________________
४८४
तत्त्वन्यायविभाकरे
एकादशगुणस्थानवत्तिनो हि सर्वथा कषायाणामुपशमनादुदयाभावाच्चाऽऽद्यमिदं यथाख्यातचारित्रं केवलमन्तर्मुहूर्त्तकालीनमुत्कृष्टतः, ततो नियमेन च्यवनादिति भावः । क्षपकश्रेण्या समायातस्य तु द्वादशादिगुणस्थानवत्तिनः सर्वथा कषायाणां क्षयात्तादृशं चारित्रं द्वितीयं जघन्येनान्तर्मुहूर्तस्थितिकमुत्कृष्टतो देशोनपूर्वकोटिप्रमाणं भवतीत्याह-क्षपकेति । तत्राद्यचारित्रस्य कषायसत्तासमानाधिकरणत्वात्तस्य च नियमेनोदयसंभवात् यस्माद्गुणस्थानाद्यया रीत्या समागतस्तथैव प्रतिपततीत्याशयेनाह-आद्यमिति । क्षपकश्रेणितः कषायाणां सर्वथा क्षयेण प्रतिपाताभावो द्वितीयचारित्रवत इत्याह-द्वितीयमिति । इदमेव चारित्रं मोक्षाव्यवहितसाधनं सामायिकादयोऽप्यत्रागमने क्रमेण श्रेणिकल्पत्वादसाधारणकारणान्येव । गुप्त्यादयस्तु पञ्चविधचारित्रनैर्मल्यापादकतया परम्परयोपकारीभूता इति दिक् ।।
યથાખ્યાત સંયમલક્ષણભાવાર્થ - કષાયશૂન્ય ચારિત્ર, એ “યથાખ્યાત’ કહેવાય છે. આ ચારિત્ર ઉપશમશ્રેણિને પામેલાને કષાયોના ઉપશમથી અને ઉદયનો અભાવ થવાથી અંતર્મુહૂર્તની સ્થિતિવાળું હોય છે. ક્ષપકશ્રેણિમાં આરૂઢને તો કષાયોના સર્વથા ક્ષયથી જઘન્યથી અંતર્મુહૂર્વકાળ સુધી રહેનારું અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધીનું આ ચારિત્ર જાણવું. પહેલું પ્રતિપાતી છે, જયારે બીજું અપ્રતિપાતી છે.
વિવેચન-લક્ષણ - કષાયરહિતપણું છતે ચારિત્રપણું યથાવાતચારિત્રનું લક્ષણ છે.
પદકૃત્ય - સિદ્ધ અવસ્થામાં અતિવ્યાપ્તિના લક્ષણ માટે “ચારિત્રપણું રૂપ વિશેષ્ય દળ છે. ઉપશમક અને ક્ષેપકમાં રહેતું હોવાથી આના પણ બે ભેદ છે.
૦ અગિયાર(૧૧)મા ગુણસ્થાનમાં વર્તનારાઓ, ખરેખર, સર્વથા કષાયોનો ઉપશમ થવાથી અને ઉદયનો અભાવ થવાથી પહેલું આ યથાખ્યાતચારિત્ર કેવળ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તકાળવર્તી છે, કેમ કેત્યારબાદ નિયમા પતન છે, એવો ભાવ સમજવો.
૦ ક્ષપકશ્રેણિદ્વારા આવેલ બાર(૧૨)માં આદિ ગુણસ્થાનોમાં વર્તનારાઓનું સર્વથા કષાયોના ક્ષયથી તેવું (નિષ્કષાય) બીજું ચારિત્ર (યથાવાતચારિત્ર) જાન્યથી અંતમુહૂર્તની સ્થિતિવાળું અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ પ્રમાણવાળું હોય છે.
યથાખ્યાતચારિત્ર છમસ્વરૂપ અને કેવલીરૂપ સ્વામી(અધિકારી)ના ભેદથી બે પ્રકારનું છે. છપ્રસ્થ સંબંધી યથાખ્યાતચારિત્ર બે પ્રકારનું છે. (૧) મોહક્ષયજન્ય અને (૨) મોહના ઉપશમથી જન્ય. કેવલી સંબંધી યથાખ્યાતચારિત્ર સયોગી-અયોગીના ભેદથી બે પ્રકારનું છે.
૦ ત્યાં (યથાખ્યાતચારિત્રના વિભાગોમાં) પ્રથમ ચારિત્રનું કષાયની સત્તાની સાથે સમાન અધિકરણપણું અને તે કષાયનો નિયમથી ઉદય હોવાથી તે ગુણસ્થાનથી જે રીતિથી આવ્યો, તેવી જ રીતે પડે છે.