SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे ‘આયુર્વર્જ’ઇતિ=ત્રિ(ત્રીજો) ભાગ આદિ અવશિષ્ટ આયુષ્યવાળા જ જીવો આયુષ્યકર્મ બાંધનારા હોવાથી બીજા ભાગ આદિમાં આયુષ્યકર્મના બાંધનારા હોતા નથી. માટે તેવાને અપેક્ષીને ‘અયુર્વર્જ' ઇતિએ પ્રમાણે કહેલ છે. ५२२ ‘મોહનીય આયુર્વર્જ' ઇતિ=સૂક્ષ્મસં૫રાય સંયત અપ્રમત્ત હોવાથી અને બાદરકષાયનો અભાવ હોવાથી, મોહનીય અને આયુષ્યકર્મને છોડી છ (૬) કર્મપ્રકૃતિઓને બાંધે છે. ‘વેદનિયમેવ’ ઇતિ=બંધહેતુઓ પૈકી યોગોની વિદ્યમાનતા હોવાથી યથાખ્યાત સંયત વેદનીયને જ બાંધે છે. ‘બંધરહિત એવ' ઇતિ=સઘળા બંધના હેતુઓનો અભાવ હોવાથી ચૌદ(૧૪)મા ગુણસ્થાનસ્થ બંધરહિત છે. वेदनाद्वारमाह— वेदनाद्वारे-सामायिकाद्याश्चत्वारोऽष्टौ कर्मप्रकृतीरनुभवन्ति । यथाख्यातस्तु निर्ग्रन्थावस्थायांमोहवर्जसप्तकर्मप्रकृतीनां वेदको मोहनीयस्योपशान्तत्वात्क्षीणत्वाद्वा । स्नातकावस्थायां घातिकर्मप्रकृतिक्षयाच्चतसृणां वेदक इति । ७६ । वेदनाद्वार इति । अष्टाविति, नियमेनेति शेषः । मोहवर्जेति, तत्र हेतुमाह मोहनीयस्येति, उपशमश्रेण्या क्षपकश्रेण्येति भावः ॥ (૨૩) વેદનાદ્વાર ભાવાર્થ - સામાયિક આદિ ચાર (૪) સંયતો આઠ (૮) કર્મપ્રકૃતિઓને અનુભવે છે. યથાખ્યાત સંયત તો નિગ્રંથ અવસ્થામાં મોહને છોડીને સાત (૭) કર્મપ્રકૃતિઓનો અનુભવ કરનારા છે, કેમ કે-મોહનીય ઉપશાન્ત કે ક્ષીણ થયેલ છે. સ્નાતક અવસ્થામાં ઘાતીકર્મપ્રકૃતિઓનો ક્ષય થવાથી ચાર (૪) અઘાતીકર્મપ્રકૃતિઓનો વેદક (અનુભવકર્તા) છે. વિવેચન - ‘અષ્ટા’વિત્તિ નિયમા આઠ (૮) કર્મપ્રકૃતિઓનો અનુભવ કરે છે. [મોહનીયના ઉદયમાં આઠ (૮) કર્મપ્રકૃતિઓનો ઉદય અને મોહનીય વર્જી ત્રણ (૩) ઘાતીકર્મોના ઉદયમાં (૮) આઠ કે (૭) સાત કર્મપ્રકૃતિઓનો ઉદય થાય છે. ત્યાં આઠેયનો ઉદય ઉપશાન્તમોહમાં કે ક્ષીણમોહમાં હોય છે. વેદનીયઆયુષ્ય-નામ-ગોત્રના ઉદયમાં (૮) આઠ, (૭) સાત કે ચાર (૪) કર્મપ્રકૃતિઓનો ઉદય છે. સૂક્ષ્મસંપરાય સુધી આઠેયનો, ઉપશાન્તમોહમાં કે ક્ષીણમોહમાં સાતેયનો, વેદનીય આદિ અઘાતી ચારેય(૪)નો સયોગીકેવલીમાં અને અયોગીકેવલીમાં ઉદય હોય છે.] १. मोहनीयस्योदयेऽष्टानामुदयः, मोहनीयवर्जानां त्रयाणां धातिकर्मणामुदयेऽष्टानां सप्तानां वा तत्राष्टानां सूक्ष्मसम्परायगुणस्थानं यावत् सप्तानामुपशान्तमोहे क्षीणमोहे वा, वेदनीयायुर्नामगोत्राणामुदयेऽष्टानां सप्तानां चतसृणां वोदयः, सूक्ष्मसम्परायं यावदष्टानां उपशान्तमोहे क्षीणमोहे वा सप्तानां चतसृणामेतासामेव वेदनीयादीनां सयोगिकेवलिन्ययोगिकेवलिनि चेति ॥
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy