SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૦, અમ: વિરો २३९ दर्शनमवधेयम् । देशघातीदम् । अस्य स्थिती मतिज्ञानावरणवत् । अचक्षुर्दर्शनावरणस्वरूपमाह, तद्भिन्नेन्द्रियेणेति । चक्षुर्भिन्नेन्द्रियेणेत्यर्थः, चक्षुर्दर्शनावरणवारणाय तद्भिनेति । मनसेति, मनोजन्येत्यर्थः, तथा च चक्षुभिन्नेन्द्रियमनोऽन्यतरजन्यसामान्यमात्रावगाहिबोधप्रतिरोधकत्वे सति कर्मत्वमचक्षुर्दर्शनावरणस्य लक्षणम् । कृत्यं पदानां स्पष्टमेव । देशघातीदम् । स्थिती अपि मतिज्ञानावरणवत् ॥ ચક્ષુ-અચક્ષુદર્શનાવરણને જણાવે છે[ખરેખર, દર્શન પાંચ ઇન્દ્રિયોથી થાય છે. ચક્ષુ અપ્રાપ્યકારી હોઈ અને ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો પ્રાપ્યકારી હોઈ, ચક્ષુદર્શન-અચક્ષુદર્શન, એ પ્રમાણે ઈન્દ્રિયોની અપેક્ષાએ દર્શનની દ્વિવિધતા હોઈ તેના આવરણની દ્વિવિધતા છે; કેમ કે- એક પ્રકારે સંગ્રહનો અસંભવ છે. મન તો અનિન્દ્રિય છે, જેથી તેના દર્શનનો અચક્ષુદર્શન-ચક્ષુભિન્ન ઈન્દ્રિય, અનિન્દ્રિયજન્ય એ રૂપ અચક્ષુદર્શનથી સંગ્રહ થઈ જાય છે. એથી પહેલાં ચક્ષુદર્શનને કહે છે.]. ભાવાર્થ- ચક્ષુ દ્વારા (કરણથી) સામાન્ય અવગાહી બોધને (સામાન્ય ઉપયોગને) રોકનારું કર્મ ચક્ષુદર્શનાવરણ.” ચક્ષુથી ભિન્ન ઈન્દ્રિયો દ્વારા અને મનકરણથી સામાન્ય અવગાહી બોધને રોકનારું કર્મ અચક્ષુર્દર્શનાવરણ.” | વિવેચન- અહીં આત્મા સામાન્ય વિશેષ ઉપયોગ રૂપ સ્વભાવવાળો છે. તે આત્માના ઉપયોગમાં ઈન્દ્રિયો અને મન કરણરૂપ દ્વાર છે. આત્મા કરણ દ્વારા રૂપ આદિ વિષયોને જાણે છે અને જુએ છે. તેનો રોધ કરનારા કર્મો પણ છે. અર્થાત્ ચક્ષુ રૂપ કરણજન્ય રૂપવિષયક સામાન્ય અવગાહી ઉપયોગને રોકનાર કર્મ, તે ‘ચક્ષુર્દર્શનાવરણ છે. ચક્ષુજન્ય સામાન્ય માત્ર વિષયક બોધ પ્રતિબંધકત્વ વિશિષ્ટ કર્મત્વ'- એ ચક્ષુર્દર્શનાવરણનું લક્ષણ છે. વિશેષ્ય અને વિશેષણનું પદકૃત્ય પૂર્વની માફક સમજવું. અચક્ષુદર્શનાવરણ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ચક્ષુજન્ય બોધ પ્રતિબંધક કર્મત્વ' મૂકેલ છે. મતિજ્ઞાનાવરણ વિશેષમાં અતિવ્યાપ્તિના વરણ માટે “ચક્ષુર્જન્ય સામાન્ય માત્ર વિષયક બોધ “પ્રતિબંધક કર્મત્વ' મૂકેલ છે. માત્ર પદ પણ એટલા માટે જ છે. " દર્શન એટલે ઉપલબ્ધિ-સામાન્ય રૂપ અર્થનું ગ્રહણ, જેમ કે- (મહાવિધ્વાનને પણ) સ્કંધવારનો ઉપયોગ, સૈન્યસમુદાયના પડાવ રૂ૫ છાવણીનો ઉપયોગ, સમુદાય-જાતિ વગેરેનો ઉપયોગ, તે દર્શન; અથવા તે દિવસે જન્મેલ બાળકને નયનની (દર્શનની) ઉપલબ્ધિ. (દર્શન શબ્દના અનેક અર્થો થાય છે. જેમ કે- સમ્યગ્દર્શન એટલે સમ્યફ શ્રદ્ધાનું, દર્શન એટલે સામાન્ય ગ્રહણ, દર્શન એટલે આંખ, દર્શન એટલે શાસ્ત્રમત, દર્શન એટલે ઈન્દ્રિયાનિજિયજન્ય અર્થની ઉપલબ્ધિ-પ્રાપ્તિ વગેરે.) ચક્ષુકરણક દર્શન, ચક્ષુદર્શનએમ તત્ત્વાર્થવૃત્તિમાં કથન છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy