ,તેઓની ઉત્કર્ષ-અપકર્ષ-મધ્ય અવસ્થાઓની સમીક્ષા કરી, સિંહ-ગાય આદિના હિંસકની માફક તે ગુણની અપેક્ષાએ કરેલી વિરાધનાને પામી, અતિચારની વિશુદ્ધિ માટે અપરાધને અનુરૂપ (યોગ્ય) પ્રાયશ્ચિત્ત અપાય છે-કરાય છે. ૦ ત્યાં ઉપાધ્યાયને પારાંચિતયોગ્ય અપરાધનો સંભવ છતાં અનવસ્થાપ્ય નામક જ પ્રાયશ્ચિત્ત આવે છે, પારાંચિત નહીં, કેમ કે-ઉપાધ્યાયને અનવસ્થાપ્ય સુધીનું જ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ છે. સામાન્ય સાધુઓને પણ અનવસ્થાપ્ય-પરાંચિતયોગ્ય અપરાધનો સંભવ થતાં મૂલ સુધીનું પ્રાયશ્ચિત્ત છે. ૦ તે અનવસ્થાપ્ય પણ અશાતના અનવસ્થાપ્ય આશ્રીને જઘન્યથી છ (૬) મહિનાઓ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધીનું છે. પ્રતિસેવના અનવસ્થાપ્યની અપેક્ષાએ તો જઘન્યથી એક વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી બાર (૧૨) વર્ષો સુધીનું હોય છે. ૦ તીર્થંકર-પ્રવચન-ગણધર આદિનો તિરસ્કાર (આશાતના) કરનારો, હસ્તથી (હાથોથી) તાડન કરનારો અને સાધર્મિક-અન્ય ધાર્મિકની ચોરી કરનારો પ્રતિસેવના અનવસ્થાપ્ય કહેવાય છે. ઇતિ. अधुना विनयं निरूपयति ज्ञानदर्शनचारित्रोपचारान्यतमो विनयः, तत्र नम्रतापूर्वकं ज्ञानाभ्यासो ज्ञानविनयः। जिनेन्द्रोक्तपदार्थेषु निश्शङ्कितत्वं दर्शनविनयः । श्रद्धयाऽनुष्ठानेन च चारित्रप्ररूपणं चारित्रविनयः, गुणाधिकेष्वभ्युत्थानाद्यनुष्ठानमुपचारविनयः ।२६।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy