SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - १, प्रथम किरणे २१ અનન્યથા સિદ્ધત્વ એટલે અન્યથા સિદ્ધિશૂન્યપણું. વળી અન્યથા સિદ્ધિ એટલે અવશ્ય કતૃપ્ત નિયતપૂર્વવર્તી વડે કાર્યના નિર્વાહ છતાં તત્સહ ભૂતત્વ. જેમ કે- અવશ્ય કતૃપ્ત નિયતપૂર્વવર્તી દંડ આદિથી જ ઘટ રૂપી કાર્યના સંભવમાં તે દંડની સાથે રહેલ દંડત્વ આદિમાં તત્સહભૂતપણું હોઈ અન્યથા સિદ્ધ છે. તથાચ આ સંપૂર્ણ જૈનદર્શનનું મોક્ષના અનન્ય કારણ રૂપ રત્નત્રયીમાં જ રહસ્ય હોઈ રત્નત્રયી પ્રત્યે ગૌરવ-બહુમાન દર્શાવવા માટે બહુવચનનું કથન છે. શંકા- ક્ષાયિક સમ્યક્ શ્રદ્ધા આદિમાં જ મુક્તિનું હેતુપણું છે, તો કેવલ સમ્યક્ શ્રદ્ધા આદિમાં મુક્તિનું ઉપાયપણું કેવી રીતે કહેવાય છે ? એથી જ તો ‘ક્ષમ્ય વર્શન-જ્ઞાન-પારિત્રાજ્ઞિ મોક્ષસાધન' -એમ નહિ કહીને, ‘મોક્ષમાń:' એમ પ્રભુ ઉમાસ્વાતિ વાચકમુખ્ય રચેલ છે ઃ અને ભાષ્યટીકાકારોએ સમસ્ત વિઘ્નોથી રહિત પાટલીપુત્રગામી માર્ગની માફક સમજવો. આવી વ્યાખ્યા કરેલ છે. સમાધાન- પરસાપેક્ષ-સમુદિત-સર્વદર્શન આદિ મોક્ષના સાધનો છે. અર્થાત્ સમ્યગ્દર્શન હોવા છતાં જો જ્ઞાન ન થાય અને સમ્યગ્દર્શન-જ્ઞાન હોવા છતાં જો ક્રિયા વિદ્યમાન ન હોય, તો પ્રત્યેક ઇષ્ટ અર્થના સાધક બનતા નથી. અહીં મોક્ષમાર્ગ રૂપી પદનું વ્યાખ્યાન શ્રી ઉમાસ્વાતિ વાચકમુખ્ય ‘આ સમ્યગ્દર્શનાદિ સમસ્ત સાધનો છે’ એમ કરેલ છે અને માર્ગપદનો અર્થ સાધન સિવાય બીજો અર્થ કહેવો અશક્ય છે. શંકા- ક્ષાયિક સમ્યગ્દર્શન આદિ સિવાયના બીજા ક્ષાયોપશમિક આદિ પરંપરાકારણ-કારણથી અન્યથા સિદ્ધ હોઈ મુક્તિ પ્રત્યે સાધન કેવી રીતે ? સમાધાન- વ્યવહિત કારણોમાં પણ સાધનપણું અક્ષત છે-એવું જો ન માનો, તો મુક્તિ પ્રત્યે સંપૂર્ણ કર્મક્ષયમાં જ કારણપણાનો પ્રસંગ આવે ! બીજી વાત એવી છે કે-વિશેષ (કારણ)થી સામાન્ય(કારણ)માં અન્યથા સિદ્ધિનો અસંભવ છે, કેમ કેનિલદંડથી (વિશેષ કારણ રૂપ દંડથી) સામાન્ય દંડની અન્યથા સિદ્ધિ કોઈને સંમત નથી. શંકા-સકલકર્મક્ષય રૂપ મોક્ષ પ્રત્યે ક્ષાયિક સમ્યક્ત્વ આદિનું અવ્યવહિતપણું હોઈ કારણપણું છે, જ્યારે તે ક્ષાયિક સમ્યક્ત્વ આદિથી ભિન્ન-બીજા ક્ષાયોપશમિક આદિનું વ્યવહિતપણું હોઈ માર્ગપણું છે. અર્થાત્ ક્ષાયિક સમ્યગ્દર્શન આદિને કારણ કહીએ અને ક્ષાયોપશમિક સમ્યગ્દર્શન આદિને માર્ગ કહીએ તો શો વાંધો છે? સમાધાન- સમસ્ત કર્મક્ષય રૂપ મોક્ષ આત્માના સ્વભાવ રૂપ હોઈ સ્થાન રૂપ નહિ હોવાથી, તે મોક્ષ પ્રત્યે સમ્યગ્દર્શન આદિમાં માર્ગપણાનું રૂપણ અસંભવિત હોઈ બંનેમાં કારણતા છે. આ જ કારણથી ભાષ્યટીકાકારોએ કર્મક્ષય રૂપ મોક્ષપદનો અર્થ કહેવા છતાંય, ‘અથવા' એ પ્રમાણે કહીને બીજા કલ્પ-પક્ષના અવલંબનથી ઇષાભાર પૃથ્વી (સિદ્ધ. શિલા) રૂપ સ્થાન મોક્ષ શબ્દથી કહેવાને ઇષ્ટ છે, કેમ કે-સિદ્ધશિલા ઉપર યોજનના કોસનો છઠ્ઠો ભાગ ભગવંતોનો આકાશદેશ આધાર સર્વજ્ઞોએ કહેલો છે. તે સ્થાન રૂપ મોક્ષનો આ સમ્યગ્દર્શન આદિ માર્ગ છે. ઇતિ દિક્.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy