SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૭, સનમ: શિર : ३७३ પાલન, સદાચાર, એ “મધ્યમ દેશવિરતિ.” ઉત્કૃષ્ટ દેશવિરતિ-સચિત્ત આહારનો ત્યાગ. સદા એકાસનપૂર્વક ભોજન, સદા પ્રશસ્ત બ્રહ્મચર્યવ્રતનું પાલન અને મહાવ્રતોના સ્વીકારની સ્પૃહા, તે “ઉત્કૃષ્ટ-દેશવિરતિ છેએમ જાણવું. “સર્વ સાવઘના એકદેશથી વિરત સાવદ્ય એટલે હિંસા-ચોરી આદિ નિંદિત કર્મ, સર્વ સાવઘયોગોથી વિરત, પ્રમત્ત સંયત આદિ પણ હોય છે, માટે અહીં “એકદેશથી વિરત’-એમ કહેલ છે. પ્રાણાતિપાત આદિમાંથી કોઈ એકદેશ, અથવા નિરપરાધી વિનાશન આદિ રૂપ તેનો એકદેશ. આ બન્નેથી વિરત એટલે એક-બે આદિ અણુવ્રતધારી શ્રાવક-બારવ્રતધારી શ્રાવક, એમ ભાવ સમજવો. અને તે વ્રતો અણુવ્રતો પાંચ, ગુણવ્રતો ત્રણ અને શિક્ષાવ્રતો ચાર હોય છે. ૦ અણુવ્રત એટલે લઘુ પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ વ્રતો અણુવ્રતો કહેવાય છે. અથવા મહાવ્રતની અપેક્ષાએ આ અણુવ્રતો અલ્પ વિષયવાળા હોઈ અણુવ્રતો છે. અથવા સર્વવિરતિ રૂપ સ્વામીની અપેક્ષાએ અલ્પ ગુણવંત પુરુષના અનુષ્ઠાન રૂપ હોઈ અણુવ્રતો કહેવાય છે-અનુવ્રતો પણ કહેવાય છે. અર્થાત્ મહાવ્રતના નિરૂપણના કાળ પછીના કાળમાં આ અણુવ્રતોનું નિરૂપણ થતું હોવાથી અપેક્ષાએ અનુ એટલે પછીથી વર્ણનયોગ્ય વ્રતો અણુ-અનુવ્રતો કહેવાય છે, કેમ કે-મહાવ્રતોના સ્વીકારના અસમર્થન માટે આ અણુવ્રતોનું નિરૂપણ આવશ્યક છે. ૦ ત્યાં હિંસા એટલે પ્રમાદજન્ય પ્રાણ વ્યપરોપણ રૂપ છે. તે સ્કૂલ અને સૂક્ષ્મભેદથી બે પ્રકારની છે. અહીં સ્થૂલત્વ એટલે જે મિથ્યાષ્ટિઓને પણ હિંસાપણાએ પ્રસિદ્ધ છે તે, અથવા ત્રસ જીવ વિષયકત્વ (ત્રસ જીવની હિંસા તે સ્થૂલ હિંસા) અને સૂક્ષ્મતા એટલે પૃથ્વીકાય આદિ વિષયવાળું સૂક્ષ્મત્વ, અર્થાત્ પૃથ્વીકાયાદિ જીવહિંસા સૂક્ષ્મણિંસા સમજવી. તે જ પ્રમાણે મૃષાવાદ આદિમાં સ્થૂલત્વ-સૂક્ષ્મત્વ વિચારવું. તે સ્થૂલ હિંસાદિથી વિરતિ પંચ અણુવ્રત શબ્દથી વાચ્ય બને છે. તે વિરતિ-અણુવ્રત રૂપ વિરતિ પણ વ્રતોના ભાંગાની માફક બહુલતા હોવાથી વિચારવી. ૦ સંક્ષેપથી વિરત-અવિરતના ભેદથી શ્રાવકોનું દ્વિવિધપણું હોવા છતાં વિસ્તારથી દ્વિવિધ-ત્રિવિધ આદિ રૂપ ભાંગાના ભેદથી અષ્ટવિધ તે શ્રાવકો છે. તે આ પ્રમાણે (૧) દ્વિવિધ એટલે કરેલું અને કરાવેલું, ત્રિવિધ એટલે મન-વચન-કાયા વડે. જેમ કે- સ્થૂલહિંસા વગેરેને મન વડે-વચન વડે-કાયા વડે હું નહિ કરું, બીજા પાસે નહિ કરાવું, આ પ્રમાણેના અભિગ્રહવાળો પ્રથમ પ્રકાર. અહીં આને અનુમતિનો નિષેધ નથી, કેમ કે-પુત્ર-પુત્રી આદિ પરિગ્રહની વિદ્યમાનતા હોવાથી તે પુત્રાદિ દ્વારા હિંસાદિનું કરવું તેમાં અનુમતિની પ્રાપ્તિ છે. ૦ જો સાધુને અનુમતિ પણ થાય, તો દેશવિરત અને સર્વવિરતમાં તેના વિષયમાં વિશેષ ભેદ ન થાય. (૧) ૦ દ્વિવિધ દ્વિવિધેન-દ્વિવિધ અર્થાત્ કરવું અને કરાવવું બે પ્રકાર. (૨) રૂપકરણ વડે અને મન વડે એમ બીજો ભાંગો છે. આના ઉત્તરભાગાઓ ત્રણ થાય છે. (૧) ત્યાં દ્વિવિધ એટલે શૂલહિંસા આદિ કરતો નથી અને કરાવતો નથી. દ્વિવિધ વડે એટલે મન વડે અને વચન વડે. (૨) મન વડે અને કાયા વડે. (૩) વાણી વડે અને કાયા વડે. ત્યાં પહેલા ભાંગામાં મનથીઇરાદા વગર જ હિંસા આદિ વાણીથી નહિ બોલતો જ અસંસીની માફક કાયા વડે દુષ્ટ ક્રિયા વગેરે કરે છે,
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy