SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ तत्त्वन्यायविभाकरे પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં જ આ છે. ભાવિના વ્યપદેશના અભાવપૂર્વક જાવજજીવ સુધીનો સંયમ “યાવજીવકાળ” ચારિત્ર સમજવું. વળી આ મધ્યમ (૨૨) બાવીશ તીર્થંકરના તીર્થમાં અંતર્ગત સાધુઓને અને વિદેહક્ષેત્રવર્તી સાધુઓને હોય છે. વિવેચન - છેદોપસ્થાપના આદિ ચાર ચારિત્રોથી ભિન્ન લક્ષણ હોય છતે સર્વ સાવઘયોગ વિરતિપણું સામાયિકચારિત્રનું લક્ષણ છે. પદકૃત્ય - છેદોપસ્થાપના આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સતિ' સુધીનું પદ છે. (૧૭) સત્તર પ્રકારનો, યતિધર્મમાં અંતર્ગત સંયમ તો ચારિત્રની અપેક્ષાવાળો છે, એમ ભેદ સમજવો. ૦ અવદ્ય-પાપ, તેની સાથે વર્તે તે સાવદ્ય કહેવાય. સાવદ્ય કાયિક આદિ વ્યાપાર રૂપ યોગસાવઘયોગ. તે સઘળા સાવઘયોગથી વિરામ સાવદ્યયોગ વિરતિ. સામાયિક શબ્દ વિવેક સમ=રાગ-દ્વેષવિરહિત. તેનો અય એટલે ગમન. અહીં અય એટલે ગમન, એ સર્વ ક્રિયાનું ઉપલક્ષક સૂચક છે. અર્થાત્ રાગ-દ્વેષથી શૂન્ય સર્વ ક્રિયા સાધુને નિર્જરારૂપી ફળવાળી જ થાય છે. સમય જ આવા વિગ્રહમાં સ્વાર્થમાં (સ્વાર્થિક) વિનયાદિ હોવાથી (વિનયાદિ ગણપઠિત હોવાથી) ઠફ (ઇકણ) પ્રત્યય થતાં “સામાયિક શબ્દની નિષ્પતિ (સિદ્ધિ) છે. અર્થાત્ સર્વ સાવઘયોગ વિરતિરૂપ સ્વરૂપવાળું જ સામાયિક કહેવાય છે. ૦ વિશુદ્ધતર અધ્યવસાય વિશેષથી વિશિષ્ટ સર્વ સાવઘયોગ વિરતિ જ છેદોપસ્થાન આદિ કહેવાય છે. શંકા - નિવૃત્તિ પ્રધાન હોવાથી સામાયિકમાં ગુપ્તિપણાનો પ્રસંગ કેમ નહિ? સમાધાન - અહીં સામાયિકમાં યોગની પ્રવૃત્તિની વિદ્યમાનતા હોવાથી ગુપ્તિપણાનો પ્રસંગ નહિ આવે. શંકા - તો પછી સામાયિકમાં પ્રવૃત્તિ હોઈ સમિતિપણાનો પ્રસંગ કેમ નહિ? સમાધાન - સામાયિક નામના ચારિત્રમાં પ્રયત્ન કરે છે એટલે સમિતિઓમાં પ્રવૃત્તિનો ઉપદેશ હોવાથી, તે ચારિત્રમાં સમિતિઓનું કારણ પણું છે. ઇત્વરકાળ સામાયિકનું લક્ષણ કહે છે. લક્ષણ - ભાવિ વ્યપદેશયોગ્યપણું હોય છતે સ્વલ્પકાળવાળું ચારિત્રપણું (લઘુદીક્ષા), એ ઈ. સાવનું લક્ષણ છે. અર્થાત્ દીક્ષાના સ્વીકાર પછી શસ્ત્રપરિણા નામક અધ્યયનના અભ્યાસીને અને શ્રદ્ધાસંપન્ન સાધુને છેદ ઉપસ્થાપ્ય નામક સંયમનું આરોપણ કરતી વખતે સામાયિક એવા વ્યપદેશ(વ્યવહાર સંજ્ઞાનામ)નો વિગમપલ્ટો-પરિવર્તન થવાથી ઇત્વરકાલીન સામાયિક કહેવાય છે. [ભાવિ વ્યપદેશયોગ્યતાથી વિશિષ્ટ ચારિત્રની જ ઉપસ્થાપનામાં (છેદોપસ્થાપનમાં વડીદીક્ષામાં) ચારિત્રનો ત્યાગ નથી, કેમ કે-વડી દીક્ષાના સમયે તે ચારિત્ર વિશુદ્ધ-વિશુદ્ધતર રૂપે છે, તેથી દીક્ષાગ્રહણના સમયમાં “સામાયિક માવજીવ કરોમિ'- આવું ઈવરકાલીન સામાયિકનું ગ્રહણ હોવા છતાં, વડીદીક્ષામાં ઉપસ્થાનમાં સામાયિક એવી સંજ્ઞાને છોડનારને પણ પ્રતિજ્ઞાનો લોપ થતો નથી, કેમ કે તે ચારિત્રમાં અન્યથાપણાનો અભાવ છે. આવા આશયથી કહેલ છે
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy