SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ५२४ तत्त्वन्यायविभाकरे તે ઉદીરણા. તે ઉદીરણાના સાત (૭), આઠ (૮), છ (૬), પાંચ (પ), બે (૨) એવી રીતે પાંચ (૫) સ્થાનો છે. ‘અષ્ટૌ’ ઇતિ=પ્રમત્તગુણસ્થાન સુધી પરિપૂર્ણ આઠ (૮) કર્મપ્રકૃતિઓની ઉદીરણા હોય છે. ‘સપ્ત’ ઇતિ=સાત, કેમ કે-કેવલ અનુભવાતા ભવના આયુષ્યની આવલિકા બાકી રહ્યુ છતે આયુષ્ય, આવલિકામાં પ્રવિષ્ટ હોવાથી ઉદીરણાનો અભાવ છે, એવો ભાવ છે. ‘ષા’ ઇતિ=અથવા છ (૬) અપ્રમત્ત-અપૂર્વકરણ-અનિવૃત્તિ બાદરવાળાઓ વેદનીય-આયુષ્યને છોડી છ (૬) કર્મોની ઉદીરણા કરનારા છે. પરંતુ વેદનીય-આયુષ્યના ઉદીરકો નથી, કેમ કે-તેની ઉદીરણાયોગ્ય અધ્યવસાયનો અભાવ છે. એથી જ અતિ વિશુદ્ધ છે. ‘સૂક્ષ્મસંપરાય’ ઇતિ=સૂક્ષ્મસંપરાય સંયત, આવલિકા શેષવાળું મોહનીયકર્મ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી છ (૬) કર્મોનો ઉદીરક છે. જ્યારે આવલિકા શેષવાળું મોહનીયકર્મ હોવે છતે, તે મોહનીયની પણ ઉદીરણાનો અભાવ હોવાથી પાંચ (૫) કર્મોના ઉદીરક બને છે. ‘ઢે વા' ઇતિ=ક્ષીણમોહવાળો હોયે છતે જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાયો, આવલિકા માત્ર અવશિષ્ટવાળા હોયે છતે, જ્ઞાનાવરણ આદિની ઉદીરણાનો અભાવ હોવાથી, નામ અને ગોત્રરૂપ બે કર્મોની, ક્ષીણમોહ યથાખ્યાત સંયત ઉદીરણા કરે છે. ‘પંચ વા’ ઇતિ=ઉપશાન્તમોહવાળામાં અનુભવાતા કર્મની જ ઉદીરણાનો નિયમ હોવાથી, મોહનીયના ઉદયનો અભાવ હોઈ ઉદીરણાનો અભાવ હોવાથી અને વેદનીય તથા આયુષ્યકર્મોનો ઉદીરક હોય છે; તેમજ ક્ષીણમોહવાળામાં મોહ ક્ષીણ હોવાથી પાંચ કર્મોનો ઉદીરક છે. ‘અનુદી૨કઃ’ ઇતિ=ચૌદ(૧૪)મા ગુણસ્થાનમાં યથાખ્યાત સંયત ઉદીરણા વગરનો છે, કેમ કે-ઉદીરણા યોગની અપેક્ષાવાળી હોવાથી, ત્યાં ચૌદ(૧૪)મા ગુણસ્થાનમાં યોગનો અભાવ હોવાથી ઉદીરણાનો અભાવ છે. उपसम्पद्धानद्वारमाचष्टे - उपसम्पद्धानद्वारे-सामायिकस्सामायिकत्वं त्यजन् छेदोपस्थापनीयत्वं सूक्ष्मसम्परायत्वमसंयतत्वं वा प्राप्नुयात् । छेदोपस्थापनीयः छेदोत्वं त्यजन् सामायिकत्वं परिहार-विशुद्धिकत्वं सूक्ष्मसम्परायत्वमसंयतत्वं वा प्राप्नुयात् । परिहारविशुद्धिकः परिहार- विशुद्धिकत्वं त्यजन् पुनर्गच्छाद्याश्रयणाच्छेदोपस्थापनीयत्वं देवत्वोत्पत्तावसंयतत्वं वा भजेत् । सूक्ष्मसम्परायस्तत्त्वं श्रेणिप्रतिपातेन त्यजन् पूर्वं सामायिकश्चेत्तत्त्वं छेदोपस्थापनीयश्चेतत्त्वं श्रेणिसमारोहणतो यथाख्यातत्वं वा यायात् । यथाख्यातसंयतस्तु तत्त्वं त्यजन् श्रेणिप्रतिपाततो सूक्ष्मसम्परायत्वं असंयमं वा प्रतिपद्यते, उपशान्तमोहत्वे मरणाद्देवोत्पत्तिं स्नातकत्वे तु सिद्धिगतिं प्रतिपद्यत इति । ७८ ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy