SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - ૨૧, ચતુર્થ રિપે २१९ તૈયાર કરેલું-પકાવેલું અન્નનું પ્રદાન, વસતિ-ઉપાશ્રયનું દાન, વસ્ત્રોનું પ્રદાન, જળનું દાન, સંથારો વગેરે સંયમોપકરણોનું પ્રદાન (ઇર્ષ્યા કે ખેદ વગર, આદ૨-૫૨મ પ્રીતિ, કુશલ ભાવપૂર્વક, દુન્યવી પ્રત્યક્ષ ફળની કામના વગર, કપટ વગર અને નિયાણાનો અભાવ વગેરે ગુણપૂર્વક દાતાએ કરેલ દાન.) પુણ્યની વૃદ્ધિ અને નિર્જરાનો હેતુ છે. મનનો શુભ સંકલ્પ એટલે અભિધ્યા-હંમેશાં જીવો પ્રત્યે હિંસા આદિ અનિષ્ટનું ચિંતન રૂપ આર્ત્ત-રૌદ્રધ્યાન આદિના ત્યાગપૂર્વક ધર્મ-શુકલધ્યાન રૂપ કુશલ મનોયોગ. सूत्र વચન અને કાયાનો શુભ વ્યાપાર-કાયાનો શુભ વ્યાપાર એટલે અહિંસા-અસ્તેય-બ્રહ્મચર્ય ઇત્યાદિ રૂપ શુભ કાયયોગ અને વચનનો શુભ વ્યાપાર એટલે સાવદ્ય આદિ વચનના પરિહારપૂર્વક આગમ-શાસ્ત્રવિહિત બોલવું તે શુભ વચનયોગ. આ ત્રણેય શુભ યોગ શુભ કર્મના આશ્રવો-મૂળ હેતુઓ છે. તથા તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ પંચપરમેષ્ઠિઓ વગેરેને કરેલ નમન-વંદનપૂજન વગેરે પુણ્યકર્મના હેતુઓ છે. જો કે પ્રસ્તુતઃ મન-વચન-કાયાનો શુભ વ્યાપાર જ બેંતાલીશ પ્રકારવાળા પુણ્યનું કારણ છે. તો પણ કાંઈક શબ્દપ્રપંચ રૂપ વિસ્તારથી સામાન્ય બુદ્ધિવાળા જીવોના બોધ માટે મનવચન-કાયાના શુભ વ્યાપારરૂપ યોગનો જ વિસ્તાર દર્શાવ્યો છે. શંકા- પાપની માફક પુણ્યમાં પણ પરતંત્રતાનો અભેદ હોવાથી પુણ્ય અને પાપનો ભેદ અનુચિત કેમ નહિ ? સમાધાન- ઇષ્ટ અને અનિષ્ટનિમિત્તના ભેદથી ઇષ્ટનિમિત્ત પાપથી પુણ્યનો ભેદ કરે છે, જ્યારે અનિષ્ટનિમિત્ત પુણ્યથી પાપનો ભેદ કરે છે. ભલે, પરતંત્રતા હોય છતાં અર્થાત્ નિમિત્તની આધીનતા હોવા છતાં (કાર્ય રૂપ પુણ્યમાં) એકમાં ઇષ્ટનિમિત્તની આધીનતા છે. બોલો, એક કેવી રીતે ? અથવા ઇષ્ટ પ્રત્યે નિમિત્તપુણ્ય અને અનિષ્ટ પ્રત્યે નિમિત્તપાપ- એમ ઇષ્ટાનિષ્ટ પ્રત્યે નિમિત્તના ભેદથી પુણ્ય અને પાપનો ભેદ છે. એટલે પાપતત્ત્વથી પુણ્યતત્ત્વ જુદું છે, તેમજ પુણ્યતત્ત્વથી પાપતત્ત્વ જુદું છે-એમ સિદ્ધ થયેલ જાણવું. ઇષ્ટગતિ-ઇષ્ટજાતિ-ઇષ્ટશરીર-ઇષ્ટઈન્દ્રિય વિષય આદિ પ્રત્યે જનક રૂપે પુણ્ય છે અને અનિષ્ટગતિ આદિ પ્રત્યે જનક રૂપે કર્મ પાપ છે. આવી રીતે પુણ્ય અને પાપની વિષમતા સુપ્રસિદ્ધ છે. ત્યાં કર્મપ્રકૃતિઓ સામાન્યથી થાતી અને અઘાતીભેદથી બે પ્રકારની છે. આઠ કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ‘ધાતિકર્મ’ છે. બાકીના વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મો ‘અઘાતિકર્મ' છે. ઘાતિકર્મ પણ સર્વાતિ અને દેશઘાતિના ભેદથી બે પ્રકારના છે. (૧) સર્વઘાતી— ૧-કેવલજ્ઞાન, ૨- દર્શનાવરણ (કેવલજ્ઞાન અને કેવલદર્શનને સર્વાત્મના-સર્વથા આવરણ કરનાર હોવાથી કેવલદર્શનાવરણ અને કેવલજ્ઞાનાવરણ સર્વઘાતી છે, પરંતુ દર્શન માત્ર કે જ્ઞાન માત્રના આવારક નથી. જો સકલ જ્ઞાનના આવારક માનવામાં આવે, તો જીવમાં અજીવપણાની આપત્તિ થાય !, ૩ નિંદ્રા, ૪-નિદ્રા નિદ્રા, ૫-પ્રચલા, ૬-પ્રચલા-પ્રચલા, ૭-સ્ત્યાનદ્ધિ, ૧૯-બાર કષાય, ૨૦મિથ્યાત્વ રૂપ વીસ પ્રકૃતિઓ સર્વઘાતી છે. (૨) દેશધાતી-૪-જ્ઞાનાવરણ ચાર, ૭-દર્શનાવરણ ત્રણ, ૧૨-અંતરાય પાંચ, ૧૬-સંજ્વલન ચાર અને ૨૫-નવનોકષાય સંજ્ઞાવાળા કર્મો ‘દેશધાતી' છે. (પોતપોતાના વિષયોના સર્વથા ઘાતક નહિ હોવાથી ‘દેશઘાતી' છે.)
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy