SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ तत्त्वन्यायविभाकरे लक्षणार्थ:, सर्वत्र रत्नत्रयफलकत्वं विवक्षणीयं तेन पूजाद्यभिलाषुकानुष्ठितोक्तक्रियायां व्युदासः । इति चेष्टावतां संवरसिद्धिफलवत्यः क्रिया उक्ताः ॥ આ પ્રમાણે પ્રસંગથી સંવરની વિભાવના માટે ગુણસ્થાનોનું નિરૂપણ કરી આશ્રવવાળા (આવતા) કર્મોની નિરોધ અવસ્થામાં સાધનભૂત સમિતિ આદિનું ક્રમથી નિરૂપણ કરવા માટે આરંભ કરે છે. સમિતિઓ ભાવાર્થ - ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ. એ ‘સમિતિ' કહેવાય છે. તે સમિતિ ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગના ભેદથી પાંચ પ્રકારે છે. સ્વ-પરની પીડાના પરિહાર માટે યુગ માત્ર (ચાર હાથ ભૂમિપ્રમાણ) જોવાપૂર્વક રત્નત્રયીરૂપ ફળજનક ગમન, તે ‘ઇર્યાસમિતિ’ કહેવાય છે. કર્કશ આદિ દોષ વગરનું હિત, મિત, અનવદ્ય, અસંદિગ્ધ અને દ્રોહશૂન્ય બોલવું, તે ‘ભાષાસમિતિ.’ સૂત્રના અનુસારે અન્ન આદિ પદાર્થોનું અન્વેષણ, એ ‘એષણાસમિતિ.’ ઉપધિ વગેરેનું નિરીક્ષણ-પ્રમાર્જનપૂર્વક, લેવી-મૂકવી રૂપ ક્રિયા, એ આદાનનિક્ષેપસમિતિ.' જંતુશૂન્ય-પરિશોષિત (શુદ્ધ) ભૂમિમાં વિધિથી મૂત્ર-પુરીષ (ઠલ્લો-માન્નુ) આદિ વસ્તુ પરઠવવી, એ ‘ઉત્સર્ગસમિતિ.’ વિવેચન – ઉપયોગપૂર્વક હોયે છતે પ્રવૃત્તિપણું, એ સમિતિનું લક્ષણ છે. અર્થાત્ સ્વ-પર પ્રાણીવિષયક પીડાના પરિહારની ઇચ્છાથી ગમન આદિરૂપ પ્રવૃત્તિ. - લક્ષણસંગતિ – ઉપયોગહીનથી ઉદાસીન પ્રવૃત્તિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ઉપયોગપૂર્વકત્વ રૂપ વિશેષણ મૂકેલ છે, જ્ઞાન આદિમાં અતિવ્યાપ્તિના માટે પ્રવૃત્તિત્વરૂપ વિશેષ્યદલ મૂકેલ છે, કેમ કે-ઇર્યા આદિ પાંચ પ્રવૃત્તિઓ જ સમિતિરૂપ છે. રત્નત્રયીરૂપ યોગક્રિયારૂપ પ્રવૃત્તિની વિવક્ષા હોવાથી જ્ઞાન આદિરૂપ આત્માની પ્રવૃત્તિમાં દોષ (અતિવ્યાપ્તિ) નથી. અથવા ઉપયોગપૂર્વકત્વ સાકાંક્ષ (આંકાક્ષા સહિત) હોવાથી આકાંક્ષામાં અતિવ્યાપ્તિના વારણ માટે પ્રવૃત્તિપદનો નિવેશ છે. ૦ પાંચ ઇર્યા આદિ પ્રવૃત્તિઓને શાસ્ત્રમાં સમિતિ તરીકે પરિભાષિત કરાય છે. અર્થાત્ સમિતિ શબ્દ શાસ્ત્રીય સંજ્ઞા છે. તે અન્વર્થ-સાર્થક પણ છે એમ સમજવું. [× એ ઉપસર્ગ, પ્રશંસા અર્થવાળો છે. પ્રશસ્ત ચેષ્ટા તે સમિતિ. અહીં પ્રવૃત્તિમાં પ્રશસ્તપણું એટલે સર્વજ્ઞપ્રવચન અનુસારિપણું સમજવાનું છે.] ઇર્યાસમિતિનું સ્વરૂપ વર્ણન પોતાને કે બીજાને બાધ ન થાય તેવી રીતે આગળ યુગપ્રમાણ જમીનને જોતો, બીજ-સચિત્ત વનસ્પતિવાળા પ્રદેશોને છોડતો જે ગમન કરે છે, એથી રત્નત્રયી સુરક્ષિત થાય છે, તે ‘ઇર્યાસમિતિ.' સ્વપર બાધાના પરિહારથી પ્રયોજ્ય યુગ માત્ર નિરીક્ષણપૂર્વક, રત્નત્રયી ફળવાળું ગમન ‘ઇર્યા’નું લક્ષણ છે. સત્કાર આદિ અભિલાષુક પુરુષ કર્તૃકગતિમાં અતિવ્યાપ્તિવારણ માટે ‘રત્નત્રયફલક' એવું વિશેષણ છે. ધર્મના માટે પ્રયત્ન કરનારના ગમનમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘સ્વ—પર બાધાપરિહાર પ્રયોજ્ય યુગ માત્ર નિરીક્ષણપૂર્વક' એવું વિશેષણ છે. ભાષાસમિતિનું લક્ષણ હિત એટલે પોતાને કે બીજાને મોક્ષપદ આપવા સમર્થ, મિત એટલે નિરર્થક ઘણા પ્રલોપથી શૂન્ય પ્રયોજન
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy