________________
२०
तत्त्वन्यायविभाकरे
હેતુપણાનો પ્રસંગ ન થઈ શકે ! એમ માનનારા પૂ. ઉમાસ્વાતિ વાચકમુખે “તસિધિમાખ્યાં' એમ નહિ કહીને ‘તનિધિ માદા' એ પ્રમાણે કહેલ છે. ટીકાકારોએ સમાસનું નહિ કરવાનું પ્રયોજન પણ આ પ્રમાણે કહેલ છે કે-જ્યાં દ્વન્દ સમાસ નથી કરેલ, ત્યાં પ્રત્યેકનું પૃથક કારણપણું છે. જેમ કેનિધિમદિ ' અહીં સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ભિન્ન ભિન્ન સ્થળે પ્રત્યેક પૃથકુ નિસર્ગ તથા અધિગમ કારણ છે.
શંકા- દ્વન્દ સમાસ દ્વારા સમુદિતોનું જ જો ગ્રહણ માનવામાં આવે, તો “તત્ર તત્વનિ ગીવાનીવપુથપાશ્રવ સંવરનિર્જરા વંધમોક્ષા નવ ' ઇત્યાદિ સ્થળે દ્વન્દ સમાસ દ્વારા જીવ આદિ સમુદાયને જ તત્ત્વ તરીકે કહેવાશે જ ને? જીવ આદિ દરેકને તત્ત્વ તરીકે નહિ જ ગણાય ને? આ વાત તો અનિષ્ટ છે.
સમાધાન-અહીં જીવ આદિ દરેક તત્ત્વ તરીકે કહેવાશે જ, કેમ કે-પ્રત્યેકને તત્ત્વ તરીકે સાબીત કરનાર સંખ્યાવાચક નવ શબ્દ જુદો આપેલ છે.
(तत्त्वत्वं जीवादिनवाऽन्य तमव्याप्यत्वमिति व्याप्ति लाभाय नव ग्रहणं ।)
તથાચ સમુદાય અને સમુદાયીનો કથંચિત્ અભેદ હોવાથી દ્વન્દ સમાસ દ્વારા સમુદાયને જો તત્ત્વ કહેવાય, તો સમુદાયના અવયવભૂત પ્રત્યેકને તત્ત્વ કહેવાય જ.
અએવ સમ્યફ શ્રદ્ધાદિ સમુદાયમાં જો મુક્તિનું ઉપાયત્વ છે, તો દરેકને મુક્તિના ઉપાય તરીકે કહેવામાં શો વાંધો ? અથવા કથંચિત ભેદ પક્ષમાં પણ પ્રત્યેકમાં જે નથી તે સમુદાયમાં નથી. આવો ન્યાય હોવાથી, જો પ્રત્યેક સમ્યફ શ્રદ્ધા આદિમાં મુક્તિનું ઉપાયપણું નથી, તો સમ્યફ શ્રદ્ધા આદિ સમુદાયમાં મુક્તિનું ઉપાયપણું કેવી રીતે રહેશે ? માટે જ પ્રત્યેકને કારણ તરીકે માનીને “મુવત્યુપાયાઃ' એ શબ્દના બહુવચનનું ગર્ભિત કથન કરેલ છે.
પ્રત્યેકમાં સ્વરૂપયોગ્યતા રૂપ કારણતા હોવાથી, વ્યવહિત કારણના અભાવમાં ફલોપધાયક કારણની સત્તાથી અન્ય કાર્યની ઉત્પત્તિના પ્રસંગની આપત્તિ શક્ય નથી. ફલોપધાયકત્વ રૂપ કારણતાના અભિપ્રાયથી “મોક્ષમr:' એ પ્રમાણે ત્રિત્વ સંખ્યાની અપેક્ષાએ એક કાર્ય નિરૂપિત કારણતાબોધક એકવચનના આદરની સાથે વિરોધ નથી.
એવં ચ ચારિત્રની સત્તામાં જ્ઞાન અને દર્શનની અવશ્ય સત્તા હોઈ, અનન્યથા જ્ઞાનમાં અન્યથા સિદ્ધિના પ્રસંગના પરિહાર માટે પ્રત્યેક સમ્યફ શ્રદ્ધા આદિમાં કારણતાબોધક બહુવચન આવશ્યક હોઈ આદરેલ છે.
અનન્યથા સિદ્ધનિયતપૂર્વક વૃત્તિકારણનો અર્થ કાર્યથી નિયત એટલે અવશ્ય ભાવિની પૂર્વેક્ષણવૃત્તિ છે. જેની તે કાર્યનિયત પૂર્વવૃત્તિ કારણ કહેવાય છે અથવા કાર્ય પ્રત્યે નિયત એટલે વ્યાપક હોતું જે પૂર્વવૃત્તિ, તે કારણ કહેવાય છે.
જેમ કે-ઘટ પ્રત્યે દંડ કારણ છે. ત્યાં ઘટ રૂપી કાર્ય પ્રત્યે દંડ વ્યાપક છે, જેમ કે- જયાં જ્યાં ઘટોપત્તિ છે ત્યાં ત્યાં દંડ છે. આવી વ્યાપ્તિ હોઈ દંડની વ્યાપકતા છે. એવું ઘટકાર્ય પૂર્વવર્તી દંડ છે. અર્થાત્ “અનન્યથા સિદ્ધનિયત પૂર્વવૃત્તિકારણે અહીં અનિયત રાસભ આદિ વારણ માટે નિયતપદ છે. કાર્યવારણ માટે પૂર્વપદ છે. દંડત્વ આદિ વલણ માટે અનન્યથા સિદ્ધત્વ છે.