SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૭, સક્ષમ: નિઃ ३९३ પણ વિકલ્પ છે. વળી આ પ્રમાણે કલ્પતું નથી. ત્યાં ઉપભોગમાં કયો શાસ્ત્રોક્ત વિધિ છે ? તેના જવાબમાં પહેલાં સ્નાનની ઇચ્છાવાળાએ તો ઘરમાં સ્નાન કરવું જોઈએ. જો ત્યાં સામગ્રી ન હોય, તો તેલ-આમળા વગેરે માથામાં નાંખી, તે તમામને ખંખેરી, તળાવ આદિના કિનારા ઉપર બેસી ગાળેલા પાણીથી ખોબે ખોબે સ્નાન કરે છે. ઘરમાં પણ સ્નાન-ભોજન-તાંબૂલ-પુષ્પ આદિ ઘરવખરીની અલ્પતા ગુણકારક છે તથા જે પુષ્પ આદિમાં કુંથુઆ આદિ જંતુઓ પેદા થાય છે તેનો પરિહાર કરે છે. આ પ્રમાણે સઘળે ઠેકાણે સમજવું. ૦ (૪) સંયુક્ત અધિકરણતા-અધિકરણ એટલે જેના દ્વારા નક આદિનો અધિકારી બને. જેમ કેખાંડણીઓ-ખાંડણી આદિ સંયુક્ત એટલે બીજા અધિકરણ સાથે જોડેલ તે સંયુક્ત અધિકરણ. જેમ કેઉખલની સાથે મુશલ (સાંબેલું), હળની સાથે ફળું, ગાડાની સાથે ધોંસરી અને ધનુષ્યની સાથે બાણ ઇત્યાદિ રૂપ સંયુક્ત અધિકરણ તેનો ભાવ, તે ‘સંયુક્ત અધિકરણત્વ' કહેવાય છે. આ સંયુક્ત અધિકરણત્વ હિસ્રપ્રધાન નામક અનર્થદંડના વ્રતવાળાને અતિચાર છે. અહીં પણ સંપ્રદાયપરંપરા છે કે-શ્રાવકે સંયુક્ત (સજ્જ કરેલા) શકટ આદિ અધિકરણો નહિ રાખવા જોઈએ, કેમ કે–સંયુક્ત અધિકરણ ગમે તે માણસ વગર રજાએ સહેલાઈથી લઈ જઈ શકે ! જો અંગો છૂટા છૂટા રાખ્યા હોય, તો બીજાને સુખપૂર્વક વારી શકાય ! આ પ્રમાણે ચોથો અતિચાર જાણવો. ૦ (૫) મૌખર્ય-મૂખરતા-જ્યાં-ત્યાં મુખ નાખનારો કે અતિશય મુખવ્યાપારને કરનારો, તે મુખર કહેવાય છે. તેનો ભાવ તે મુખરતા-વાચાળતા-ધૃષ્ટતા સરખું-સભ્યતા વગરનું-સંબંધશૂન્ય બહુ પ્રલાપ માત્ર મૌખર્ય છે. આ પાપ ઉપદેશ રૂપ અનર્થદંડત્યાગીને અતિચાર છે, કેમ કે-અતિશય વાચાળતા હોયે છતે પાપ ઉપદેશનો સંભવ છે. અપધ્યાનથી આચરિત વ્રતમાં તો અનાભોગ આદિ દ્વારા અપધ્યાનમાં પ્રવૃત્તિ. આ પ્રમાણે ગુણવ્રતના અતિચારો છે. પ્રથમ શિક્ષાવ્રત રૂપ સામાયિકત્વના પાંચ અતિચારો છે. (૩) યોગદુપ્રણિધાન, (૪) સ્મૃતિ અનવધારણ, (૬) અનાદર,-એમ પ્રથમ શિક્ષાવ્રતના પાંચ અતિચારો છે. વળી યોગદુપ્રણિધાન ત્રણ પ્રકારનું છે. જેમ કે-(૧) કાયદુપ્રણિધાન, (૨) વચોદુપ્રણિધાન, અને (૩) મનોદુપ્રણિધાન. (૧) કાયદુપ્રણિધાન-કાયાને પાપવ્યાપારમાં પ્રવર્તાવવી, તેમજ શરીરના હાથ-પગ વગેરે અવયવોનું ઉપયોગરહિતપણે પ્રવર્તન કરવું, તે ‘કાયદુપ્રણિધાન' છે. (૨) વચનદુપ્રણિધાન-વર્ણ તથા સંસ્કાર એ બંનેથી રહિત, તેમજ જેમાંથી અર્થ ન નીકળે તેવી વાણી બોલવી, તથા શબ્દ-સંસ્કાર અને અર્થ વિનાની હાનિકારક ચપળ ભાષા બોલવી, તે ‘વાચિકદુપ્રણિધાન’ છે. (૩) મનોદુપ્રણિધાન-ક્રોધ-લોભ-દ્રોહ-અભિમાન-ઇર્ષ્યા આદિ અને કાર્યની તત્પરતાથી થયેલ ઉતાવળ, ઇત્યાદિ માનસિક અશુભ-દુષ્ટ વ્યાપાર, એ ‘મનોદુપ્રણિધાન' કહેવાય છે. (૪) સ્મૃતિ અનવધારણ-સામાયિક કરવાના સમયના વિષયવાળી સ્મૃતિનું અથવા પ્રબળ પ્રમાદના યોગથી મેં સામાયિક કર્યું છે કે નહિ ?-આ પ્રમાણેની સ્મૃતિના નિશ્ચયનો અભાવ, એવં સ્મરણના અભાવ રૂપ અતિચાર છે, કેમ કે-મોક્ષના અનુષ્ઠાનો સ્મૃતિ-ઉપયોગ રૂપી મૂળવાળાં છે. એમ ચોથો અતિચાર જાણવો.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy