SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे ચાર પ્રકારની સંલીનતાનું ક્રમસર વર્ણન ભાવાર્થ – પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષનો અભાવ, એ ‘ઇન્દ્રિયસંલીનતા' છે. નહિ ઉદયમાં આવેલ ક્રોધ આદિ કષાયોનો, ઉદયનો નિરોધ અને પ્રાપ્ત ઉદયવાળા ક્રોધ આદિ કષાયોની નિષ્ફળતા કરવી, એ ‘કષાયસંલીનતા’ છે. કુશલ-અકુશલમાં (શુભ-અશુભમાં) મન-વચન-કાયરૂપ યોગોની ક્રમશઃ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ ‘યોગસંલીનતા.’ શૂન્ય આગાર (ઘર) આદિમાં બાધા વગરના સ્ત્રી આદિ રહિત સ્થાનમાં સ્થિતિ, એ ‘વિવિક્તચર્યા સંલીનતા.’ ५६२ વિવેચન – મૂલ, સ્પષ્ટ અને વ્યાખ્યાતપ્રાય છે. ૦ આ છ પ્રકારના પણ બાહ્ય તપથી, બાહ્ય-અત્યંતર ઉપધિઓમાં મમતાનો અભાવ (નિઃસંગત્વ) હંમેશાં અલ્પ આહારના ઉપયોગથી અને પ્રણીતા (સ્નિગ્ધ) આહારના ત્યાગથી શરીરની લઘુતા, ઉન્માદના ઉદ્રેકનો અભાવ હોવાથી ‘ઇન્દ્રિયજય' ભક્તપાન માટે નહીં જનારને, ચર્યા (ભિક્ષાચર્યા) જનિત જંતુઓના ઉ૫રોધનો અભાવ થવાથી ‘સંયમરક્ષણ’ થાય છે. નિઃસંગતા આદિના ગુણનો યોગ થવાથી, અનશન આદિ બાહ્ય તપને કરનાર અને શુભ ધ્યાનમાં સ્થિર રહેનારને અવશ્ય કર્મની નિર્જરા થાય છે, એમ જાણવું. अथातिशयेन कर्मनिर्दहनक्षमं क्रमिकं स्वप्रत्यक्षभूतमन्तः करणव्यापारप्रधानं प्रधानतो बहिर्द्रव्यानपेक्षमितरतीर्थिकानभ्यस्तमनशनादिभ्योऽन्तरङ्गभूतमान्तरं तपो विभजते प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायध्यानोत्सर्गाष्षडाभ्यन्तरतपांसि ।१४। प्रायश्चित्तेति । आभ्यन्तरतपांसीति । मोक्षप्राप्तावन्तरङ्गाणि आभ्यन्तरकर्मतापकानि आभ्यन्तरैरेवान्तर्मुखैर्भगवद्भिर्ज्ञायमानानीमानि तपांसीति भावः ॥ હવે અતિશયથી કર્મને બાળવામાં સમર્થ-ક્રમિક-સ્વપ્રત્યક્ષભૂત અંતરકરણના વ્યાપારની પ્રધાનતાવાળું, પ્રધાનથી બાહ્ય દ્રવ્યની અપેક્ષા વગરનું, અન્યતીર્થિકોના અભ્યાસ વગરનો અને અનશન આદિ કરતાં અંતરંગભૂત આત્યંતર તપનો વિભાગ કરે છે. અત્યંતર તપ ભાવાર્થ – પ્રાયશ્ચિત-વિનય-વૈયાવૃત્ર્ય-સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગરૂપ છ (૬) આત્યંતર તપો છે. વિવેચન – મોક્ષપ્રાપ્તિમાં અંતરંગરૂપ (આપ્યંતર કર્મને તાપનારા) અત્યંતર જ અંતર્મુખ ભગવંતોથી જણાતા આ તપો ‘અત્યંતર તપો' છે, એવો ભાવ છે. હવે દરેક પ્રાયશ્ચિત આદિને જણાવવા પહેલાં પ્રાયશ્ચિતનું વર્ણન કરે છે. अथ प्रत्येकं परिज्ञापयितुं प्रायश्चित्तं निरूपयति अतिचारविशुद्धिजनकानुष्ठानं प्रायश्चित्तम् । तच्चाऽऽऽलोचनप्रतिक्रमणमिश्रविवेकव्युत्सर्गतपश्छेदमूलानवस्थाप्यपाराञ्चितभेदाद्दशविधम् ।१५।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy