SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ३७२ तत्त्वन्यायविभाकरे दशाङ्गवृत्तिः । धर्मबिंदुयोगशास्त्रवृत्त्यादौ तु यदाऽनाभोगादिनाऽतिक्रमणादिना वा एतानाचरति तदाऽतिचाराः अन्यथा तु भङ्गा एवेति भावितमिति संक्षेपः । विस्तरस्तु अन्यग्रन्थेभ्योડવાન્તવ્ય: || પાંચમા ગુણસ્થાનનું વર્ણન- - ભાવાર્થ - પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી સર્વ સાવઘયોગના એકદેશથી વિરતિવાળાની જધન્ય-મધ્યમઉત્કૃષ્ટમાંથી કોઈ એક વિરતિધર્મની પ્રાપ્તિ, એ દેશવિરતિ ગુણસ્થાન.” વિવેચન - સઘળા પાપવાળા વ્યાપારોથી વિરતિની અભિલાષાવાળાને પણ વૈરાગ્યની વૃદ્ધિવાળા જીવને સર્વવિરતિઘાતી પ્રત્યાખ્યાન આવરણ રૂપ કષાયના ઉદયથી સર્વવિરતિનું સામર્થ્ય ઉત્પન્ન થતું નથી. પરંતુ જઘન્ય કે મધ્યમ અથવા ઉત્કૃષ્ટ દેશવિરતિઓમાં જ્યાં એક દેશવિરતિ થાય છે, તે “દેશવિરતિ ગુણસ્થાન” કહેવાય છે. વિરતાવિરતમાં આઠ ભાંગાઓ છે. (૧) વ્રતોને જે જાણતો નથી, સ્વીકારતો નથી અને પાળવા માટે પ્રયત્ન કરતો નથી. જેમ કે-સઘળા અવિરતિવાળાઓ. (૨) જે જાણતાં નથી, સ્વીકારતા નથી, પરંતુ પાળે છે. જેમ કે-અજ્ઞાની તપ. (૩) જે જાણતો નથી, સ્વીકારે છે, પરંતુ પાળવાનો પ્રયત્ન કરતો નથી. જેમ કે- અજ્ઞાની પાસથ્થો સાધુ. (૪) જે જાણતો નથી, સ્વીકારે છે અને પાળે છે. જેમ કે-અગીતાર્થ. (૫) જે જાણે છે, સ્વીકારતો નથી અને પાળવા માટે પ્રયત્ન કરતો નથી. જેમ કે- શ્રેણિક વગેરે. (૬) જે માત્ર જાણે છે, સ્વીકારતો નથી અને પાળતો નથી. જેમ કે-અનુત્તરદેવ. (૭) જે જાણે છે, સ્વીકારે છે અને પાળતો નથી. જેમ કે-સંવિગ્નપાલિકા (૮) જે જાણે છે, સ્વીકારે છે અને પાળે છે. જેમ કે-વતી. ત્યાં પહેલા, બીજા વગેરે સાત ભાંગાઓમાં વ્રતોનું પાલન છતાં નિષ્ફળતાની અપેક્ષાએ “અવિરત હોય છે, કેમ કે-સમ્યજ્ઞાનીને ગ્રહણપૂર્વક પાલનમાં જ વ્રતોની સફળતા છે. પહેલાંના ચાર ભાંગાઓમાં સમ્યજ્ઞાન આદિનો અભાવ છે. ત્યારબાદના ત્રણ ભાંગાઓમાં સમ્યજ્ઞાનની હાજરીમાં પણ સમ્યગુ આદર અને પાલન આદિનો અભાવ છે. અંતિમમાં છેલ્લા ભાંગામાં તો દેશથી પાપથી વિરત દેશવિરત પણ થાય છે. એક-બે-ત્રણ આદિ વ્રતોના ધારણથી બાર વ્રતોના ધારણ સુધી દેશવિરત' કહેવાય છે. જઘન્ય દેશવિરત-શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર (નવકારમંત્ર) માત્ર ગણવાના નિયમનું ધારણ, આકુટ્ટિ-જાણી જોઈને સંકલ્પ-બુદ્ધિપૂર્વક જે હિંસા કરવી, તે આકુટિથી થતી સ્થૂલ હિંસા આદિનો ત્યાગ અને મદ્ય-માંસાદિનો ત્યાગ, તે જઘન્ય દેશવિરતિ કહેવાય છે. મધ્યમ દેશવિરતિ-ધર્મની યોગ્યતાના પ્રાપક ગુણો (ન્યાયસંપન્નવિભવ ઇત્યાદિ માગનુસારિતા લક્ષણ રૂપ ગુણો અથવા અશુદ્ર આદિ શ્રાવકના એકવીશ ગુણો) ગૃહસ્થ ઉચિત છે. છ કર્મો (દવપૂજા, ગુરુસેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન રૂપ છ કર્મો), બાર વ્રતોનું
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy