SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे नन्विदं शास्त्रं नारम्भणीयं, अभिधेयशून्यत्वात् काकदन्तपरीक्षावत्, तथा प्रेक्षावतां ग्रन्थोऽयमनादेय एव, छद्मस्थत्वे सति स्वतन्त्रतयाऽभिधीयमानत्वाद्रथ्यापुरुषवाक्यवदित्येवं प्रवदतां संदिहानानां वा प्रेक्षावतां प्रवृत्त्यर्थं वाच्योऽभिधेयः परमगुरुपदेशानुसारित्वञ्च सम्बन्धः प्रथमतः । यदाहु:-"श्रुत्वाभिधेयं शास्त्रादौ पुरुषार्थोपकारकम् । श्रवणादौ प्रवर्तन्ते तज्जिज्ञासादिनोदिताः । नाश्रुत्वा विपरीतं वा श्रुत्वाऽऽलोचितकारिणः । काकदन्तपरीक्षादौ प्रवर्तन्ते कदाचने"ति, तथा 'प्रयोजनमनुद्दिश्य न मन्दोऽपि प्रवर्त्तते । एवमेव प्रवृत्तश्चेच्चैतन्येनास्य किं भवेदिति न्यायेन प्रयोजनमपि प्रकटनीयम्, अन्यथा प्रयोजनशून्यत्वादत्र नैव प्रवर्तेरन् प्रेक्षावन्तस्तथा वाच्यवाचकादि सम्बन्धवैधुर्येऽपि प्रवृत्त्यनुपपत्त्या सोऽपि वाच्य एवेति तदनभिधानप्रयुक्तप्रसज्यमानाऽऽशङ्कातङ्कसमुन्मूलनाय, परम्परया विशिष्टादरनिमित्तार्हन्मूलताप्रख्यापनार्थश्चादौ गुरुपर्वक्रमलक्षणसम्बन्ध-प्रदर्शनपुरस्सरमभिधेयादिकं स्वकीयग्रन्थनाम चोपनिबध्नाति ભાવાર્થ. “ભક્તિની પૂર્ણ વૃદ્ધિથી નમતા એવા ચોસઠ ઇન્દ્રો આદિના મસ્તકમાં પહેરેલ મુકૂટોની પ્રભા પ્રકાશક, વિસ્વર-અતએવ ભાસ્વર ચરણકમલવાળા, અનુપમઅસાધારણ જ્ઞાનરૂપી પ્રભાથી દેદીપ્યમાન, રાગ-દ્વેષરૂપી ઘાસના ગંજને બાળવા માટે અગ્નિસમાન (શુક્લધ્યાનવાળા હોઈ ભગવાનને અગ્નિની ઉપમા આપી છે.), વાણી રૂપી અમૃતના (આવિર્ભાવની ભૂમિ હોઈ) સમુદ્ર સમાન, એવા જગતના વલ્લભ શ્રીમાન્ વીર જિનેશ્વરને હું વંદના કરું છું.” | વિવેચન-ભક્તિ એટલે આરાધ્ય રૂપ વિશેષ્યવાળું જ્ઞાન. અર્થાત્ “શ્રીવીર પ્રભુ જ મારા આરાધ્ય-સેવ્ય છે, હું એ શ્રી વીર પ્રભુનો જ સેવક છું.”-આવું વિશિષ્ટ જ્ઞાન અને આરાધના એટલે ગુરુતાસંપન્ન પ્રીતિ-પ્રસન્નતાના હેતુ રૂપ ક્રિયા, આજ્ઞાની આરાધના-સેવા રૂપ ક્રિયા. અર્થાત્ પૂર્વોક્ત સજ્ઞાન-ક્રિયા રૂપ ભક્તિની અધિકતાથી જે નમતા ઇન્દ્ર વગેરે છે, તેઓના મસ્તકસ્થ મુકૂટવર્તી રત્નોની પ્રભાપ્રકાશક-વિકસિત ચરણકમલવાળા, આ વિશેષણથી પરમાત્માનો પૂજાતિશય (અશોક વૃક્ષ આદિ આઠમહા પ્રાતિહાર્ય પૂજા રૂપ પૂજાતિશય રૂપ મૂળભૂત અતિશય), તેમજ નિરૂપમ-અસાધારણ અનંત એવા જ્ઞાનરૂપી પ્રભા, સમસ્તપણાએ સકલ પદાર્થ પ્રકાશક હોવાથી જ્ઞાનમાં પ્રભાનો આરોપ સમજવો. અર્થાત કેવલજ્ઞાનરૂપી પ્રભાથી જાજ્વલ્યમાન, આ વિશેષણથી કેવલજ્ઞાનના અનંતપણા રૂપ “જ્ઞાનાતિશય રૂપ મૂલ અતિશય' દર્શાવ્યો છે તથા રાગ-દ્વેષમાં અતિ તુચ્છાણાએ કરી તૃણપણાનું રૂપણ (આરોપણ) કરેલ છે. તે તૃણ-પુંજતુલ્ય રાગ-દ્વેષને દૂર કરવા-ક્ષય કરવા અગ્નિસમાન, આ વિશેષણથી ભગવાનનો અપાયાપગમાતિશય રૂપ મૂલ અતિશય (રાગ-દ્વેષ આદિ અઢાર દોષ-કર્મ રૂપ અપાયના ક્ષય રૂપ અપાયાપગમ અતિશય) જણાવ્યો છે. તથા પાંત્રીશ ગુણોથી શોભિત વાણી રૂપી, નિરંતર આનંદદાયક હોવાથી અમૃતના સાગર, (જન્મભૂમિ) આ વિશેષણથી વચનાતિશય રૂપ મૂલ અતિશય (પ્રવચન રૂપ તીર્થના પ્રવર્તન રૂપ વચનાતિશય) પ્રગટ કર્યો છે. “શાસ્ત્રકારે પોતાને ચાર અતિશયની સિદ્ધિ માટે શાસ્ત્રની આદિમાં ભગવાનના ચાર
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy