SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ १५० तत्त्वन्यायविभाकरे સમાધાન- પ્રવેશથી યોગ છે એમ અમે કહેતાં નથી. પરંતુ નિરવયવ હોવાથી, તેનો (દ્વિઅણુકનો) દ્વિઅંગુલની માફક દ્રવ્ય રૂપ બીજો પ્રદેશ સંયુક્ત નથી. આ પરમાણુ પોતેજ યોગવાળો છે, એટલું જ અમે કહીએ છીએ. આવી રીતે કોઈ જાતનો દોષ નથી. વળી યોગ સંપ્રાપ્તિ રૂપ લક્ષણવાળો છે. આ યોગ પ્રદેશોથી કરાતો નથી. પ્રદેશ વગરના પરમાણુને પણ સ્વયં પ્રાપ્તિ છે જ, એમાં વિરોધ નથી. જો કે પરમાણુઓ તીક્ષ્ણ શસ્ત્રથી છેદાતા નથી, અગ્નિથી બળતા નથી, પાણીથી ભીંજાતા નથી અને કોઈ એક બીજા પુદ્ગલથી હણાતા નથી. પર્વત-જળ-અગ્નિમાં પરમાણુઓની ગતિમાં વિઘાતનો અભાવ હોવાથી પરમાણુ અપ્રતિહત ગતિવાળો કહેવાય છે. તો પણ આ પરમાણુઓ (અ) પ્રતિઘાતી અને (બ) અપ્રતિઘાતવાળા હોય છે. (અ) ત્યાં પ્રતિઘાતી ત્રણ પ્રકારનો છે. (૧) બંધપરિણામ રૂપ, (૨) ઉપકારના અભાવ રૂપ અને (૩) વેગ રૂપ છે. (૧) બંધપરિણામ-(અહીં બંધપરિણામ પરસ્પર અંગાંગભાવ પરિણામ સમજવો. પરંતુ નિરંતરપણાએ પરસ્પર સંયોગ માત્ર નથી. જો નિરંતર પરસ્પર સંયોગ માત્ર બંધપરિણામ માનો, તો પ્રતિઘાત ન થાય ! કેમ કે- અનંત પણ પરમાણુઓ સંયોગસંબંધથી એક આકાશપ્રદેશમાં અપ્રતિઘાત પરિણામથી રહે છે.) બંધપરિણામ પ્રતિઘાત સ્નિગ્ધ-રૂક્ષત્વજન્ય બંધથી થાય છે. અર્થાતુ વિમાત્ર સ્નિગ્ધરૂક્ષપણાએ કરી પરમાણનો બીજા પરમાણની સાથે સંબંધ થવાથી બંધપરિણામજન્ય પ્રતિઘાતી પરમાણ થાય છે. (અહ પ્રતિઘાત એટલે એકદેશવાળા અવગાહમાં પરસ્પર પ્રતિહનન-સામે અથડાવવું.) (૨) ઉપકારભાવ લક્ષણવાળો પ્રતિઘાત-લોક સિવાય અલોકમાં જીવ-અજીવની ગતિનો પ્રતિઘાત છે, કેમ કે- ગતિઉપકારક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી ગમનક્રિયા પ્રત્યે ઉપકારકનો અસંભવ છે, માટે પરમાણુ લોકાન્તમાં પ્રતિહત થાય છે. તે પરમાણુ ઉપકારાભાવ પ્રતિઘાતી કહેવાય છે. (૩) વેગલક્ષણવાળો પ્રતિઘાત-સ્વાભાવિક પરિણામમાં પરિણત, કોઈ એક પરમાણુ અત્યંત શીધ્ર ગતિથી આવતો, તેવા જ (તથાવિધ) વેગવાળા આવતા કોઈ એક બીજા પરમાણુ વડે પ્રતિહત-સ્તુલિત થાય છે. તે પરમાણુ વેગપ્રતિઘાતી કહેવાય છે. (બ) અપ્રતિઘાતી પરમાણુઓ-એક જ આકાશપ્રદેશમાં અનંત એવા પણ પરમાણુઓનો અવગાહ છે, કેમ કે- તે પરમાણુઓ અપ્રતિઘાત નામક પરિણામથી પરિણત છે. જેમ કે- પ્રદીપની પ્રભા વડે વ્યાપ્ત એક ઓરડામાં અન્ય દીપકોની પ્રભાઓની સ્થિતિ છે. વળી શીતપણાએ પરિણત શીત પુદ્ગલો, તમઃ (અંધકાર)પણાએ પરિણત તમઃપુદ્ગલો અને શબ્દપણાએ પરિણત શબ્દપુદ્ગલો અપ્રતિઘાતી દેખાય છે. તેની માફક પરમાણુ એક આકાશપ્રદેશમાં રહેલ અવગાહ કરતા, ઘણા બીજા પણ પરમાણુઓ પ્રત્યે વિઘાત કરવા સમર્થ થતો નથી. આ પ્રમાણે પરિણામના ભેદથી એક જ પરમાણુમાં (પુદ્ગલોમાં) પ્રતિઘાતિત્વ-અપ્રતિઘાતિત્વ (પરસ્પર વિરુદ્ધ) બંને સંભવે છે. જેમ શબ્દ, તિરસ્કૃત પણ ભીંત વગેરેથી પ્રતિઘાતને નહિ પામતો સંભળાય
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy