SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे पञ्चेन्द्रियवैक्रियतदङ्गोपाङ्गतैजसकार्मणवर्णचतुष्कागुरुलघुपराघातोच्छ्रासनिर्माणत्रसबादरपर्याप्तप्रत्येकस्थिरशुभनामानि कर्माणि उदयापेक्षया वर्त्तन्ते । मनुजगतौ सुरत्रिकतिर्यगायुरातपनामानि पञ्चविहायान्यानि वर्त्तन्ते । देवगतौ तु मनुजत्रिकतिर्यगायुरौदारिकद्विकातपाहारकद्विकतीर्थकरनामानि वर्जयित्वा शेषाणि वर्त्तन्त इत्यादि विषयबाहुल्याभिप्रायेण दिगित्युक्तम् । दिङ्मात्रेणात्र पुण्यतत्त्वं व्यावर्णितं विस्तरस्तु प्रवचने द्रष्टव्यमिति भावः ॥ पुण्यतत्त्ववर्णनं निगमयति इतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कार श्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां पुण्यनिरूपणं नाम चतुर्थः किरणः ॥ २१८ આ પ્રમાણે બેંતાલીશ પ્રકારના પુણ્યકર્મો કહીને, તે પુણ્યકર્મના હેતુભૂત અધ્યવસાયવિશેષથી જન્ય સુપાત્રદાન વગેરે પણ, પુણ્ય રૂપ ફળને આપનારા હોઈ (કારણે કાર્યના ઉપચારની અપેક્ષાએ) પુણ્ય રૂપ છે, એમ માનતાં શાસ્ત્રકાર પુણ્યના બે પ્રકારો દર્શાવે છે. ભાવાર્થ- આ પુણ્યતત્ત્વ કાર્ય અને કારણના ભેદથી બે પ્રકારનું છે. આ પૂર્વોક્ત કર્મો કાર્ય રૂપ પુણ્ય છે, કેમ કે- જીવના અનુભવપ્રકાર રૂપ છે. આ પુણ્ય રૂપ કર્મોના હેતુઓ તો સુપાત્રોમાં, નિરવઘ (નિર્દોષ) અન્ન-જલ-વસ્ત્ર-વસતિ-સંથારો વગેરેનું પ્રદાન, મનનો શુભ સંકલ્પ, વચન અને કાયાનો શુભ વ્યાપાર, તેમજ જિનેશ્વર વગેરેના નમસ્કાર વગેરે. આ પ્રમાણે પુણ્યતત્ત્વનું નિરૂપણ સમાપ્ત થાય છે. વિવેચન- અપવિત્રને પવિત્ર કરનારું જો કોઈ એક દુનિયામાં તત્ત્વ હોય, તો તે ‘પુણ્યતત્ત્વ’ છે-એમ વ્યુત્પત્તિજન્ય અર્થ છે. (૧) કાર્ય રૂપ પુણ્ય-આ હમણાં જ કહેલ સાતા વગેરે બેતાલીશ પ્રકારવાળા કર્મપ્રકૃતિ ગ્રંથના અનુસારી કર્મો, ભૂત (પૃથ્વી-અપ્-તેજસ્-વાયુ-વનસ્પતિ-બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય નામવાળા જીવો પ્રત્યે) વિષયક દયા, વ્રતસંપન્ન શ્રાવક કે સાધુઓ પ્રત્યે વિશિષ્ટ અનુકંપા, વિશિષ્ટ ભક્તિ (સરાગસંયમ-સંયમાસંયમ-અકામનિર્જરા-બાલતપોયોગ-ક્ષમા-શૌચ-ધર્માનુરાગ-ધર્મ-સેવા-શીલવ્રત પૌષધોપવાસ-રતિ-તપોનુષ્ઠાન-બાલ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી-વૈયાવૃત્ત્વ અનુષ્ઠાન ધર્માચાર્ય-માતૃ-પિતૃભક્તિસિદ્ધચૈત્ય-પૂજા શુભ પરિણામ, આ સાતાવેદનીયના મૂળ કારણો છે.) વગેરે કારણ કલાપજન્ય, કાર્ય રૂપ જીવોથી સુખ આદિ રૂપે અનુભવયોગ્ય છે. આવો અર્થ સમજવો. (૨) કારણ રૂપ પુણ્ય- આ બેંતાલીશ ભેદવાળા કર્મોના હેતુઓ, જેમ કે- સુપાત્રોમાં એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપઃસંપન્ન, તીર્થંકર-ગણધર-આચાર્ય-સ્થવિર અને મુનિ રૂપ સુપાત્રોમાં નિરવઘ અન્ન, એટલે કે-સુગંધ-લવણ-સ્નિધ-મધુરતા આદિ ગુણસંપન્ન શાલિવ્રીહિ (ચોખાની જાતિ), ઘઉં વગેરેથી
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy