SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ तत्त्वन्यायविभाकरे અર્ધદાણા સહિત હોવાથી, તેમજ દળેલો તૂર્તનો લોટ “આ અચિત્ત છે–આવી બુદ્ધિથી આહાર-સંમિશ્રાહાર વ્રતની અપેક્ષા હોઈ અતિચાર છે. એમ ત્રીજો અતિચાર છે. ૦ (૪) અભિષવ-દારૂ માત્ર, સૌવીરક આદિ (વિચિત્ર કાંજી, રાબ આદિ) ઉન્માદક કોઈપણ જાતના એક દ્રવ્ય કે વિવિધ દ્રવ્યોના મિશ્રણથી ઉત્પન્ન થતાં મદિરા વગેરે પ્રવાહી અને વૃષ્યદ્રવ્યનો (વીર્યની વૃદ્ધિ કરનાર ઔષધ-વનસ્પતિ-અડદ આદિ દ્રવ્યનો) ઉપયોગ સાવદ્ય આહારના ત્યાગીને ચોથો અતિચાર છે. ૦ (૫) દુષ્પફવાહાર-અડધા રંધાયેલા ભુંજાયેલા) પૌંઆ-ચોખા-ચણા-જવ-ઘઉં-જાડા માંડા, કાકડી આદિ, કાચાં શાક, ફળ આદિ આ લોકમાં હાનિ કરનારા છે. જેટલા અંશે સચિત્ત છે, તેટલા અંશથી પરલોકને પણ હણે છે-હાનિ કરે છે. પૌઆ આદિ કાચા-પાકા હોઈ કાચા ભાગમાં સચેતન અવયવ હોય છે. પાકા ભાગમાં અચેતન અવયવ હોઈ ખાનારને પાંચમો અતિચાર છે. આ પાંચ અતિચારો ભોજનની અપેક્ષાએ છોડવા જોઈએ. ભોગ-ઉપભોગના ઉત્પાદક વ્યાપારની અપેક્ષાએ તો ૧૫ અતિચારો શ્રી ધર્મસંગ્રહ આદિ ગ્રંથોથી જાણી લેવા. આઠમા અનર્થદંડવિરમણ વ્રતના પાંચ અતિચારો(૧) કંદર્પ, (૨) કીકુ, (૩) ભોગભૂરિતા, (૪) સંયુક્ત અધિકરણતા, અને (૫) મુખરતા,-એમ પાંચ અતિચારો ત્રીજા ગુણવ્રતના છે. ૦ (૧) કંદર્પ-એટલે કામ. તે રૂપ હેતુથી જન્ય અથવા કામથી પ્રધાનતાવાળો વાણીનો વિલાસ, તે ઉપચારથી કંદર્પ સમજવો. તે રાગ-મોહ આદિ વિકારને ઉત્તેજન કરનારી હાસ્ય આદિ વચન રૂપ ક્રિયા રૂપ છે, એમ સમજવું. અહીં એવી સામાચારી છે કે-પોતાને કે પારકાને મોહને પ્રગટ કરનારું વાક્ય શ્રાવકે બોલવું ન જોઈએ, તો પછી અટ્ટહાસ્ય તો કલ્પે જ ક્યાંથી ? જે હસવાનું છે, તે હાસ્ય માત્ર પ્રમાદથી કરનારને અતિચાર રૂપ છે. ૦ (૨) કૌમુચ્ય-કુલુચપણું એ જ કૌમુચ્ય. અર્થાત્ સ્તન-ભવાં-આંખ-ઓઠ-નાક-હાથ-પગ-મુખના વિકારો દ્વારા જે ચેષ્ટા કરે છે, તે કુકુચ કહેવાય છે. અહીં ‘કુતુ” એ નિપાત અવ્યયકુત્સા-નિંદા અર્થમાં છે. કુત્કચનો ભાવ એટલે ક્રિયા કૌકુચ્ય કહેવાય છે. અર્થાત્ અનેક પ્રકારની ભાંડ-વિટની વિકારી વિચિત્ર ક્રિયા અથવા કૌકુચ્ય એટલે કુત્સિત-નિંદિત એવો કુશ એટલે સંકોચ આદિ વિકારી ક્રિયાવાળો તેનો ભાવ કૌમુત્ર્ય કહેવાય છે. બીજાઓ હસે છે, પોતાની લઘુતા થાય છે, તેવું શ્રાવકને બોલવું કે કરવું કલ્પતું નથી. વળી પ્રમાદથી તે પ્રકારે આચરતાં અતિચાર લાગે છે. ૦ (૩) ભોગભૂરિતા-ભોગ (ગ્ય) અને ઉપભોગ (ગ્ય) જે સ્નાન-પાન-ભોજન-ચંદન-કંકુ-કેસરકસ્તુરી-વસ્ત્ર-આભરણ આદિનું પોતપોતાના કુટુંબને વાપરવાની અપેક્ષાએ અધિકપણું, તે “ભોગભૂરિતા' કહેવાય છે. ભોગની અધિકતા પ્રમાદવિષ? આત્મક હોઈ પ્રમાદ આચરિતનો અતિચાર છે. જો લોભથી ઉપભોગયોગ્ય તેલ આદિની અધિકતા હોવે છતે બીજા લોકો તેલ આદિને માગીને તળાવ આદિમાં સ્નાન આદિમાં પ્રવૃત્તિ કરે છે, તથાચ અનર્થદંડ એવં પોરા વગેરેની હિંસા પણ અધિક થાય ! પરંતુ તાંબૂલ આદિમાં
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy