SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૪, સનમઃ રિ ३४७ तथा सूक्ष्मत्रिकाऽऽतपमिथ्यात्वोदयव्यवच्छेदानरकानुपूर्व्यनुदयाच्चैकादशोत्तरशतवेदयिता । तीर्थकृत्सत्ताऽसम्भवात् सप्तचत्वारिंशदधिकशतसत्ताकश्च भवति ॥ ભાવાર્થ - બન્ને પ્રકારના સમ્યક્ત્વથી પડનારને “સાસ્વાદન ગુણસ્થાન હોય છે. વિવેચન - હા ! વિશેષ છે, તો કયો વિશેષ છે ? તે કહે છે કે- ‘પડનારને' હોય છે. અર્થાતુ બંને પ્રકારના ઉપશમ સમકિતને પામનારા સઘળા આરોહક નથી જ હોતા પરંતુ પડનારા હોય છે, એવો ભાવ સમજવો. તો પછી તેઓને કયું ગુણસ્થાનક હોય છે? આના જવાબમાં કહે છે કે- “સાસ્વાદન' ઇત્યાદિ પદો, અર્થાત્ બંને પ્રકારના સમકિતથી પડનારને જ સાસ્વાદન ગુણસ્થાનક હોય છે, બીજાઓને નથી હોતું. આમ સૂચન કરવા માટે તથા પ્રકારનું કથન છે, એમ સમજવું. ઉપશમશ્રેણીથી પડતો કોઈ એક આત્મા (અંતર્મુહૂર્તમાનવાળી ઉપશાન્ત અદ્ધા, જઘન્યથી સમય બાકી રહે છતે, ઉત્કૃષ્ટથી છ આવલિકા બાકી છતાં, કોઈ એકને મહાબિભીષિકા (ભય)ના ઉત્થાન સરખો અનંતાનુબંધીનો ઉદય થાય છે. તેનો ઉદય થયે છતે આ જીવ સાસ્વાદન સમ્યગ્દષ્ટિગુણસ્થાનમાં વર્તે છે. હજુ સુધી મિથ્યાત્વગુણસ્થાન પ્રાપ્ત નહિ કરેલું હોવાથી અને અવ્યક્ત ઉપશમગુણનું વદન હોવાથી આ ગુણસ્થાનનું ગુણસ્થાનપણું છે.) અનંતાનુબંધીનો ઉદય થતાં સાસ્વાદન ગુણસ્થાન મેળવે છે. આ ગુણસ્થાન પડનારને જ હોય છે, ચડનારને નહિ. મિથ્યાત્વગુણસ્થાન તો પડનારને પણ હોય છે. મિશ્ર આદિ ગુણસ્થાનો પડનારને અને ચડનારને હોય છે. અગિયારમું ગુણસ્થાન દશમાંથી ચડનારને હોય છે. તેનાથી આગળ આરોહણનો (ઉપશમશ્રેણીવાળાને) અભાવ હોવાથી અને ત્યાંથી અધઃપતનનો નિયમ હોવાથી બારમા વગેરે સઘળા ગુણસ્થાનો ચડનારને (ક્ષપકશ્રેણીવાળાને) હોય છે, કેમ કે તે બારમા વગેરે ગુણસ્થાનોથી પતનનો અભાવ છે. પ્રથમ ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનો ભવ્ય જીવને હોય છે. શંકા - સાસ્વાદન સિવાયના બીજા ગુણસ્થાનોનું ઉત્તરોત્તર આરોહણરૂપપણું હોવાથી ગુણસ્થાનપણું વ્યાજબી છે. વળી મિથ્યાત્વનું અવ્યક્ત મિથ્યાત્વમાંથી વ્યક્ત મિથ્યાત્વની પ્રાપ્તિની અપેક્ષાએ આરોહણ સ્વરૂપપણું હોઈ શું ગુણસ્થાનપણું યુક્ત છે ? સમાધાન - મિથ્યાત્વગુણસ્થાનની અપેક્ષાએ આસાસ્વાદનનું આરોહણરૂપપણું હોઈ, અપાઈ પુદ્ગલપરાવર્ત રૂપ શેષ સંસારવાળા ભવ્યોને જ આ ગુણસ્થાનમાં અધિકાર હોવાથી ગુણસ્થાનપણું યુક્ત છે. ૦ આ સાસ્વાદન ગુણસ્થાનમાં રહેલો જીવ ૧૦૧ અર્થાત્ ૧૧૭માંથી ૧૦૧ કર્મપ્રકૃતિઓના બંધનો કર્તા છે. કેમ કે-૧-મિથ્યાત્વ, ૪-નરકત્રિક, ૮-એકેન્દ્રિય આદિ ચાર જાતિઓ, ૧૨-સ્થાવરચતુષ્ક, ૧૩આતપ, ૧૪-હુંડ, ૧૫-સેવાર્તા અને ૧૬-નપુંસકવેદ રૂપ ૧૬ પ્રકૃતિઓનો વિચ્છેદ છે. (આ સોળ કર્મપ્રકૃતિઓ મિથ્યાત્વના નિમિત્તે બંધાતી હોઈ આગળના ગુણસ્થાનોમાં આ સોળનો બંધ નથી, કારણ કેઆ સોળને પ્રાયઃ નારક, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય યોગ્ય હોવાથી અને અત્યંત અશુભ હોવાથી મિથ્યાષ્ટિ જ બાંધે છે.)
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy