SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ मंगलाचरण મૂલાતિશયો વર્ણવવા જોઈએ.” આ શાસ્ત્રીય નિયમ તન્વન્યાયવિભાકરકારે બરોબર પાળ્યો છે-એમ સમજવું. શ્રીમાનુ- આ પદમાં “ગોમાનું' પદની માફક અનિત્ય સંબંધમાં મત, પ્રત્યય નથી, પરંતુ “જ્ઞાનવાન આત્માની માફક નિત્ય યોગમાં મત પ્રત્યય છે. અર્થાત્ ચોત્રીશ અતિશય રૂપ ભાવ અરિહંતપણા રૂપ શ્રીની સાથે અથવા સકલ કર્મના ક્ષયજન્ય અનંત જ્ઞાનાદિ રૂપ અનંત ચતુષ્ટય સંપત્તિ રૂપ શ્રી-સમૃદ્ધિની સાથે નિત્ય સંબંધવાળા. વીર- વીર એટલે વિશેષથી કર્મીને ફેંકી દેનાર, અથવા તપથી અને બળથી યુક્ત હોવાથી વીર એટલે ચોવીસમા તીર્થંકર. જો કે પૂર્વોક્ત વીર શબ્દની વ્યુત્પત્તિથી સકલ તીર્થંકરની ઉપસ્થિતિનો સંભવ છે, તો પણ યોગ કરતાં રૂઢિ બળવાન છે.” અર્થાત્ યોગ વ્યુત્પત્તિલભ્ય અર્થ કરતાં રૂઢિલભ્ય-રૂઢ અર્થ બળવાન છે. આવો ન્યાય હોવાથી વીર નામની વિશિષ્ટ વ્યક્તિ જ વિવક્ષિત (અધિકૃત) છે. નિશ્ચય નયની અપેક્ષાથી (ગુણપ્રધાન દૃષ્ટિથી) એક તીર્થંકર રૂપ આરાધ્યની ભક્તિમાં (અર્વગુણસંપન્ન એક તીર્થકરની સેવામાં) એક ગુણવાળા હોવાથી ભાવના ઉત્કર્ષથી સકલ તીર્થકરની સેવાની સિદ્ધિ છે. અહીં વિશિષ્ટ વ્યક્તિરૂપ શ્રી મહાવીરદેવની ભક્તિમાં ભાર દેવાનું કારણ એ છે કે-શ્રી મહાવીરદેવની અપેક્ષાએ અન્ય તીર્થકરો વ્યવહિત પરંપરાથી ઉપકારી છે, જયારે અન્ય તીર્થકરોની અપેક્ષાએ આ જ પ્રભુ શ્રીમહાવીરસ્વામી આસન અવ્યવહિત સાક્ષાત્ ઉપકારી છે. વ્યવહાર નયની અપેક્ષાએ ઉપકાર પ્રધાન દષ્ટિથી ઉપકારી છે.) માટે આજ ભક્તિના તાત્પર્યનો વિષય છે. અર્થાત્ વીર એટલે શ્રી મહાવીરસ્વામી. શ્રીમાનુ વીર રૂપી જિનો (સામાન્ય કેવલીઓ)ના ઈશ્વર-જિનેશ્વરને પ્રતિદિન-હંમેશાં વંદના કરું છું. એટલે કેસ્તુતિ કરું છું અને પ્રણામ કરું છું, તેમજ વચન અને શરીરના સંકોચ રૂપ પૂજા કરું છું. એવી રીતે પોતાની પણ ભક્તિની અધિકતા દર્શાવે છે. અહીં ‘વન્દ્ર ધાતુ સ્તુતિ અને નમસ્કાર રૂપ બને અર્થોના સમાનરૂપે વાચક છે, કારણ કે- કેવલ સ્તુતિબોધક અથવા નમસ્કારબોધક ધાતુઓનું ગ્રહણ કરેલ નથી. સત્ય પ્રરૂપણા દ્વારા સકલ ચરાચર (જીવ-અજીવ)ના ઉપકારી હોવાથી જગદ્વલ્લભલોકનાથ એવા શ્રીમદ્ વીર જિનેશ્વરને પ્રતિદિન હું વંદન કરું છું. (૧) પૂર્વપક્ષ- આ (પ્રકૃત) શાસ્ત્ર આરંભયોગ્ય નથી, કેમ કે - અભિધેય (વાચ્યાર્થવિષય)થી રહિત છે. જેમ કે-કાકદન્ત પરીક્ષા. (કાગડાને દાંત છે કે નહિ, એવી નિરર્થક પરીક્ષા-તપાસ કરવી, નિષ્ફળ પ્રયાસ કરવો તે.) * જે ગ્રંથ અભિધેય આદિથી શૂન્ય હોઈ આરંભયોગ્ય નથી અને તેનો જો આરંભ કરવામાં આવે, તો અભિધેય આદિ શૂન્ય-આરબ્ધ આ ગ્રંથ પ્રેક્ષાવંત પુરુષોને ગ્રાહ્ય નહિ જ થાય; કેમ કે- છમસ્થ વક્તા વડે સ્વતંત્રપણાએ તે કહેવાતો છે. જેમ કે- રચ્યાપુરુષ વાક્ય (શેરીમાં રખડતા પુરુષનું વાક્ય) ઈત્યાદિ. આ પ્રમાણે બોલનારા કે સંદેહ કરનારા પ્રેક્ષાવંતોની પ્રવૃત્તિ થાય, માટે અભિધેય-વિષય કહેવો જોઈએ તથા પ્રયોજન કહેવું જોઈએ. એવું સ્વતંત્રતાના પરિવાર માટે પરમગુરુ (અરિહંત-ગણધર આદિ)ના ઉપદેશવચન અનુસારિત રૂપ સંબંધ ગ્રંથની આદિમાં કહેવો જોઈએ. શાસ્ત્રકારોએ કહ્યું છે કે-”શાસ્ત્રની આદિમાં સામાન્ય રૂપથી પુરુષાર્થ ઉપકારક અભિધેય (વિષય)ને ર મળી વિશેષ રૂપથી તે અભિધેય વિષયક જિજ્ઞાસા આદિથી પ્રેરણાવશ બનેલા પ્રેક્ષાવંતો શાસ્ત્રના શ્રવણ
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy